ચંડીગઢ,
તા. 12 : ઘણી વખત ઘરમાં બિનજરૂરી અનેક વસ્તુઓ સંગ્રહાયેલી હોય છે, પણ સફાઈ દરમિયાન
જો લાખોની કિંમતના શેર મળી જાય તો... હા, આવો જ બનાવ ચંડીગઢના રહેવાસી રતન ઢિલ્લોં
સાથે બન્યો હતો, જેમને ઘરની સફાઈ વખતે રિલાયન્સ કંપનીના 11 લાખના શેર મળ્યા હતા. એક
મીડિયા હેવાલ મુજબ, આ અંગે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં રસ ધરાવતા રતન ઢિલ્લોંએ સોશિયલ મીડિયામાં
ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, ઘરની સફાઈ વખતે 1987 અને 1992માં ખરીદાયેલા રિલાયન્સ
ઈન્ડસ્ટ્રીના ફિઝિકલ શેર મળી આવ્યા હતા, જે અંગે સોશિયલ મીડિયામાં તેની કિંમત અંગે
પૂછતાં કેટલાક ફોલોઅર્સે આ શેરની કિંમત 11 લાખ જણાવી હતી.