- રીયલ એસ્ટેટની સાથાસોથ ઘરનું ઘર ખરીદવાનું સપનું સામાન્ય કે મધ્યમવર્ગના લોકો માટે મુશ્કેલ નહીં અતિ-મુશ્કેલરૂપ બની રહેશે
ક્ષ ઋષિકેશ વ્યાસ
અમદાવાદ,
તા.12 : રાજ્યમાં નક્કી કરાયેલા શહેરી કક્ષાએ 23,845 અને ગ્રામ્ય કક્ષાએ 17,131 મળીને
કુલ નવા વેલ્યુઝોન મુજબ જમીન-મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટેની કમરતોડ નવી જંત્રીના
દરની અમલવારી 1લી, એપ્રિલ-2025થી કરાશે. 11મીના મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની
અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ સંકેત અપાયા છે.
સરકારના
ઉચ્ચતમ જાણકારી મુજબ મુખ્યમંત્રી કક્ષાએ એ પણ નક્કી કરાયું છે કે, રાજ્ય સરકાર દ્વારા
તા.20મી, નવેમ્બર-2024ના રોજ જાહેર કરાયેલા મુસદ્દારુપ નવી જંત્રી અંગે વાંધા-સૂચનો
મેળવાયા બાદ પણ આ મુસદ્દારુપ જંત્રીના ભાવ-દરમાં કોઈપણ જાતનો ફેરફાર અર્થાત વધારો કે
ઘટાડો નહીં કરાય. પરિણામ સ્વરુપ ગુજરાતઆખામાં જમીનો અને મિલકતોની બજાર કિંમતોમાં ભારેખમ
વધારો નોંધાશે. જેની સીધી અસર રીયલ એસ્ટેટની સાથાસોથ ઘરનું ઘર ખરીવાનું સપનું જોતા
સામાન્ય કે મધ્યમવર્ગના લોકોમાં મુશ્કેલ નહીં અતિ-મુશ્કેલ બનશે.
અહીં
નોંધનીય છે કે, આ ભારેખમ નવી જંત્રીના અમલને કારણે રાજ્ય સરકારની સ્ટેમ્પ ડ્યુટી અને
નોંધણી ફીમાં પણ ધરખમ વધારો થશે. 2024-25ના વર્ષમાં સરકારની સ્ટેમ્પ ડ્યુટી-નોંધણી
ફીની આવક રુ. 16,493 કરોડની હતી. જ્યારે 2025-26માં સરકારને સ્ટેમ્પ ડ્યુટી-નોંધણી
ફીના આવક રુ. 19.800 કરોડ થશે-એવો અંદાજ મૂકાયો છે. જે 2024-25ની સરખામણીમાં રુ.
3307 કરોડ વધુ હશે પરંતુ 1લી, એપ્રિલથી નવી જંત્રીના અમલને કારણે સરકારના સ્ટેમ્પ ડ્યુટી-નોંધણી
ફીની આ અંદાજિત આવકમાં પણ ભારે વધારો થવાની શક્યતા તથા લોકો ઉપર એટલો જ વધારાના ટેક્ષનો
બોજો પડશે, એવી શક્યતા નકારી શકાતી નથી.
ઉલ્લેખનીય
છે કે,ગુજરાત સરકારે 20મી, નવેમ્બર-2024ના રોજ નવી જંત્રીનો મુસદ્દો જાહેર કર્યો હતો.
જેમાં, સરકારે, લોકો-સંસ્થાઓ પાસેથી 20મી, ડિસેમ્બર-2024 સુધીમાં વાંધા-સૂચનો મંગાવ્યા
હતા પરંતુ જંત્રીના આ મુસદ્દા મુજબ સરકારે, જમીન-મકાનો-મિલકતોના જંત્રીના દરમાં ભારેખમ
ભાવ વધારો ઝીંક્યો હોવાથી, બિલ્ડર લોબી સહિતના સંબંધિતો તરફથી અતિ-ભારે વિરોધ થતાં
સરકારે આ વાંધા-સૂચનો મેળવવાની તારીખમાં એક મહિનો એટલે કે 20મી, જાન્યુઆરી-2025 સુધીનો
વધારો કર્યો હતો.