પોલીસને ઇરાદાપૂર્વક ખોટી માહિતી પૂરી પાડતા પીઆઇ જ ફરિયાદી બન્યા
પોરબંદર,
તા.27: કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ એવા કાંધલ જાડેજાના નાનાભાઇ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં
68 વર્ષના વૃદ્ધાએ વીડિયો વાયરલ કરીને અને ત્યારબાદ પોલીસને ફરિયાદ અરજી આપીને તેમની
ફટાણાની જમીન કાના જાડેજા અને અન્ય ત્રણ ઇસમે વ્યવસ્થિત રીતે પચાવી પાડયાનો ઉલ્લેખ
કર્યો હતો અને જિલ્લા પોલીસવડા મદદ કરે તેવી અપીલ પણ કરી હતી. પરંતુ હવે આ બનાવમાં
પોલીસને જ આ વૃદ્ધાએ ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવામાં આવ્યાનું જણાતા 68 વર્ષના
વૃદ્ધા સામે ઉદ્યોગનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જાતે ફરિયાદી બન્યા છે અને ગુનો દાખલ કર્યો
છે.
ઉદ્યોગનગર
પોલીસ સ્ટેશનમાં દેવીબેન જીવાભાઇ હાજાભાઇ મોઢવાડીયા (ઉં.વ. 68) રહે. શ્રીજીપાર્ક બજાજ
શોરૂમ પાછળ, પોરબંદરવાળાએ સામાવાળા કાનાભાઇ સરમણભાઇ જાડેજા, સતીષ દેવા મુશાળ ઉર્ફે
(ચના) અને મુકેશભાઇ ભીમામાઇ કડછા વિરુદ્ધમાં અરજી કરી હતી. અને અરજદારની અરજી બાબતે
અત્રે પોલીસ સ્ટેશન ખાતેથી કાર્યવાહી ચાલુ હોય અને અરજદારને જે બાબતની જાણ હોય અને
પોતે કાયદેસરની માહિતી આપવા બંધાયેલા હોય, તેમ છતાં તેઓએ કરેલ પ્રથમ અરજી તથા પ્રથમ
અરજીના કામે લખાવેલ નિવેદન બાદ અરજદારે સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કરીને તા.26-5-2025ના
રોજ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નવી અરજી આપી હતી.