• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

ગીર સોમનાથમાં ખનીજચોરી પર તવાઈ : 40 લાખનો મુદ્દામાલ જપ્ત

વેરાવળ, તાલાલા, કોડિનાર અને ઉનાના વિસ્તારોમાં કાર્યવાહી

વેરાવળ, તા.7: વેરાવળ, તાલાલા, કોડિનાર અને ઉનાના જુદા જુદા વિસ્તારોમાંથી રેતી અને બિલ્ડિંગ લાઈમસ્ટોન ભરેલ 4 ટ્રેક્ટર અને 1 ડમ્પર સહિત રૂ.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીના પગલે ખનીજચોરોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે.

ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ ભૂસ્તરખાતાની ક્ષેત્રિય ટીમ દ્વારા જિલ્લામાં જુદા જુદા સ્થળોએ ભૂમાફિયાઓ સામે આકરી કાર્યવાહી કરી છે. જેમાં તાલાળા તાલુકાના બોરવાવ ખાતેથી સાદી રેતીનું એક ડમ્પર તેમજ કોડિનારના છારા જાપા ખાતેથી રેતી ભરેલા એક ટ્રેક્ટરને ગેરકાયદે વહન સબબ અટકાયત કરીને આશરે રૂ.રપ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આઉપરાંત ઉના તાલુકાના જાખરવડા ખાતેથી સાદી રેતીના ર ટ્રેક્ટર તેમજ વેરાવળ બાયપાસ ખાતેથી બિલ્ડિંગ લાઈમ સ્ટોનના એક ટ્રેક્ટરની ગેરકાયદે વહન સબબ અટકાયત કરી રૂ.1પ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક