ગાંજો
મોકલનાર સહિત બે સામે નોંધાયો ગુનો
ધ્રાંગધ્રા,
તા.7 : ધ્રાંગધ્રા માલવણ હાઇ વે પર એસોજી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે સમયે રામદેવપુર
ગામ પાસે કચ્છી હોટલનાં કમ્પાઉન્ડમાંથી એક શખસને બે કિલો 15 ગ્રામ સુકા ગાંજા સાથે
એસઓજી પોલીસે ઝડપી લીધો હતો. આ બનાવમાં બે શખસ સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધવામાં
આવ્યો હતો.
ધ્રાંગધ્રા-
માલવણ હાઇ વે ઉપર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે રામદેવપુર ગામના પાટિયા પાસે કચ્છી
હોટલનાં કમ્પાઉન્ડમાં બાતમીના આધારે એસઓજીના પી.આઇ. બી. એચ. શીંગરખિયા, પીએસઆઇ એન.
એ. રાયમા, એએસઆઇ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ સહિત સ્ટાફ સાથે દરોડો કરી તપાસ કરતા વિજયભાઇ
વાસુદેવભાઇ બજાણિયા (રહે. સુલતાનપુર વાળા)ને બે કિલો, 15 ગ્રામ સુકો ગાંજા કિં.રૂ.20,150ના
મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો જ્યારે ગાંજો મોકલનાર આરોપી દિવાનજી મેઘાજી ઠાકોર (રહે. પાડલા તાલુકો સમી) સહિત બે શખસ સામે
તાલુકા પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.