• બુધવાર, 12 માર્ચ, 2025

‘અનૈતિક પત્ની’-‘વફાદાર રખૈલ’ : ભડકી સુપ્રીમ

હાઈકોર્ટની ટિપ્પણીને મહિલાઓની ગરિમા વિરુદ્ધ, મૌલિક અધિકારોનો ભંગ ગણાવ્યો

નવી દિલ્હી, તા.13 : સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટે એક ચુકાદામાં કરેલી ‘અનૈતિક પત્ની’ અને ‘વફાદાર રખૈલ’ જેવી ટિપ્પણીને અયોગ્ય ઠેરવી ઝાટકણી કાઢી છે. કોર્ટે હાઈકોર્ટની ટિપ્પણીને મહિલાઓની ગરીમા વિરુદ્ધ અને મૌલિક અધિકારોનો ભંગ ગણાવ્યો છે.

વર્ષ ર004માં હાઈકોર્ટની ફૂલ બેંચે એક અમાન્ય જાહેર થયેલા લગ્ન સાથે જોડાયેલી મહિલા માટે અનૈતિક પત્ની અને વફાદાર રખૈલ જેવા શબ્દ પ્રયોગથી ટિપ્પણી કરી હતી. હવે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એએસ ઓક, જસ્ટિસ અહસાનુદીન અમાનુલ્લાહ અને જસ્ટિસ ઓગસ્ટીન જોર્જ મસીહની ખંડપીઠ સમક્ષ મામલો આવતાં ભડકી ઉઠયા અને આવી ટિપ્પણીને મહિલા વિરોધી ગણાવી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આવા શબ્દોનો ઉપયોગ પુરુષો માટે તો કરવામાં આવ્યો નથી. સુપ્રીમે સ્પષ્ટ કર્યુ કે જો લગ્ન અમાન્ય જાહેર થાય તો પણ પતિ અથવા પત્ની ભરણપોષણ ભથ્થું મેળવવા હકદાર છે. સુપ્રીમનો આવો ચુકાદો એક એવા વ્યક્તિની અરજી પર આવ્યો છે જેમણે દલીલ રજૂ કરી હતી કે છાશવારે પત્ની પોતાના પહેલા લગ્ન છુપાવીને બીજા લગ્ન કરી લે છે. સર્વોચ્ચ અદાલતે બોમ્બે હાઈકોર્ટનો ઉધડો લેતાં કહયું કે અમાન્ય ઠેરવવામાં આવેલા લગ્નમાં પત્નીની અનૈતિક કહેવી અયોગ્ય છે. તે સંબંધિત મહિલાની ગરીમા વિરુદ્ધ છે. દુર્ભાગ્યથી બોમ્બે હાઈકોર્ટ એ હદ સુધી ગઈ કે અનૈતિક પત્ની જેવો શબ્દ પ્રયોગ કર્યો. ચોંકાવનારી બાબત છે કે પેરાગ્રાફ ર4માં હાઈકોર્ટે આવી પત્નીને વફાદાર રખૈલ ગણાવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025