• બુધવાર, 12 માર્ચ, 2025

કોમેડિયન સમય રૈના અમેરિકામાં : પાંચ દિવસમાં હાજર થવા ફરમાન પેરેન્ટ્સ પર અભદ્ર ટિપ્પણી : આરોપીઓ સામે તપાસ વેગવંતી

મુંબઈ, તા.13 : પેરેન્ટ્સ વિરુદ્ધ અશ્લીલ ટિપ્પણીથી દેશભરમાં મચેલી ચકચાર વચ્ચે મહારાષ્ટ્ર પોલીસે કોમેડિયન સમય રૈનાને પાંચ દિવસમાં હાજર થવા ફરમાન કર્યુ છે. સમય રૈના હાલ અમેરિકામાં છે અને તેણે હાજર થવા વધુ સમય માગ્યો છે.

મહારાષ્ટ્ર સાઈબર સેલ અને મુંબઈ પોલીસ સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર રણવીર ઈલાહાબાદિયા દ્વારા રૈનાના યુટયૂબ શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીની તપાસ કરી રહી છે. અધિકારી સૂત્રો અનુસાર મુંબઈ પોલીસે રૈનાને 17 ફેબ્રુઆરી પહેલા હાજર થઈ નિવેદન નોંધાવવા તાકીદ કરી છે. સાઈબર સેલે તેમને 18મી સુધીમાં હાજર થવા ફરમાન કર્યુ છે. આસામ પોલીસ પણ એફઆઈઆર મામલે મુંબઈમાં છે અને તેણે ઈલાહાબાદિયા અને આશીષ ચંચલાણીને સમન્સ પાઠવ્યું છે. શો માં સામેલ અન્યોની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025