• બુધવાર, 12 માર્ચ, 2025

મહારાષ્ટ્રમાં નવા ફોજદારી કાયદાનો અમલ છ માસમાં : સીએમ રાણાના થનારા પ્રત્યાર્પણ માટે વડાપ્રધાનનો આભાર

આનંદ કે. વ્યાસ

નવી દિલ્હી, તા. 14 : મહારાષ્ટ્ર આગામી છ માસમાં નવા ફોજદારી કાયદાને અમલમાં મૂકશે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે.

પાટનગર દિલ્હીમાં કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે નોર્થ બ્લૉક ખાતે ફડણવીસ સાથેની બેઠકમાં મહારાષ્ટ્રના બધા કમિશનરેટમાં શક્ય એટલી જલદી ત્રણ નવા ફોજદારી કાયદાને અમલમાં મૂકવાની વિનંતી કરી હતી. બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં ફડણવીસે જણાવ્યું હતું કે, અમે આગામી છ માસમાં નવા કાયદાનો અમલ શરૂ કરશું. મહારાષ્ટ્રના બે લાખ પોલીસોને નવા કાયદાનું પ્રશિક્ષણ આપવાનું 90 ટકા કામ પૂર્ણ થયું છે. શેષ દસ ટકા કામ આવતા માર્ચમાં પૂર્ણ થશે. સાત વર્ષ કરતા વધારે જૂના કેસો માટે 27 ફોરેન્સિક વૅનને તહેનાત કરવામાં આવી છે. અદાલતમાં હવે અૉનલાઇન સિસ્ટમ કાર્યરત થઈ છે. પરંતુ નવી જોગવાઈઓને કારણે કોર્ટોમાં સમર્પિત ક્યુસીબલ્સ અને ફોરેન્સિક લૅબની જરૂર પડશે. આ કામગીરી આગામી છ માસમાં પૂર્ણ થઈ જશે. આ નવી પ્રણાલીને કારણે કેસોની સુનાવણી વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે કરી શકાશે. તેના કારણે આરોપીને અદાલતમાં વારંવાર હાજર રહેવાની આવશ્યકતા ઘટશે.

ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે, અમિત શાહે નવા ફોજદારી કાયદા વિશે ચર્ચા કરવા બેઠક યોજી હતી. નવા ફોજદારી કાયદા માટે કેટલી સંસ્થાઓ, માળખાકીય સગવડો અને કેસો તૈયાર કરાયા છે તે વિશે ચર્ચા કરવામાં આવી હતી. નવા ફોજદારી કાયદા વિશે અમારી કામગીરી અને નવા કાયદાના સંદર્ભમાં કેસો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. હવે વીડિયો કૉન્ફરન્સિંગ વિશે મહત્ત્વનો ફેરફાર એ છે કે હવે તેના કારણે આપણે જેલમાંથી પણ અૉનલાઇન કેસ ચલાવી શકાશે. દેવેન્દ્ર ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે, મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલા સાથે સંકળાયેલા આરોપી તહવ્વુર રાણાને પ્રત્યાર્પણ માટે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભારી છું. રાણાને ભારત લાવવાના સમાચાર ખૂબ જ સારા છે. રાણા ભારતનો ગુનેગાર છે તેથી તેને સજા થવી જોઇએ તે અમારું લક્ષ્ય છે. વડા પ્રધાન મોદીના પ્રયાસોને કારણે મહારાષ્ટ્ર તેને સજા કરી શકશે, એમ ફડણવીસે ઉમેર્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025