• બુધવાર, 12 માર્ચ, 2025

શાકભાજીની કિંમતોમાં થઈ શકે છે ઘટાડો ડુંગળી, બટાટા, ટામેટાની કિંમતો ઘટવાના અણસાર

નવી દિલ્હી, તા.8: યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ભારતમાં જૂન-2023માં પહેલીવાર ખાદ્ય ફુગાવો પાંચ ટકા ઘટી શકે છે. 

ભારતમાં શાકભાજીની કિંમતો ઘટવાના કારણે ફેબ્રુઆરી-2025માં એકંદર રિટેલ ફુગાવો વધુ ધીમો પડીને ચાર ટકાની નીચે પહોંચી શકે છે.

 રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, ફેબ્રુઆરીમાં ગ્રાહક ભાવ સૂચકાંક (સીપીઆઈ) મોંઘવારી ઘટીને 3.94 ટકા નોંધાઈ છે, જ્યારે જાન્યુઆરીમાં-2025માં 4.31 ટકા નોંધાઈ હતી. 

રિપોર્ટ મુજબ, શાકભાજી, ખાસ કરીને ડુંગળી, બટાટા અને ટામેટાની કિંમતોમાં ફરી ઘટાડો થવાના કારણે ફેબ્રુઆરી-2025માં સીપીઆઈ મોંઘવારી 3.94 ટકા સુધી ઘટવાની આશા છે. જ્યારે જાન્યુઆરીમાં તે 4.31 ટકા નોંધાઈ હતી. આ પહેલા પણ શાકભાજી અને અન્ય ખાદ્ય ઉત્પાદનોના ભાવ ઘટવાને કારણે ડિસેમ્બર-2024માં રીટેલ ફુગાવો ઘટીને 5.22 ટકા થયો હતો.

રિટેલ ફુગાવાનો મુખ્ય કમ્પોનેન્ટ ખાદ્ય ફુગાવો છે, જે ફેબ્રુઆરી 2025માં ઘટીને 4.66 ટકા થવાનો અંદાજ છે. આ એક મોટો ઘટાડો હશે. જૂન 2023 પછી આ પ્રથમ વખત છે, જ્યારે ખાદ્ય ફુગાવો 5 ટકાના સ્તરથી નીચે ગયો છે. ખાદ્ય ફુગાવો સતત ચોથા મહિને નેગેટિવ ઝોનમાં રહ્યું છે, કારણ કે તે સમયે એટલે કે શિયાળાની ઋતુમાં શાકભાજીની કિંમતોમાં ઘડાડો થતો હોય છે.

રિપોર્ટ મુજબ ખરીફ ઉત્પાદન મજબૂત થયું છે તેમજ શિયાળામાં શાકભાજીની કિંમતો ઘટી છે, જેના કારણે આ બન્ને પરિબળોએ ખાદ્ય મોંઘવારી ઘટાડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. જોકે આ દરમિયાન ખાદ્ય તેલો અને ખાંડની કિંમતોમાં વધારો થયો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025