અપદસ્થ રાષ્ટ્રપતિ અસદના અલાવી સમુદાયના લોકોને શિકાર બનાવાયા હોવાનો રિપોર્ટ
નવી
દિલ્હી, તા. 9: સીરિયામાં અપદસ્થ રાષ્ટ્રપતિ અપદસ્થ રાષ્ટ્રપતિ બશર અલ અસદના સમર્થક
અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ ઝડપ અને હિંસાનો દોર ચાલી રહ્યો છે. છેલ્લા બે દિવસની હિંસામાં
સીરિયામાં એક હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. યુદ્ધ ઉપર ધ્યાન રાખતી સંસ્થા સીરિયન
ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટસે એક રિપોર્ટમાં એક હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હોવાનું
કહ્યું છે. સંસ્થાના માનવા પ્રમાણે 14 વર્ષ પહેલા સીરિયામાં શરૂ થયેલા સંઘર્ષ બાદ છેલ્લા
બે દિવસમાં સૌથી ઘાતક ઘટના બની છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સીરિયાના તટ
શહેરમાં ગુરુવારે હિંસક ઘર્ષણ શરૂ થયું હતું અને બાદમાં હિંસા ફેલાઈ હતી.
સીરિયામાં
શરૂ થયેલી હિંસાએ નવી સરકાર માટે પડકાર વધારી દીધો છે. સંસ્થાના રિપોર્ટમાં કહેવામાં
આવ્યું છે કે બે દિવસની હિંસામાં એક હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં
745 સામાન્ય નાગરિક છે. મોટાભાગના લોકોને નજીકની ગોળી મારવામાં આવી છે. હિંસાના કારણે
લાતકિયા શહેરના આસપાસના મોટા વિસ્તારમાં વિજળી અને પિવાના પાણીની સપ્લાઈ બંધ કરી દેવાય
છે. સરકારના કહેવા પ્રમાણે સુરક્ષા દળ અસદની સેનાના બચેલા લોકોના હુમલા સામે જવાબી
કાર્યવાહી કરી રહ્યા હતા.
મીડિયા
રિપોર્ટ અનુસાર વર્તમાન સીરિયન સરકારના વફાદાર સુન્ની મુસ્લિમ બંદુકધારીઓએ અસદના અલ્પસંખ્યક
અલાવી સંપ્રદાયના લોકો સામે પ્રતિશોધની કાર્યવાહીમાં હત્યા કરી છે. અલાવી દશકોથી અસદના
સમર્થક રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બંદુકધારીઓએ અલાવી લોકોને સડકો
ઉપર કે ઘરના દરવાજે જ ગોળી મારી દીધી છે. જેમાં મોટાભાગના પુરુષો હતા.