કુકી સમુદાયના હિંસક વિરોધ પ્રદર્શન બાદ વધુ દળો તૈનાત
ઈમ્ફાલ,
તા.9 : હિંસાગ્રસ્ત મણિપુરમાં કુકી સંગઠનોએ અચોક્કસ મુદતના બંધનું એલાન આપ્યું છે.
શનિવારે ફ્રી ટ્રાફિક મૂવમેન્ટના પહેલા દિવસે હિંસા બાદ વધારાના દળો તૈનાત કરાયા છે.
પોલીસ અનુસાર પ્રદર્શનકારીઓએ ફાયરિંગ કર્યુ છે અને ગુલેલનો ઉપયોગ કરી રહ્યા છે.
મણિપુરમાં
શનિવારે હિંસામાં એકનું મૃત્યુ અને 40ને ઈજા પહોંચી હતી. રાજ્યમાં 8 માર્ચથી તમામ વિસ્તારોમાં
ફ્રી ટ્રાફિક મૂવમેન્ટ શરૂ કરાઈ હતી જેનો કુકી સમુદાયે હિંસક રીતે વિરોધ કર્યો હતો.
ઠેર ઠેર વાહનોને આગજની, પથ્થરમારો કરાયો હતો. વિરોધ પ્રદર્શનમાં અનેક સુરક્ષા જવાનોને
ઈજા પહોંચ્યા બાદ લાઠી ચાર્જ અને ટિયર ગેસનો ઉપયોગ કરવો પડયો હતો.
અધિકારીઓ
અનુસાર શનિવારની કાર્યવાહીના વિરોધમાં કુકી-જો સમૂહોએ અચોક્કસ મુદતના બંધનું એલાન કર્યુ
છે. રવિવાર સવારથી સ્થિત તણાવપૂર્ણ છતાં શાંત હતી. ઠેર ઠેર ચાંપતો બંદોબસ્ત મુકાયો
હતો.