• બુધવાર, 12 માર્ચ, 2025

દેશમાં શાકાહારી થાળી સસ્તી થઇ !

-ફેબ્રુઆરીમાં એક ટકો ઘટીને 27.2 રૂપિયા

નવી દિલ્હી, તા. 10 : દેશનો સામાન્ય માણસ મોંઘવારીની માર ખમીને માંડ જીવી રહ્યો છે ત્યારે એક વિચિત્ર સમાચાર મળ્યા છે.

 ફેબ્રુઆરીમાં એક ઘરેલુ શાકાહારી થાળીની કિંમત વાર્ષિક આધાર પર એક ટકા ઘટીને 27.2 રૂપિયા થઇ ગઇ હતી.

ફેબ્રુઆરી 2024માં શાકાહારી થાળીનો ભાવ 27.5 રૂપિયા હતો, તેવી જાણકારી ‘િક્રસીલ’ દ્વારા જારી કરાયેલા આંકડામાં અપાઇ હતી.

ક્રિસીલના ‘રાઇસ રોટી રેટ’ અહેવાલમાં જણાવાયું હતું કે, શાકાહારી થાળીની કિંમત જાન્યુઆરીની તુલનાએ ફેબ્રુઆરીમાં પાંચ ટકા ઘટી છે.

બીજીતરફ માંસાહારી થાળીની કિંમત ફેબ્રુઆરી મહિનામાં વાર્ષિક આધાર પર છ ટકા વધીને 57.4 રૂપિયા થઇ ગઇ હતી.

વીતેલાં વર્ષે ફેબ્રુઆરી મહિનામાં માંસાહારી (નોનવેજ) થાળીની કિંમત 53 રૂપિયા હતા. જો કે, માસિક આધાર પર કિંમત ઘટી છે.

જાન્યુઆરી - 2025માં માંસાહારી થાળીના ભાવ 60.6 રૂપિયા હતા, એ જોતાં ફેબ્રુઆરીમાં પાંચ ટકા ઘટાડો થયો હતો.

ક્રિસીલના અહેવાલ અનુસાર ટમેટાં અને રાંધણગેસના ભાવોમાં ઘટાડો આવવાનાં કારણે શાકાહારી થાળીની કિંમત ઘટી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025