ગાઝા ઉપર કબજો કરી વિકાસ કરવાના પ્લાનનો વિરોધ : સ્કોટલેન્ડ સ્થિતિ સંપત્તિને નુકસાન
નવી
દિલ્હી, તા. 10 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્કોટલેન્ડ સ્થિત ટર્નબેરી
ગોલ્ફ રિસોર્ટમાં તોડફોડ કરવામાં આવી છે. ગાઝાને લઈને ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા
નિવેદનના જવાબમાં પેલેસ્ટાઈન સમર્થકો દ્વારા આ હરકત કરવામાં આવી છે. પેલેસ્ટાઈન એક્શન
નામના ગ્રુપ તરફથી તોડફોડની જવાબદારી લેવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ગાઝા
વેચવા માટે નથી.
પેલેસ્ટાઈન
એક્શન ગ્રુપ તરફથી કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પના ગાઝા ઉપર નિયંત્રણ કરવાના અને
પછી તેનો વિકાસ કરવાના પ્રસ્તાવની પ્રતિક્રિયામાં પગલું ભરવામાં આવ્યું છે. સમૂહે કહ્યું
હતું કે તેણે બ્રિટનના સૌથી મોંઘા ગોલ્ફ કોર્સને નિશાને લીધું છે જે ટ્રમ્પનું ટર્નબેરી
ગોલ્ફ રિસોર્ટ છે. અમેરિકી પ્રશાસન ઈઝરાયલને
હથિયાર આપી રહ્યું છે અને ગાઝામાં જાતિય સફાઈની યોજનામાં છે.