• ગુરુવાર, 29 મે, 2025

ઓમિક્રોનના નવા ચાર વેરિયન્ટ મળ્યા

મહારાષ્ટ્રમાં 45 કેસ, અમદાવાદમાં 17 કેસ નોંધાયા : સતર્ક રહેવા ICMRની અપીલ

નવી દિલ્હી, તા. ર7 : એશિયામાં એકાએક કોરોનાના કેસમાં વધારો થયા બાદ તેની અસર ભારતમાં પણ જોવા મળી છે અને કુલ સક્રિય કેસના આંકડામાં સતત ઉછાળો આવ્યો છે, બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ 43 કેસ વધ્યા છે, જેમાંથી મુંબઈમાં 35 કોવિડ કેસ નોંધાયા હતા, તો અમદાવાદમાં 17 મળી કુલ 76 દર્દી છે, જ્યારે નોયડામાં પાંચ, રાજસ્થાનમાં સાત નવા કેસ સામે આવ્યો હતા. ભારતમાં ઓમિક્રોનના 4 સબ વેરિયેન્ટ મળ્યા છે.

આઈસીએમઆરના મહાનિર્દેશક ડો. રાજીવ બહલે કહ્યું કે સંક્રમણને કારણે ગંભીરતાની સ્થિતિ હજુ નથી. લક્ષણો હળવા છે અને ચિંતાની કોઈ બાબત નથી. પશ્ચિમ અને દક્ષિણમાં નમૂનાઓનું જીનોમ પરીક્ષણ કરાતાં કોરોનાના નવા સ્વરૂપ ગંભીર નથી. તે ઓમીક્રોનના પેટા સ્વરૂપ એલએફ.7, એકસએફજી, જેએન.1 અને એનબી 1.8.1 છે.

ડો.બહલ અનુસાર કોરોના વાયરસના કેસમાં દેશમાં ઉછાળ આવ્યો છે. પહેલા દક્ષિણથી, પછી પશ્ચિમથી અને હવે ઉત્તરથી કેસ વધ્યા છે. તમામ કેસ પર નજર રાખવામાં આવી રહી છે. લોકોએ સતર્ક રહેવું જોઈએ.

ગુજરાતમાં એક પછી એક કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યના અનેક શહેરોમાં કોરોનાના કેસ વધતાં આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઈ ગયું છે. ત્યારે અમદાવાદમાં કોરોનાનો રાફળો ફાટ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ સામે આવતાં હડકંપ મચ્યો છે. ચાલુ માસમાં 89 કોરોનાના કેસ નોંધાયા હતા, જેમાંથી 13 દર્દીઓને રજા અપાઈ છે, ત્યારે હાલ અમદાવાદમાં 76 સક્રિય કેસ છે. હાલમાં બે દર્દી સારવાર હેઠળ છે, જ્યારે રાજકોટમાં કોરોનાના નવા 4 કેસ, બનાસકાંઠા જિલ્લામાં કુલ 8માંથી 2 કેસ પોઝિટિવ ઉમેરાતા હવે કુલ સક્રિય કેસની સંખ્યા ત્રણ થઈ છે. તમામ કોરોના પોઝિટિવ દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક