આટકોટની કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનાં લોકાર્પણ પ્રસંગે પ્રથમ સંતોને વંદન કર્યા બાદ બન્ને નેતાઓ મંચ પર બિરાજમાન થયા : કલાકો સુધી લોકો તડકામાં શેકાતાં રહ્યાં
રાજકોટ : આટકોટમાં શ્રી પટેલ સેવા સમાજ સંચાલિત કે.ડી. પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનાં નવા કેથલેબ (હૃદય રોગ વિભાગ) તથા બે નવા મોડયુલર ઓપરેશન થિયેટરનું આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
હોસ્પિટલની સામેના જ વિશાળ મેદાનમાં આ સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં બપોરનાં 3 વાગ્યાથી જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. ધોમધખતા તાપ વચ્ચે તેઓ મુખ્યમંત્રીના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતાં. મંચ પરથી ડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી. લોક ગાયીકા ગીતા રબારી અને લોક ગાયક રાજભા ગઢવીએ ગીતો રજૂ કર્યા હતાં. સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના આગમનની સાથે જ તેઓને ફૂલડે વધાવવામાં આવ્યા હતાં અને બન્નેને વિન્ટેજ કારમાં બેસાડીને મંચ સુધી લાવવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં 100 થી વધુ સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પ્રથમ તેઓને વંદન કર્યા બાદ જ મંચ પર ગયા હતાં. મંચ ઉપર ભાજપના અગ્રણીઓ તેમજ વિવિધ ક્ષેત્રનાં આગેવાનો દ્વારા ફૂલહાર, પાઘડી અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહમાં જસદણ તેમજ આસપાસના ગામ્ય પંથકમાંથી પણ બહોળી સંખ્યામાં લોકો ઉમટયા હતાં. જેઓ શેર કરો -