• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

પ્લેયર ઓફ ધ મન્થ તરીકે બુમરાહ નોમિનેટ

કમિન્સ અને પેટરસન રેસમાં

દુબઈ, તા.7 : ભારતીય ટીમનો મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહએ હાલમાં જ સંપન્ન થયેલ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની પ મેચની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર દેખાવ કરીને કુલ 32 વિકેટ લીધી હતી. બુમરાહ ડિસેમ્બર-2024 માટે સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે આઇસીસી તરફથી નોમિનેટ થયો છે. બુમરાહે ડિસેમ્બર મહિનામાં 3 ટેસ્ટમાં 14.22ની સરેરાશથી 22 વિકેટ ઝડપી હતી. આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે બુમરાહ સાથે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ અને દ. આફ્રિકી ઝડપી બોલર ડેન પેટરસન પણ રેસમાં છે.

કમિન્સે ડિસેમ્બરમાં ભારત સામે 3 ટેસ્ટમાં 17.64ની એવરેજથી 17 વિકેટ લીધી હતી. આ ઉપરાંત મેલબોર્ન ટેસ્ટમાં 49 અને 41 રનની નિર્ણાયક ઇનિંગ રમી હતી. પેટરસને ડિસેમ્બરમાં શ્રીલંકા અને પાકિસ્તાન સામે શાનદાર બોલિંગ કરી હતી અને આફ્રિકાની જીતમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. તેણે બે ટેસ્ટમાં 16.92ની સરેરાશથી 13 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક