ગિલની
સદી અને કોહલી-અય્યરની અર્ધસદી બાદ બોલરો ત્રાટકયા
ભારતના
356 રનના જવાબમાં ઇંગ્લેન્ડ ટીમ 214 રનમાં ડૂલ
અમદાવાદ
તા.12: વાઇસ કેપ્ટન શુભમન ગિલની શાનદાર સદી બાદ બોલરોના સહિયારા દેખાવથી ત્રીજા વન
ડેમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ ભારતનો 142 રને સંપૂર્ણ દબદબા સાથે ભવ્ય વિજય થયો હતો. ચેમ્પિયન્સ
ટ્રોફીની ઠીક પૂર્વે ટીમ ઇન્ડિયાએ 3 મેચની શ્રેણીમાં ઇંગ્લેન્ડનો 3-0થી સફાયો કરીને
વર્ચસ્વ જમાવ્યું છે. ભારતના પ0 ઓવરમાં 3પ6
રનના જવાબમાં ઇંગ્લેન્ડ ટીમ 34.2 ઓવરમાં 214 રને ઓલઆઉટ થઇ હતી. શુભમન ગિલ પ્લેયર ઓફ
ધ મેચ અને સિરીઝ જાહેર થયો હતો. તેણે આજે 112 રનની વિક્રમી ઇનિંગ રમી હતી. શ્રેણીમાં
તેના કુલ 2પ9 રન થયા હતા. જયારે વિરાટ કોહલીએ ફોર્મમાં વાપસી કરીને અર્ધસદી કરી હતી.
જયારે શ્રેયસ અય્યરે 78 રનની આક્રમક ઇનિંગ રમી હતી. બાદમાં અર્શદીપ, હર્ષિત, હાર્દિક
અને અક્ષરે 2-2 વિકેટ લીધી હતી.
ઇંગ્લેન્ડ
તરફથી કોઈ બેટર મોટી ઇનિંગ રમી શકયો ન હતો. પૂંછડિયા ખેલાડી ગસ એટકિન્સે સર્વાધિક
38 રનની ઇનિંગ રમી હતી. ડકેટ 34, સોલ્ટ 23, બેન્ટન 38, રૂટ 24, કપ્તાન બટલર 6, બ્રુક
24 અને લિવિંગસ્ટન 9 રને આઉટ થયા હતા.
અગાઉ
ઉપકપ્તાન શુભમન ગિલની સદીની મદદથી ભારતે પ0 ઓવરમાં 3પ6 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.
ગિલે વન ડે કેરિયરની સાતમી સદી ફટકારી હતી જ્યારે સ્ટાર બેટર વિરાટ કોહલીએ ફોર્મમાં
વાપસી કરીને વન ડે કેરિયરની 73મી અર્ધસદી કરી હતી. શ્રેયસ અય્યરે ફરી ફોર્મ ઝળકાવ્યું
હતું અને 78 રનની સ્ટ્રોકફૂલ ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડ તરફથી સ્પિનર આદિલ રશીદને
64 રનમાં 4 વિકેટ
મળી
હતી.
ભારતની
શરૂઆત ખરાબ રહી હતી. બીજી ઓવરમાં જ પાછલા મેચનો સદીવીર કપ્તાન રોહિત (1) આઉટ થયો હતો.
જો કે આ પછી શુભમન ગિલ અને વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડના બોલરોને હંફાવીને બીજી વિકેટમાં
107 દડામાં 116 રનની ભાગીદારી કરી હતી. કોહલી ક્રિઝ પર સેટ થયા બાદ પપ દડામાં 7 ચોક્કા-
છક્કાથી પ2 રને આઉટ થયો હતો. આ પછી શ્રેયસ અય્યર અને શુભમન ગિલે મળીને ત્રીજી વિકેટમાં
93 દડામાં 104 રનની ભાગીદારી કરી હતી. ગિલ સદી બાદ 112 રને આઉટ થયો હતો. તેણે 102 દડાની
ઇનિંગમાં 14 સંગીન ચોક્કા અને 3 ગગનચુંબી છક્કા ફટકાર્યાં હતા. શ્રેયસ અય્યર 64 દડામાં
8 ચોક્કા-2 છક્કાથી 78 રને આઉટ થયો હતો.
આઉટ
ઓફ ફોર્મ કેએલ રાહુલે ફોર્મ વાપસીની કોશિશ કરી હતી અને 29 દડામાં 3 ચોક્કા-1 છક્કાથી
40 રન કર્યાં હતા. ડેથ ઓવર્સમાં ભારતે સમયાંતરે વિકેટો ગુમાવી હતી. હાર્દિક 17, અક્ષર
13, સુંદર 14, રાણા 13 રને આઉટ થયા હતા. ઇનિંગના આખરી દડે અર્શદીપ (2) રનઆઉટ થયો હતો
અને ભારતના પ0 ઓવરમાં 3પ6 રન થયા હતા.
ઇંગ્લેન્ડ
તરફથી રશીદની 4 વિકેટ ઉપરાંત વૂડને 2 વિકેટ મળી હતી. ભારતીય ઇલેવનમાં વોશિંગ્ટન સુંદર,
કુલદીપ યાદવ અને અર્શદીપને તક અપાઇ હતી. શમી, જાડેજા અને ચક્રવર્તીને રેસ્ટ અપાયા હતા.