વર્લ્ડ
ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ફ્રન્ટલાઇન ફાસ્ટ બોલર્સ વિના ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉતરશે
મેલબોર્ન,
તા.12: ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક વ્યક્તિગત કારણોસર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખસી ગયો છે.
આથી આઇસીસીની આ ટૂર્નામેન્ટ પૂર્વે ઓસ્ટ્રેલિયાને વધુ એક મોટો ફટકો પડયો છે. ઓસ્ટ્રેલિયાની
ટીમમાં વ્યાપક ફેરફાર થયા છે અને કપ્તાની અનુભવી બેટર સ્ટીવન સ્મિથને સોંપવામાં આવી
છે.
ચેમ્પિયન્સ
ટ્રોફીની ઓસ્ટ્રેલિયાની અગાઉ જાહેર થયેલ ટીમમાંથી નિયમિત કપ્તાન પેટ કમિન્સ, ઝડપી બોલર
જોશ હેઝલવૂડ, ઓલરાઉન્ડર મિચેલ માર્શ અને માર્કસ સ્ટોઇનિસ અને હવે મિચેલ સ્ટાર્ક બહાર
થયા છે. સ્ટોઇનિસે વન ડેમાંથી સંન્યાસ જાહેર કર્યો છે અને સ્ટાર્ક અંગત કારણનો હવાલો
આપીને ખસી ગયો છે. જયારે કમિન્સ, હેઝલવૂડ અને માર્શ ઇજાગ્રસ્ત છે. આથી 19 ફેબ્રુઆરીથી
શરૂ થતી ચેમ્પિયન્સ ટ્રોફીમાં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ટીમ તેના ફ્રન્ટલાઇન ફાસ્ટ
બોલરો વિના ઉતરશે. સ્ટાર્કે ચાહકોને પોતાની અંગત કારણનું સન્માન જાળવવા અપીલ કરી છે.
લગભગ તેની પત્ની અને મહિલા ક્રિકેટર એલિસા હિલી નાદુરસ્ત છે. ટીમમાં નિયમિત કપ્તાન
કમિન્સ અને વાઇસ કેપ્ટન માર્શ ન હોવાથી સ્ટીવન સ્મિથ ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ સંભાળશે.
જેને કપ્તાનીમાં તાજેતરમાં શ્રીલંકા સામે 2-0થી જીત મેળવી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની
ઓસ્ટ્રેલિયાની ટીમમાં શોન એબોટ, નવોદિત બેન ડવારશુઇસ, જેક ફ્રેઝર મેકગર્ક, સ્પેંસર
જોનસન અને તનવીર સંઘાનો સમાવેશ કરાયો છે.
ઓસ્ટ્રેલિયા
ટીમ: સ્ટીવન સ્મિથ (કેપ્ટન), એલેકસ કેરી, શોન એબોટ, બેન ડવારશુઇસ, નાથન એલિસ, જેક ફ્રેઝર
મેકગર્ક, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લીશ, સ્પેંસર જોનસન, માર્નસ લાબુશેન, ગ્લેન
મેકસવેલ, તનવીર સંઘા, મેથ્યૂ શોર્ટ અને એડમ ઝમ્પા.