નવી
દિલ્હી, તા. 8 : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલ મેચ બાદ ભારતીય
ક્રિકેટનો એક મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. આ નિર્ણય 2027ના વનડે વિશ્વકપ અને આગામી
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના તબક્કા અંગે હોય શકે છે. વધુમાં રોહિત શર્માના ભારતીય ક્રિકેટમાં
ભવિષ્ય અંગે નિર્ણય થશે. બીસીસીઆઈ આગામી બે વર્ષની યોજના બનાવતા એક સ્થિર કેપ્ટન બનાવવા
માટે ઈચ્છુક છે.
એક
અંગ્રેજી અખરારના રિપોર્ટ અનુસાર વનડે અને ટેસ્ટમાં રોહિતની કેપ્ટનશિપ અંગે ચર્ચા કરવી
થોડી મુશ્કેલ રહેશે અને બોર્ડે નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અંગે કોઈ એલાન પણ હજી કર્યું
નથી. બીસીસીઆઈ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે થનારા ફાઈનલની રાહ જોઈ રહ્યું છે. આગળ કહેવામાં
આવ્યું છે કે મુખ્ય પસંદગીકર્તા અજીત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે બોર્ડ અને કેપ્ટન
રોહિત શર્મા સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી પરત ફર્યા બાદ આ મામલે વાતચીત કરી લીધી છે.
સૂત્રો અનુસાર રોહિત શર્મા પણ સહમત થયો હતો કે ચેમ્પિયન્સ ટ્રોફી સમાપ્ત થયા બાદ આગળનો
રોડમેપ તૈયાર થવો જોઈએ.