• બુધવાર, 12 માર્ચ, 2025

રોહિતનો સતત 12 વખત ટોસ હારવાનો નવો રેકોર્ડ

દુબઇ, તા.9: ભારતીય કપ્તાન રોહિત શર્માનો ટોસ હારવાનો ક્રમ આજે ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં પણ યથાવત રહ્યો હતો. કપ્તાન રોહિત સતત 12મી વખત ટોસ હાર્યો હતો. નવેમ્બર-2027 વિશ્વ કપ ફાઇનલથી રોહિત શર્માનો ટોસ હારવાનો ક્રમ ચાલુ છે. આ સાથે જ રોહિતે વનડે ફોર્મેટમાં સતત સૌથી વધુ 12 વખત ટોસ હારવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કપ્તાન બ્રાયન લારાએ વનડે ક્રિકેટમાં સતત 12 વખત ટોસ હારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે ઓકટોબર -1998થી મે-1999 ટોસ સુધી ગુમાવ્યા હતા.

જ્યારે નેધરલેન્ડનો પૂર્વ કેપ્ટન પીટર બોરેન માર્ચ 2011 થી ઓગસ્ટ 2013 સુધી સતત 11 વખત ટોસ હાર્યો હતો. ભારતીય ટીમ વન ડેમાં સતત 15મી વખત ટોસ હારી છે. રોહિત 12 અનઇનચાર્જ કેપ્ટન કે.એલ. રાહુલ 3 વખત ટોસ હાર્યો હતો. ફાઇનલમાં ભારતીય ઇલેવનમાં ફેરફાર થયો ન હતો. જ્યારે ન્યુઝીલેન્ડની  ટીમમાં ઇજાને લીધે મેટ હેનરી રમી શકયો ન હતો. તેના સ્થાને નાથન સ્મિથને તક મળી હતી.

ફાઇનલમાં ટોસ બન્યો બોસ

ન્યુઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેંટનરે આજે ફાઇનલમાં ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી. રોહિત શર્મા સતત 12મી વખત ટોસ હાર્યો હતો. રોહિતના ટોસ હારવા સાથે એક દિલચશ્પ સંયોગ બન્યો હતો. 2006થી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ટોસ હારનાર ટીમે ખિતાબ જીત્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી અત્યાર સુધી 8 વખત રમાઇ છે. જેમાં ટોસ જીતનાર ટીમ ત્રણ વખત વિજેતા બની છે. 2002માં ભારત-શ્રીલંકા સંયુક્ત વિજેતા બન્યું હતું ત્યારે વરસાદને લીધે ફાઇનલ મેચ રદ થયો હતો. જ્યારે ટોસ હારનાર ટીમ ચાર વખત ચેમ્પિયન બની છે. હવે આ વખતે ભારતીય ટીમે ટોસ ગુમાવ્યો છે. ફાઇનલમાં ફરી એકવાર શું ટોસ બનશે બોસ ?

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025