લખનઉ, તા.9: મહિલા પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ)ના ગઇકાલ રાત્રે રમાયેલા હાઇ સ્કોરનાં મેચમાં યુપી વોરિયર્સ ટીમનો 12 રને વિજય થયો હતો. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમની સતત પાંચમી હાર થઇ હતી અને પ્લેઓફની રેસમાંથી બહાર થઇ હતી. બીજી તરફ મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટસ ટીમે પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે.
યુપી
વોરિયર્સે 20 ઓવરમાં 5 વિકેટે 225 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જોર્જિયા વોલ ડબલ્યુપીએલ
ઇતિહાસની પ્રથમ સદી ફકત 1 રન છેટી રહી હતી. જોર્જિયા વોલ 56 દડામાં 17 ચોક્કા- 1 છક્કાથી
99 રને નોટ આઉટ રહી હતી. જ્યારે ગ્રેસ હેરિ રને 39, કિરણ નવગિરેએ 45 રને શિનલ હેનરીએ
19 રનની ઝડપી ઇનિંગ રમી હતી.
226
રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા આર.સી.બી.
ટીમ 19.3 ઓવરમાં 213 રને ઓલ આઉટ થઇ હતી. જેમાં ઋચા ઘોષના 33 દડામાં 6 ચોક્કા-5 છક્કાથી
69 રન મુખ્ય હતા. એલિસ પેરીએ 28, એસ. મેઘનાએ 27 અને સ્નેહ રાણાએ 26 રન કર્યા હતા. યુપી
તરફથી કપ્તાન દીપ્તિ શર્મા અને સોફી એકલસ્ટને 3-3 વિકેટ લીધી હતી.