ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેના ફાઈનલમાં દુબઈ સ્ટેડિયમમાં સેલિબ્રિટીનો જમાવડો થયો હતો. ચેઝ માસ્ટર વિરાટ કોહલી ફકત એક રને આઉટ થતાં અનુષ્કા શર્મા નિરાશ થઈ હતી. બીજી તરફ કપ્તાન રોહિત શર્માની અર્ધસદી બાદ તેની પત્ની રિતિકા ખુશ જોવા મળી હતી. જયારે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહેલ સ્પીનર યજુર્વેન્દ્ર ચહલ તેની પત્ની ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડાની ખબર વચ્ચે સ્ટેડિયમમાં નવી ગર્લફ્રેન્ડ આર.જે. મહાવેશ સાથે જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાની એક ચાહકે ફિલ્મ પુષ્પા સ્ટાઈલથી પોઝ આપ્યો હતો.