-ચેમ્પિયન્સ ટ્રોફીની જીત દેશને સમર્પિત કરી
દુબઇ
તા.10: ભારતીય કપ્તાન રોહિત શર્માએ પોતાની કેરિયરને લઇને ચાલી રહેલી તમામ અટકળો રવિવારે
ચેમ્પિયન્સ ટ્રોફીની જીત પછી નકારી દેતા કહ્યંy કે તે હાલમાં વન ડે ક્રિકેટને અલવિદા
કહેવાના મૂડમાં નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસની નિષ્ફળતા પછીથી કપ્તાન રોહિત શર્માને કેરિયર
પર સવાલ સજાર્યા હતા. પરંતુ હવે ચેમ્પિયન્સ ટ્રોફીની જીત તેના માટે સંજીવની બની છે.
રોહિતે ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામેની 4 વિકેટેની જીત બાદની પત્રકાર પરિષદમાં ભારપૂર્વક
કહ્યંy કે હું વન ડે ફોર્મેટમાંથી સંન્યાસ લઇ રહ્યો નથી. કૃપા કરીને અફવા ન ફેલાવો.
ઈવિષ્યની યોજના વિશેના સવાલ પર રોહિતે જણાવ્યું કે કોઇ ફયૂચર પ્લાન નથી. જે ચાલી રહ્યંy
છે તે ચાલવા દ્યો.
કપ્તાન
રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફી જીત દેશને સમર્પિત કરતા કહ્યંy કે આ વિજય પૂરા દેશ
માટે છે. કારણ કે મને ખબર છે કે પૂરો દેશ અમારી સાથે છે. જયારે આપ કોઇ ટૂર્નામેન્ટનો
ફાઇનલ જીતો છો, ત્યારે પૂરા દેશમાં ઉજવણી થાય છે. કોઇ પણ ટૂર્નામેન્ટમાં અમને દેશવાસીઓનું
સમર્થન મળે છે.
રોહિતે
કહ્યંy કે આ એક મોટી ઉપલબ્ધિ છે. આથી ખબર પડે છે કે આ ટીમની ઉંડાઇ કેટલી છે. અમે વન
ડે વર્લ્ડ કપનો ફાઇનલ હાર્યાં હતા. આ પછી અમે ટી-20 વિશ્વ કપ અને અહીં એક પણ મેચ હાર્યા
નહીં અને ખિતાબ જીતી રહ્યા છીએ. બે આઇસીસી ટ્રોફી જીતવી આ ટીમની મોટી ઉપલબ્ધિ છે.
ફાઇનલ
મેચની રણનીતિ પર રોહિતે જણાવ્યું કે પાવરપ્લેમાં આક્રમક બેટિંગનો નિર્ણય લક્ષ્યને ધ્યાનમાં
રાખીને લીધો હતો. મેં આજે કાંઇ અલગ કર્યું નથી. હું પાછલા ત્રણ-ચાર મેચથી આવું જ કરી
રહ્યો છું. મને ખબર છે કે પાવરપ્લેમાં રન કરવા કેટલા મહત્વના છે. કારણ કે આપણે જોયું
છે કે 10 ઓવર બાદ ફીલ્ડ ફેલાઇ છે અને સ્પિનરોના આવવાથી રન કરવા મુશ્કેલ બને છે. પિચ
ધીમી હતી આથી રન કરવા વધું કઠિન બન્યા હતા. આથી શરૂઆતમાં જ સાહસિક બેટિંગની જરૂર હતી.
મેં એવા બોલરોને પસંદ કર્યાં જેની સામે રન કરી શકાય. આ રણનીતિથી જલ્દીથી રન બને છે.
10 ઓવર પછી મેં મારી શૈલિમાં થોડો ફેરફાર કર્યોં હતો. કારણ કે ક્રિઝ પર ટકીને રમવાનું
હતું. કપ્તાન રોહિતે સ્વીકાર્યું કે જીતમાં યોગદાન આપવાથી અલગ સંતોષ મળે છે.
કેએલ
રાહુલને છઠ્ઠા નંબર પર બેટિંગમાં મોકલવાના નિર્ણય પર ઘણી ચર્ચા ચાલી હતી. જેના પર કપ્તાને
કહ્યંy અમને ખુશી છે કે તે નવી ભૂમિકામાં રન કરી રહ્યો છે. તે દબાણનો બખૂબી સામનો કરી
રહ્યો છે. અમે શાંત બેટધર મધ્યક્રમમાં ઇચ્છતા હતા અને અક્ષરનો ઉપયોગ પર મધ્યક્રમમાં
કરવા માંગતા હતા.