-
હરીફ ટીમ ન્યુઝીલેન્ડ અને
દોસ્ત વિલિયમ્સનની પ્રશંસા કરી
દુબઇ
તા.10: સ્ટાર બેટર વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી કહ્યંy છે કે ભારતીય
ડ્રેસિંગ રૂમમાં ગિલ, શ્રેયસ અને રાહુલ જેવા ઘણા પ્રતિભાશાળી ક્રિકેટર છે. કોહલીનું
માનવું છે કે ભારત પાસે આવતા 8 વર્ષ સુધી દુનિયાભરની ટીમનો સામનો કરવા માટે મજબૂત ટીમ
છે. કોહલીએ કહ્યંy આપ જયારે સંન્યાસ લો છો ત્યારે આપ ઇચ્છો છો કે આપની ટીમ સારી સ્થિતિમાં
હોય. જે આવતા 8 વર્ષ સુધી દુનિયાભરની ટીમનો સામનો કરી શકે. શુભમન, શ્રેયસ સહિતના યુવા
ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાં શાનદાર દેખાવ કર્યોં. કેએલ રાહુલ મેચ ફિનિશ કરી રહ્યો છે.
હાર્દિક પણ બેટથી યોગદાન આપી રહ્યો છે.
કોહલીએ
કહ્યંy કે ચેમ્પિયન્સ ટ્રોફીની જીત કેટલીક હદે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મળેલી ટેસ્ટ શ્રેણી
હારની હતાશામાંથી બહાર આવવામાં મદદ કરશે. અમે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી સફળ પુનરાગમન
કરવા માંગતા હતા અને મોટી ટૂર્નામેન્ટ જીતવા માંગતા હતા. અંત: એ કરી શકયા. જે એક શાનદાર
અહેસાસ છે.
વન
ડે ફોર્મેટ સંન્યાસ વિશેના સવાલ પર કોહલીએ કોઇ યોજના જાહેર કરી ન હતી. આ તકે કોહલીએ
ફાઇનલની હરીફ ટીમ ન્યુઝીલેન્ડની પણ પ્રશંસા કરી હતી અને કહ્યંy અમે આશ્ચર્યચકિત છીએ.
તે વર્ષોથી સીમિત ખેલાડીઓ છતાં કંઇક કરે છે. તેઓ પોતાની પ્રતિભાનો અધિકત્તમ ઉપયોગ કરે
છે. તેઓ એક યોજના હેઠળ મેદાનમાં ઉતરે છે અને તેને અમલી બનાવે છે. વિશ્વ ક્રિકેટમાં
અન્ય કોઇ ટીમ ન્યુઝીલેન્ડની જેમ મેદાન પર પોતાની યોજના અમલી કરી શકતું નથી. તે દુનિયાની
સર્વશ્રેષ્ઠ ફિલ્ડીંગ ટીમ છે. મારા સૌથી સારા દોસ્ત કેન વિલિયમ્સનને હારતો જોવો થોડું
દુ:ખદ છે.