• ગુરુવાર, 29 મે, 2025

સૌરાષ્ટ્ર પ્રો. T-20 લીગનો 7 જૂનથી પ્રારંભ

પાંચ ટીમ વચ્ચે ટક્કર : ભવ્ય ઓપનિંગ સેરેમનીનું આયોજન : તમામ મેચનું લાઈવ પ્રસારણ થશે

રાજકોટ, તા.ર6: પાછલા બે-ત્રણ વર્ષથી ઠપ્પ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ ટી-ર0 ટૂર્નામેન્ટ ફરી નવા રૂપ-રંગ સાથે શરૂ થશે.

જેથી સૌરાષ્ટ્રના હોનહાર યુવા ક્રિકેટરોને ટી-ર0 ફોર્મેટમાં પોતાની પ્રતિભા દર્શાવવાનું પ્લેટફોર્મ મળી રહે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તા.7 જૂનથી ર0 જૂન સૌરાષ્ટ્ર પ્રો ટી-ર0 લીગનું આયોજન થયું છે. ટૂર્નામેન્ટનાં તમામ મેચ જામનગર રોડ સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. દર્શકોને નિ:શૂલ્ક પ્રવેશ મળશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.નાં પ્રમુખ જયદેવ શાહ અને સેક્રેટરી હિમાંશુ શાહે પત્રકાર પરિષદમાં લીગ સંબંધે સવિસ્તાર માહિતી આપી હતી.

સૌરાષ્ટ્ર પ્રો ટી-ર0 લીગમાં પાંચ ટીમ હશે. જેમાં અનમોલ કિંગ્સ હાલાર, આર્યન સોરઠ લાયન્સ, ગોહિલવાડ ટાઈટન્સ, ઝાલાવાડ સ્ટ્રાઈકર્સ અને જેએમડી કચ્છ રાઈડર્સ હશે અને દરેક ટીમ 8 મેચ રમશે.

આરિવા સ્પોર્ટ્સ એન્ટરટેનમેન્ટ કંપની લીગને મેનેજમેન્ટ કરશે.

7મી જૂનનાં પ્રથમ મેચ રમાશે. એ પહેલા ભવ્ય ઓપનિંગ સેરેમનીનું પણ આયોજન કરાયું છે. આ ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સિંગર આવે તેવા પ્રયાસો થઈ રહ્યાં છે. સૌરાષ્ટ્ર પ્રો ટી-ર0 લીગનું લાઈવ પ્રસારણ જિયો હોટસ્ટાર ડિજિટલ પ્લેટફોર્મ અને ડીડી નેશનલ ચેનલ પર થશે. આ લીગ માટે આકાશ ચોપરા, મોન્ટી પાનેશર, એસ.શ્રીસંથ, ચેતન શર્મા જેવા પૂર્વ ખેલાડીઓ કોમેન્ટરી કરશે. સૌરાષ્ટ્ર પ્રો ટી-ર0 લીગમાં મીની આઈપીએલ જેવો માહોલ છવાશે જેમકે મ્યુઝિક રહેશે, ચિયર લીડર, ડ્રોન શો અને આતશબાજી થશે.  સૌરાષ્ટ્ર પ્રો ટી-ર0 લીગમાં ખેલાડીઓની હરાજી થશે નહીં. ડ્રાફ્ટ સિસ્ટમથી પાંચ ટીમ બનશે. જે મંગળવારે હોટલ સયાજીમાં યોજાશે. પાંચ ટીમો એક સરખી બેલેન્સ રહે તેથી ડ્રાફ્ટ સિસ્ટમ યોજાશે અને તેની ઓક્શન નથી કરવામાં આવ્યું.

લીગમાં તમામ 1રપ ખેલાડીઓ, કોચ સૌરાષ્ટ્રનાં જ રહેશે. એક ટીમે મેન્ટોર તરીકે લાન્સ ક્લુઝનરને લાવશે.

સૌરાષ્ટ્ર પ્રો ટી-ર0 લિગ વિશે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. પ્રમુખ જયદેવ શાહ, સૌરાષ્ટ્ર પ્રો ટી-ર0 લીગ ચેરમેન જયવીર શાહ, જોઈન્ટ સેક્રેટરી કરણ શાહ, ટ્રેઝેરર શ્યામ રાયચુરા અને સેક્રેyટરી હિમાંશુ શાહ હાજર રહ્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક