• ગુરુવાર, 29 મે, 2025

IPL સમાપન સમારોહ ઓપરેશન સિંદૂર સમર્પિત હશે

ભારતીય સેનાના શૌર્યને સલામી કરશે BCCI : સેનાની ત્રણેય પાંખના વડાને આમંત્રણ

મુંબઇ, તા.27: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ આઇપીએલ-202પ સીઝનનો સમાપન સમારોહ ઓપરેશન સિંદૂરને સમર્પિત કરવાનું જાહેર કર્યું છે. તા. 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મેચ અગાઉ 4પ મિનિટનો સમાપન સમારોહ યોજશે. જે ભારતીય સેનાને નામે કરવાનો નિર્ણય બીસીસીઆઈએ લીધો છે. આ માટે બીસીસીઆઇએ ત્રણેય સેના પાંખના વડા અને બીજા આર્મી અધિકારીઓ અને સૌનિકોએ આઇપીએલના સમાપન સમારંભમાં હાજર રહેવા માટે આમંત્રણ મોકલ્યા છે.

પહલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર તળે પાક. સ્થિત આતંકી અડ્ડાઓ પર હવાઇ હુમલા કર્યાં હતા. બન્ને દેશ વચ્ચેની યુદ્ધની સ્થિતિને લીધે 9 મેના રોજ આઇપીએલ 10 દિવસ માટે સ્થગિત થયું હતું.

બીસીસીઆઈના સેક્રેટર દેવજીત સૈકિયાએ જણાવ્યું કે અમે ત્રણેય સેનાના પ્રમુખો અને ટોચના આર્મી અધિકારીઓ અને સૈનિકોનો અમદાવાદમાં રમાનાર ફાઇનલ મુકાબલામાં હાજર રહેવા આમંત્રણ પાઠવ્યા છે. ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી માનવવાનો અમારો આ પ્રયાસ છે. જેની ઝલક સમાપન સમારોહમાં રજૂ થશે. જે ભારતીય સેનાના પરાક્રમને સમર્પિત હશે. બીસીસીઆઇએ આપણા નાયકોનું સન્માન કરવાનો ફેંસલો લીધો છે.

એવું પણ જાણવા મળે છે કે આઇપીએલના સમાપન સમારોહમાં બોલિવૂડના ટોચના કલાકારો, ગાયકો અને સંગીતકારો ઉપસ્થિત રહેશે અને દેશભક્તિ આધારિત રંગારંગ કાર્યક્રમ રજૂ કરશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક