માલઢોર ચરાવતી વેળાએ સર્જાયેલી કરુણાંતિકાથી ગામમાં શોક
સુરેન્દ્રનગર,
તા.28: સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં ચમારડી નદીના પાણીના પ્રવાહમાં દાદા-પૌત્ર તણાઈ
જતા બન્નેના મૃત્યુ નિપજ્યા છે માલઢોર ચરાવતી વેળાએ પાણીમાં ગરકાવ થયેલા પૌત્રને બચાવવા
જતા દાદાએ પણ જીવ ગુમાવ્યો હતો દાદા પૌત્રના મૃત્યુથી નાના એવા ગામમાં શોક વ્યાપી ગયો
છે.
પ્રાપ્ત
વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચમારડી ગામે રહી પશુપાલનનો વ્યવસાય
કરતા માલધારી કરણભાઇ કાનાભાઇ ચાવડા અને તેનો પૌત્ર નરેશ ડોલાભાઇ ચાવડા બન્ને ચમારડી
ગામની સીમમાં વાંસળ નદી પાસે માલઢોર ચરાવતા હતા. ત્યારે પાણીમાં પૌત્ર તણાઈ જતા તેને
બચાવવા માટે દાદાએ પણ પાણીમાં ઝંપલાવ્યું હતું પરંતુ બન્ને ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા
હતા. બનાવની જાણ થતા તુરંત તરવૈયાઓ અને પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને બન્નેને બહાર
કાઢયા હતા અને ચુડા હોસ્પિટલે ખસેડયા હતા પરંતુ ફરજ પરના તબીબોએ જોઈ તપાસી બન્નેને
મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે સમાજના આગેવાનો અને લોકો પણ બહોળી સંખ્યામાં હોસ્પિટલે
દોડી આવ્યા હતા.
પોલીસે
નિવેદન નોંધી બન્નેના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી દાદા પૌત્રના મૃત્યુથી પરિવારજનોના
હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ ગઈ હતી. સર્જાયેલી કરુણાંતિકાને પગલે નાના એવા ગામમાં શોકની
કાલિમા છવાઈ ગઈ હતી.