રિક્ષાચાલકે
અન્ય શખસો સાથે મળી હુમલો કરતા 3ને ઈજા
જૂનાગઢ,
તા.ર7: મોટી ઘંસારીના પાટીયા નજીક બળદ આશ્રમ પાસે રહેતા વિનોદ છગન સોલંકીના ઘરે પ્રસંગ
હોય તેથી મહિલાઓ મંદિરના ઓટે બેઠા હતા ત્યારે તે જ ગામના રિક્ષાચાલક વિજલો પોતાની રિક્ષા
સાથે આવી ત્યાં ઉભી રાખી ટેપ વગાડતા તેને ના પાડતા બોલાચાલી થઈ હતી.
બાદમાં
ત્યાંથી જતો રહ્યા બાદ થોડીવારમાં ખાન, મુની, વિજલો તથા રણજીત પરમાર આવી લાકડાના ધોક્કાવડે
હુમલો કરતા છોડાવવા વચ્ચે પડેલ ભાનુબેન, પરેશ લખુભાઈ સહિતનાને ઈજા પહોંચાડી છરી બતાવી
જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. આ અંગે વિનોદ સોલંકીએ કેશોદ પોલીસમાં ફરિયાદ
નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.