• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

તળાજામાં દુકાનદારની નજર ચૂકવી રૂ.40 હજાર ભરેલા થેલાની ઉઠાંતરી

ગ્રાહકના સ્વાંગમાં બાળક સાથે આવેલી બે મહિલા સીસીટીવીમાં કેદ

તળાજા,તા.27 : તળાજાની શાક માર્કેટમાં વેપારીનો તસ્કર ટોળકીની બે મહિલાએ એક બાળકને સાથે રાખી ચપળતાપૂર્વક દુકાનમાં રાખેલો રૂપિયા ભરેલો થેલો ઉઠાવી લીધો હતો. તસ્કર ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થતા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

તળાજા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભરત ઠંઠના પિતરાઈ ભાઈ શૈલેષ સવજીભાઈ ઠંઠની શાક માર્કેટમાં ભગવતી કટલેરી નામની દુકાન આવેલી છે. શૈલેષભાઈ બપોરે ઘરે જમવા ગયા હતા.એ સમયે વિજયભાઈ ગલાણી દુકાન સંભાળતા હતા. આ સમયે બે મહિલા એક સગીર સાથે ગ્રાહકના સ્વાંગમા દુકાને આવી દુકાનમાં રહેલી વસ્તુઓ જોવા લાગી હતી તેમજ અન્ય વસ્તુઓ બતાવો કહેતા વિજયભાઈ વસ્તુ લેવા ગયા અને પળવારમાં જ દુકાનની અંદરની બાજુએ રૂ.40,000 ભરેલા પર્સ લઈને રફૂચકર થઈ ગયા હતા. મહિલા ગયાને થોડી જ વારમાં દુકાન માલિક શૈલેષભાઈ આવી રૂપિયા રાખેલો થેલો જોવા ન મળતા માણસને પૂછતા તેઓએ સઘળી હકીકત જણાવતા ઉઠાવગીર મહિલાઓની શોધખોળ હાથ ધરી હતી. પોલી ને જાણ કરતા સીસીટીવી ફૂટેજમાં મહિલાઓ જોવા મળી હતી. જેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક