આ વાયરસની
14 વર્ષથી નાના બાળકો અને વડીલોમા અસર થવાની શકયતાઓ વધુ
રાજ્યની
હોસ્પિટલોને સચેત રહેવા માટે આદેશ
અમદાવાદ,
તા. 7: (ફૂલછાબ ન્યુઝ) HMPV વાયરસ અંગે રાજયના આરોગ્ય વિભાગે લોકોને સચેત રહેવાની સલાહ
આપી છે. આ અંગે વધુમાં અધિક નિયામક જાહેર આરોગ્ય ડૉ. નીલમ પટેલે જણાવ્યું હતુ કે વાયરસના
કારણે કોઈએ ડરવાની જરૂર નથી. જોકે તેના માટે સાવચેતી જરૂરી છે પણ ડરની સ્થિતિ નથી.
કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પગલાંઓ લઈ રહી છે. આગમચેતીના ભાગરૂપે
રાજ્ય સરકાર તમામ તૈયારીઓ કરી છે. ગુજરાતમાં માત્ર એક જ કેસ પોઝિટિવ જોવા મળ્યો છે.
આ વાયરસની 14 વર્ષથી નાના બાળકો અને વડીલોમા અસર થવાની શકયતાઓ વધુ છે. આ માટે રાજ્યની
હોસ્પિટલોને સચેત રહેવા માટે આદેશ આપ્યા છે.
દરમિયાનમાં
ઇંખઙટ વાયરસને લઈને અમદાવાદમાં એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં તૈયારી કરવામાં
આવી છે. વાયરસને લઈને હોસ્પિટલમાં 15 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે
જેમાં વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા રાખવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 25 જેટલી
ટેસ્ટીંગ કીટ રાખવામાં આવી છે. જેમાં આજે વધુ કીટ ખરીદવામાં આવશે. આ ઉપરાંત દવા અને
ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં છે. ડોક્ટરની પણ ટીમ સ્ટેન્ડબાય છે. અત્યારે રોજ 250થી
300 બાળ દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવે છે. 32 બાળ દર્દીને વાયરલ ઇન્ફેક્શન છે. જ્યારે
ઓક્સિજનની 20 હજાર લિટરની બે ટેન્ક સિવિલ હોસ્પિટલમાં છે.
સિવિલ
હોસ્પિટલમાં ઇંખઙટ વાયરસમાં ટેસ્ટીંગ માટેની પણ કીટ છે. અત્યાર સુધી 25 જેટલી કીટ છે.
આ ઉપરાંત આજે વધુ કીટ ખરીદવામાં આવશે. જે પ્રમાણેની જરૂરિયાત હશે તે પ્રમાણેની કીટ
રોજ ખરીદવામાં આવશે. દર્દીને ટેસ્ટ કરીને પાંચથી છ કલાકમાં રિપોર્ટ પણ આપી દેવામાં
આવશે. અત્યારે શરૂઆતમાં 15 જેટલા બેડ તૈયાર કરવામાં આવ્યા છે, પરંતુ જો દર્દી દાખલ થાય અને વધુ જરૂરિયાત ઊભી થશે તો વધુ બેડ પર
તૈયાર કરવામાં આવશે.
સિવિલ
હોસ્પિટલના સુપરિટેન્ડન્સ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની
પણ પૂરતી ટીમ છે. પીડિયાટ્રિક ડોક્ટરની ટીમ તથા મેડિસિનના ડોક્ટરની અલગ અલગ યુનિટ હાજર
છે. દવાઓનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં છે. દર્દીઓને જે પ્રમાણેના લક્ષણ જણાય તે પ્રમાણેની
દવા આપવામાં આવશે.