ટ્રમ્પની
જેવા સાથે તેવા કરની ઘોષણા સાથે જ શેરબજારો આઠમા દિવસેય તૂટયાં
સ્મોલકેપમાં
1522 અને મિડકેપમાં 1056 અંક તૂટતાં રોકાણકારોના કપાળે ચિંતા
આઠ દિવસમાં
રોકાણકારોના 25.31 લાખ કરોડ થયા સ્વાહા
મુંબઈ,
તા.14 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે
જે દેશ અમેરિકાની વસ્તુ પર જેટલો કર લગાવશે, અમેરિકા પણ તે દેશની વસ્તુ પર તેટલો
જ કર લાદશે એમ કહેવાની સાથે ભારત અન્ય દેશોની સરખામણીએ વધુ કર વસૂલતો હોવાનું કહેતાં
જ સેન્સેક્સ સતત આઠમા દિવસે તૂટીને 199.76 અંક નીચો રહી 76 હજારના સ્તરને પણ તોડીને
75939.21 બંધ આવ્યો હતો વિદેશી રોકાણકારો આક્રમકતાથી
વેચવાલ બન્યા હોવાને કારણે મિડકેપ અને સ્મોલકેપ આજે પણ મોટા ધોવાણનો ભોગ બન્યા હતા.
બંનેમાં ત્રણ ટકાથી વધુ સુધીના ઘટાડાએ નાના રોકાણકારોના ગભરાટને વધારવાનું કામ કર્યું
છે. સેન્સેક્સમાં આજે 7.07 લાખ કરોડની રોકાણકારોની મૂડી સાફ થઈ હતી. એનએસઈ પણ 102.15
અંક તૂટીને 23હજારની નીચે આવી ગયો હતો.
સેન્સેક્સમાં
અફડાતફડીની સૌથી વધુ અસર નાના રોકાણકારોની મૂડી જેમાં વધુ હોય છે તેવા મિડ અને સ્મોલ
કેપ શેરોને પહોંચી હતી. આ બંનેના ઈન્ડેક્સ તેની સર્વોચ્ચ સપાટીથી 18 ટકા કરતાં પણ વધુ
નીચે આવી જતાં મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી રોકાણ કરનારા વર્ગને મુંઝારો જારી રહ્યો છે.
મિડકેપ
1056.32 (2.59 ટકા) તૂટીને 39731.79 જ્યારે સ્મોલકેપ 1522.44 (3.24 ટકા) ગગડીને
45411.25 આવી ગયો હતો.
છેલ્લ
આઠ દિવસમાં સેન્સેક્સ 2644.60 (3.66 ટકા) અને નિફ્ટી 810 (3.41 ટકા) તૂટી પડયા છે અને
આઠ દિવસમાં કુલ 25.31 લાખ કરોડ સ્વાહા થયા છે.