બીજા
જથ્થા સાથેનું વિમાન આજે અમૃતસર લેન્ડ થઈ શકે, 8 ગુજરાતી સામેલ
અમૃતસર,
તા.14 : વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત વચ્ચે અમેરિકાએ 8 ગુજરાતી
સહિત વધુ 119 ગેરકાયદે પ્રવાસી ભારતીયોને ડિપોર્ટ કર્યા છે. જેમને લાવી રહેલું વિમાન
શનિવારે અમૃતસર એરપોર્ટે લેન્ડ થાય તેવી સંભાવના છે. આ પહેલા યુએસ આર્મીના વિમાનથી
ભારતીયોને હાથકડી-ચેઈન પહેરાવીને ડિપોર્ટ કરાયા મામલે ભારે હોબાળો મચ્યો હતો.
વધુ
જે ભારતીયોનો દેશ નિકાલ કરાયો છે તેમાં પંજાબના 67 અને હરિયાણાના 33 સામેલ છે. અહેવાલ
મુજબ અમેરિકાથી ગેરકાયદે વસાહતીઓ સાથેનું બીજુ વિમાન રવાના કરાયું છે જેમાં 119 ભારતીયો
છે. આ વખતે પણ અમૃતસર એરપોર્ટની પસંદગી કરવામાં આવી છે જ્યાં ભારતીયોને ઉતારી અમેરિકી
વિમાન પરત ફરશે. અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા ભારતીયોમાં પંજાબી યુવકો સૌથી વધુ છે
જે ગેરકાયદે અમેરિકામાં ઘૂસી જતાં પકડાયા હતા. સૂત્રો અનુસાર, ડિપોર્ટેશનના બીજા જથ્થામાં
પંજાબી સૌથી વધુ છે ઉપરાંત 8 ગુજરાતી, 3 યુપીના, ર મહારાષ્ટ્રના, ર રાજસ્થાનના, ર ગોવાથી
તથા હિમાચલ અને કાશ્મીરથી એક-એક પ્રવાસી ભારતીય છે. ભારતીયોના બીજા જથ્થાના ડિપોર્ટેશન
અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી.