• બુધવાર, 12 માર્ચ, 2025

ઈન્દોરમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીતની ઉજવણીમાં કોમી હિંસા

- જામા મસ્જિદ ક્ષેત્રમાં રેલી પહોંચતા પથ્થરમારો થયાના અહેવાલ : હિંસા બાદ વાહનોમાં આગજની અને તોડફોડ : પોલીસે 13ની ધરપકડ કરી, આરોપીઓ સામે એનએસએ હેઠળ કાર્યવાહી

 

 

ઈન્દોર, તા. 10 : મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં આવેલા મહૂમાં રવિવારે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના ખિતાબી મુકાબલામાં ભારત વિજેતા બનતા ઉજવણી દરમિયાન બે પક્ષ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. જીતની ઉજવણી માટે રેલી કરી રહેલા લોકો ઉપર જામા મસ્જિદ ક્ષેત્રમાં એક સમૂહ દ્વારા કથિત રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વધુમાં ઘણા વાહનોમાં આગ ચાંપવામાં આવી હતી અને તોડફોડ કરવામાં આવી હતી. આ બનાવ બાદ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરીને કુલ 13ની ધરપકડ કરી છે. આરોપીઓમાંથી અમુક ઉપર રાષ્ટ્રીય સુરક્ષા કાનૂની (એનએસએ) હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે.

ઈન્દોર ગ્રામીપ એસપી હિતિકા વાસલે કહ્યું હતું કે બે પક્ષ વચ્ચે તણાવ થયો હતો અને હિંસાની ઘટના બની હતી. આ ઘટના ટીમ ઈન્ડિયાની જીત બાદ થઈ હતી. બનાવમાં ત્રણ લોકોને ઈજાના અહેવાલ છે. હિંસા બાદ સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવી લેવાયું હતું. સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કાર્યવાહી થશે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે બનાવના કારણે શહેરના ઘણા વિસ્તારમાં દહેશતનો માહોલ બન્યો હતો અને ઘણા વાહનોને આગના હવાલે કરી દેવામાં આવ્યા હતા. યુવા ક્રિકેટ પ્રેમીઓનો એક સમૂહ ભારતની ખિતાબી જીતની ઉજવણી કરવા રેલી કરી રહ્યું હતું. આ દરમિયાન તેઓ જામા મસ્જિદ ક્ષેત્રમાં પહોંચતા જ લોકોના એક મોટા સમુહે પથ્થરમારો કર્યો હતો.

આ બનાવ અંગે ડીએમએ કહ્યું હતું કે મોડી રાત્રે બનાવની સુચના મળતા જ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને સ્થિતિ સંભાળી હતી. પહેલા તબક્કામાં પ્રયાસ હતો કે શાંતિ સ્થાપિત કરવામાં આવે. તેમાં પોલીસ સફળ રહી હતી. બાદમાં તાકીદે આગજની, પથ્થરમારાની ઘટનાઓને રોકી દીધી હતી. એફઆઈઆરના આધારે 13 શખસની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી અમુક લોકો સામે એનએસએ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025