રોકાણકારોને ફસાતા બચાવવા માટે સેબીએ કર્યા મહત્ત્વનાં સુધારા
નવી
દિલ્હી, તા.10: શેરબજારનું નિયમન કરતી સંસ્થા સેબીએ એસએમઈ આઈપીઓનાં નિયમોને વધુ સખ્ત
બનાવી દીધા છે. એસએમઈ આપીઓમાં હવે પ્રોફિટને પણ જોડી દેવામાં આવ્યો છે અને પ્રમોટર્સનાં
વેચાણ પ્રસ્તાવ(ઓએફએસ) માટે 20 ટકાની સીમા પણ નક્કી કરી દેવામાં આવી છે. નિયમોને કડક
બનાવવાનો ઉદ્દેશ રોકાણકારોનાં હિતોની રક્ષા કરવા સાથે સારા ટ્રેક રેકોર્ડ ધરાવતા એસએમઈને
લોકો પાસેથી નાણા એકત્ર કરવાનો અવસર આપવાનો છે. જો સારા એસએમઈ આઈપીઓ આવશે તો રોકાણકારો
પણ તેમાં ફસાતા બચશે.
સેબી
તરફથી આ પગલું એસએમઈ આઈપીઓની વધતી સંખ્યાનાં કારણે લેવામાં આવ્યું છે. સેબીએ પ્રોફિટ
નિયમોનાં અનુસંધાનમાં કહ્યું છે કે, આઈપીઓ લાવવાની યોજના બનાવતા એસએમઈએ છેલ્લા ત્રણ
નાણાકીય વર્ષમાં કમસેકમ બે માટે ન્યૂનતમ પરિચાલન લાભ(ઈબીઆઈટીડીએ) 1 કરોડ રૂપિયા હોવો
જરૂરી છે. આ ઉપરાંત એસએમઈ આઈપીઓ હેઠળ શેરધારકોને પોતાની હિસ્સેદારી વેચાણનો પ્રસ્તાવ
આઈપીઓનાં કદનાં 20 ટકા સુધી સીમિત કરી દેવાયો છે. આ ઉપરાંત વિક્રેતા શેરધાકોને પોતાની
વર્તમાન હોલ્ડિંગનાં પ0 ટકાથી વધુ વેચાણની છૂટ પણ નહીં મળે.