• બુધવાર, 12 માર્ચ, 2025

કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ !

ચૂંટણી ખર્ચના બનાવટી બિલ સંદર્ભે ગૃહમાં સવાલો કરતા અને વેલમાં ધસી આવતા સાર્જન્ટો દ્વારા ગૃહમાંથી બહાર કઢાયાં

અમદાવાદ, તા.10 : કોંગ્રેસના ફાયરબ્રાન્ડ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ગુજરાત વિધાનસભા ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચૂંટણી દરમિયાન કેટલાક ખર્ચ બાબતે ગૃહમાં જિગ્નેશ મેવાણીએ આકરા પ્રહારો કર્યા હતા જે બાદ વિવાદ ઉભો થયો હતો. ચૂંટણી ખર્ચના બનાવટી બિલ સાચા તરીકે રજૂ કરવા સંદર્ભે ગૃહમાં સવાલો કરતા જિગ્નેશ મેવાણી આ મુદ્દે વેલમાં ધસી જતા સાર્જન્ટો દ્વારા તેમને ગૃહ બહાર કાઢવામાં આવ્યા હતા અને મંત્રી ઋષિકેશ પટેલના પ્રસ્તાવ સાથે એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

જિગ્નેશ મેવાણીને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ મિડીયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ચૂંટણી ખર્ચના બિલોમાં કૌભાંડ બાબતે ગૃહમાં ભાગ લઇ પર્દાફાશ કરતા મને સસ્પેન્ડ કરાયો છે.મંત્રી ઋષિકેશ પટેલ વિધાનસભાનો નિયમ લઈને આવ્યા અને મારી સ્પીચ રેકોર્ડ ઉપરથી દુર કરાઈ છે.

મેવાણીએ વધુમાં ઉમર્યુ હતું કે, મુખ્ય નિર્વાચન અધિકારી દ્રારા દાહોદ, પાંચમહલ, ભરૂચ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર,ગાંધીનગર, સહિત અન્ય કલેકટરને ચૂંટણી ખર્ચ બાબતે ખુલાસો કરવા નોટિસ આપવી જોઇએ અને આ અંગે મેં ગૃહમાં ચર્ચા કરી હતી. પોરબંદરમાં 20 લાખનો મંડપ ખર્ચ કરાયો, જેના બદલે 2 કરોડ 96 લાખનો ખર્ચ મંડપનો બતાવ્યો પરંતુ બિલ 3 કરોડનું બનાવ્યું હતું એટલે પોરબંદર સહિત અન્ય જગ્યા ચૂંટણી ખર્ચનું કૌભાંડ સામે આવ્યું છે. ગુજરાત સરકારને મારી માંગ છે કે ખાતરી વગર આવા બિલ મજૂર ન કરે.

કોંગ્રેસના નેતાએ કહ્યું કે, જામનગરમાં પણ એક અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યો છે. કાલાવડ વિધાનસભા ચૂંટણીની બેઠકમાં એક અધિકારીએ એક દિવસમાં 90 લિટરનું પેટ્રોલ નું બિલ મૂકીને 900 કિલોમીટર ગાડી ફેરવી છે. કાલાવડ વિધાનસભામાં અધિકારી ચૂંટણી દરમિયાન એવું તો કેવું ફર્યા હશે કે 90 લીટર પેટ્રોલ વપરાયું. આવા ખોટા બનાવટી બિલો નાગરિકના ટેક્સના પૈસા ખોટા વપરાય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025