‘ઓપરેશન સિંદૂર’માં પાકિસ્તાનના નવ ઠેકાણા ધ્વસ્ત કર્યા, આ વખતે બધું કેમેરા સામે કરવામાં આવ્યું તેથી પુરાવાની જરૂર નથી : વડાપ્રધાન
ગાંધીનગર
આવેલા વડાપ્રધાનની ‘િસંદૂર સન્માન યાત્રા’માં
લોકોના ટોળેટોળા ઉમટયાં
અમદાવાદ,
તા. 27: શહેરી વિકાસનાં 20 વર્ષની ઉજવણી તેમજ ‘શહેરી વિકાસ વર્ષ-2025’ના શુભારંભ સમારોહમાં
મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, આતંકવાદી પ્રવૃત્તિ હવે
પ્રોક્સી વોર નથી રહી, પરંતુ જાણી જોઇને વિચારેલી
રણનીતિ છે. ભારતે આતંકવાદના આ કાંટાને દૂર કરવાનો નિર્ણય કરી લીધો છે અને તેના માટે
પૂર્ણ વિશ્વાસ સાથે દેશ કટિબદ્ધ છે. સૈન્ય કાર્યવાહીથી શરૂ થયેલા ‘ઓપરેશન સિંદૂર’ને
હવે ‘વોકલ ફોર લોકલ’ સ્વરૂપે જન-જન સુધી પહોંચાડવા અને વિકસિત ભારત 2047ના લક્ષ્યને
સિદ્ધ કરવા તેમણે દેશવાસીઓને આહ્વાન કર્યું હતું.
વડાપ્રધાને
જણાવ્યું હતું કે, સરદાર પટેલની ઈચ્છા હતી કે,
ઙજ્ઞઊં પાછું ન આવે ત્યાં સુધી સેનાને રોકવી ન જોઈએ, પણ તેમની વાત માનવામાં
આવી નહિ. એટલા માટે જ છેલ્લા 75 વર્ષોથી ભારત આતંકવાદને સહન કરી રહ્યું છે. પહલગામ
તેનું જ રૂપ હતું. સીધી લડાઇ સામે પાકિસ્તાન ભારત સામે જીતી ના શક્યું, એટલે તેણે પ્રોક્સી
વોર શરૂ કરી છે. ભારત હવે આ સહન નહિ કરે તે ગોળીનો જવાબ ગોળાથી, ઇંટનો જવાબ પથ્થરથી
આપશે.
મોદીએ
ઉમેર્યુ હતું કે, ઓપરેશન સિંદૂર અંતર્ગત માત્ર 22 મિનિટમાં જ પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના
નવ ઠેકાણા ભારતે ધ્વસ્ત કર્યા અને આ તમામ કાર્યવાહી કેમેરાની સામે કરવામાં આવી હતી,
જેથી આપણે કોઇ પુરાવા આપવાની જરૂર નથી. વડાપ્રધાને વર્ષ 2047માં ભારતની આઝાદીના
100 વર્ષે વિકસિત ભારત બનાવવાના નાગરિકોને સંકલ્પબદ્ધ થવા જણાવ્યું હતું. ભારતીય અર્થતંત્રને
ચોથા સ્થાનેથી ત્રીજા સ્થાને લઈ જવા નાગરિકોને વિદેશી વસ્તુઓ નહિ, પરંતુ સ્વદેશી અપનાવીને
વિદેશી વસ્તુઓને જાકારો આપવા આહ્વાન કર્યું હતું.
ઉલ્લેખનીય
છે કે, ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ આજે પ્રથમ વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી
પાટનગરના મહેમાન બન્યાં હતાં તેમના સ્વાગત સન્માનમાં યોજાયેલી સિંદૂર સન્માન યાત્રામાં
હજારો મહિલાઓએ ઓપરેશન સિંદૂર બદલ વડાપ્રધાનનું સ્વાગત અભિવાદન કરી તેમને સહર્ષ આવકાર્યા
હતા.ગાંધીનગર ખાતે યોજાયેલી સન્માન યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય
મંત્રી સી.આર પાટીલ પણ જોડાયાં હતાં.
રોડ
શો સ્વરૂપની સિંદૂર સન્માન યાત્રાના રૂટ પર પ્રચંડ નારીશક્તિ, દેશભક્તિના ગીતો, રૂટ
પર તિરંગો, વિવિધ ઝાંખીઓ, સાંસ્કૃતિક કૃતિઓ, ભારતીય સેનાના શસ્ત્રોની પ્રતિકૃતિઓએ વાતાવરણને
ઊર્જાવાન અને મનમોહક બનાવી દેતા આ યાત્રા મહાઉત્સવમાં પરિણમી હતી. સ્વર્ણિમ પાર્ક એટલે
કે અભિલેખાગારથી મહાત્મા મંદિર સુધી યોજાયેલા આ દોઢથી બે કિલોમીટરના રોડ શો દરમિયાન
વડાપ્રધાનની એક ઝલક જોવા માટે નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.