• ગુરુવાર, 29 મે, 2025

ભારત સાથે વાતચીત માટે તૈયાર : શરીફ કરગર્યા ઈરાન યાત્રા દરમિયાન પાક.ના વડાપ્રધાનના તેવર ઢીલા

તેહરાન, તા.ર7 : પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ હાલ મુસ્લિમ દેશોની મુલાકાતે છે અને અહીં ફરી એકવાર કાશ્મીર રાગ આલાપી ભારત સાથે તમામ મુદ્દે ઉકેલ લાવવા વાતચીત માટે કરગર્યા હતા.

શાહબાઝ શરીફ ઈરાનની મુલાકાતે પહોંચ્યા હતા જયાં સોમવારે રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયને સાદાબાદ પેલેસમાં તેમને આવકાર્યા બાદ બન્નેએ મંત્રણા બાદ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં શાહબાઝ શરીફે કહ્યું કે તેઓ ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે. અમે કાશ્મીર સહિત તમામ મુદ્દાનો વાતચીત દ્વારા ઉકેલ લાવવા ઈચ્છીએ છીએ. અમે વેપારઅને આતંકવાદ મુદ્દે પણ પાડોશી સાથે વાતચીત માટે તૈયાર છીએ.

શરૂઆતમાં ડાહી વાત કર્યા બાદ શાહબાઝ શરીફે વાતચીતમાં બદમાશી શરૂ કરી અને કહ્યું કે જો

(જુઓ પાનું 10)

તેઓ આક્રમક બનેલા રહેવાનું પસંદ કરે છે તો અમે અમારા દેશની રક્ષા કરીશું. જેવું અમે થોડા દિવસ પહેલા કર્યુ છે. જો તેઓ શાંતિનો પ્રસ્તાવ સ્વીકાર કરે છે તો અમે બતાવીશું કે અમે ખરેખર શાંતિ ઈચ્છીએ છીએ. આ મુલાકાત દરમિયાન શરેફે ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશકિયને તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ દરમિયાન દાખવેલી ચિંતા બદલ આભાર માન્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક