ગાંધીનગરમાં રૂ. 84 કરોડના ખર્ચે નિર્મિત યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ અૉફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરતાં પીએમ
અમદાવાદ,તા.27
: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજિત
20 વર્ષ શહેરી વિકાસના કાર્યક્રમ અંતર્ગત રૂ.5,536 કરોડના વિવિધ 27 વિકાસ કાર્યોના
લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરાયાં હતાં. વડાપ્રધાનના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 1,006 કરોડના
ખર્ચે તૈયાર થયેલા 22 હજારથી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી
શહેરી વિકાસ યોજના હેઠળ 17 મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ. 2,731 કરોડ અને 149 મ્યુનિસિપાલિટીને
રૂ. 569 કરોડના ચેકનું વિતરણ કરાયું હતું.
અમદાવાદ ખાતે રૂ. 1 હજાર કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3નું ખાતમુહૂર્ત,
શહેરી વિકાસ વિભાગ હેઠળ જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢના કુલ રૂ.1,447
કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, જળ
સંસાધન વિભાગ હેઠળ રૂ. 1,860 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત,
સુરતના કાંકરા-ખાડીના કિનારે રૂ. 145 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા બાયોડાયવર્સિટી પાર્કનું
લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગ હેઠળ રૂ.170 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બનાસકાંઠામાં
રૂ. 888 કરોડના ખર્ચે બનનારી થરાદ ધાનેરા પાઇપલાઇન, રૂ.678 કરોડના ખર્ચે દિયોદર લાખણી
પાઇપલાઇનનું ખાતમુહૂર્ત, ગાંધીનગર ખાતે રૂ. 84 કરોડના ખર્ચે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ
અૉફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ
તેમજ
અમદાવાદમાં રૂ. 588 કરોડના ખર્ચે 1,800 બેડ ધરાવતા ઈંઙઉ સાથે 500 બેડની સુવિધા સાથેના
ચેપી રોગ માટેના ઘઙઉ બ્લોકના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
નાની
આંખોવાળા ગણેશજી પણ વિદેશથી આવે છે : મોદી
વોકલ
ફોર લોકલની અપીલ કરતા વડાપ્રધાન : નામ લીધા વિના અમેરિકા, ચીન પર નિશાનો
નવી
દિલ્હી, તા.ર7 : વડાપ્રધાન મોદીએ ગુજરાત ખાતે એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન ઓપરેશન
સિંદૂરનો ઉલ્લેખ કર્યો સાથે દેશવાસીઓને વિદેશી માલસામાન પરની નિર્ભરતા સમાપ્ત કરવા
અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ ગાંધીનગર ખાતે જનસભામાં કહ્યું કે ર047 સુધી વિકસિત
ભારત બનાવવા અને અર્થતંત્રને ચોથાથી ત્રીજા સ્થાને લાવવા હવે આપણે કોઈ વિદેશી ચીજનો
ઉપયોગ નહીં કરીએ. આપણે ગામેગામ વેપારીઓને શપથ લેવડાવવા પડશે કે વિદેશી ચીજોથી ગમે તેટલો
નફો કેમ ન હોય, કોઈ પણ વિદેશી ચીજ નહીં વેંચીએ. આજે નાની આંખોવાળા ગણેશજી પણ વિદેશથી
આવે છે. તેમની આંખો પણ ખુલી રહી નથી. હોળીના રંગ અને પિચકારી પણ વિદેશથી આવે છે.
તેમણે
નામ લીધા વિના અમેરિકા અને ચીનને સંદેશો આપતા કહ્યું કે ઓપરેશન સિંદૂર સૈન્ય બળથી નહીં
જનબળથી જીતવાનું છે અને જનબળ માતૃભૂમિથી ઉદભવેલી દરેક ચીજમાંથી આવે છે. તમારી પાસે
જે વિદેશી સામાન છે તેને ફેંકવાનું નથી કહે તો પણ વોક લફોર લોકલ માટે નવો વિદેશી સામાન
નહીં ખરીદીએ. આજે આપણને આપણી મેઈડ ઈન ઈન્ડિયા બ્રાન્ડ પર ગર્વ હ ાઁવો જોઈએ. આ માટીની
સુગંધ હોય, દેશનાનાગરિકના પરસેવાની સુગંધ હોય, આપણે એવી ચીજોનો ઉપયોગ કરવાનો છે.