• બુધવાર, 12 માર્ચ, 2025

avsan nondh

અકિલા પરિવારના કૌશિક વોરાના માતુશ્રીનું અવસાન

રાજકોટ: મોઢ વણિક સ્વ.નવલચંદ કે.વોરા (વાંકાનેર)ના પત્ની સવીતાબેન વોરા (ઉં.94) તે કૌશિક વોરા (અકિલા), રાજેશભાઈ વોરા (વી.કે.જ્વેલર્સ), રમેશ વોરા, શશીકાંત વોરા (રિટાયર્ડ દેના બેંક), પ્રમોદ વોરા (દૃષ્ટિ કોમ્યુનિકેશન), કિરીટ વોરા (અમદાવાદ), સ્વ.પ્રફુલ્લા શાહ (અમદાવાદ), ઈન્દુબેન પરીખ (અમદાવાદ) તથા દક્ષા પરીખ (વીરમગામ), રીટા શાહ (અમદાવાદ) તથા સ્વ.મીના મહેતા (અમદાવાદ)ના માતુશ્રીનું તા.7ના અવસાન થયું છે. ઉઠમણું તા.10ના સાંજે 4થી 5-30, પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ ખાતે છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મો.નં.97241 90907, 98798 72200

 

ચક્ષુદાન, સ્કીન ડોનેશન

રાજકોટ,: હર્ષાબેન નટવરલાલ શેઠનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 630મું ચક્ષુદાન, 23મું સ્કીન ડોનેશન થયેલ છે.

કોડીનાર: નવગામ ભાટિયા ચંદ્રકાંતભાઈ બાબુભાઈ આશર નાનાભાઈ નગીનદાસ આશરના પત્ની પ્રીતિબેન (ઉં.70) તે રમાબેન, બેબીબેન, ઈન્દુબેન, જોસનાબેન, કિરણબેન, નયનાબેન અને પારકેશભાઈના ભાભી, છીંદવાડાના ખીમજી છગનલાલ ગોકળગાંધીના દીકરીનું તા.7ના અવસાન થયું છે. ઉઠમણું તા.8ના સાંજે પાંચ કલાકે સોમનાથ મંદિર કોડિનાર છે.

મોરબી: ઔદિચ્ય સહત્ર બ્રાહ્મણ સ્વ.સનતકુમાર ગિરધરલાલ ભટ્ટ તે અભિજીતભાઈ ભટ્ટ, સ્વ.જ્યોતીન ભટ્ટના પિતાનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4થી પ.30 રામ મહેલ મંદિર, દરબારગઢ

ખાતે છે.

રાજકોટ: સ્વ.સોની ગોવિંદભાઈ મોતીચંદભાઈ પારેખ (ટંકારાવાળા)ના પુત્ર સ્વ.હરીલાલભાઈ પારેખ (હાલ અમદાવાદ)ના પત્ની ગુણવંતીબેન પારેખ (ઉં.92) તે મગનલાલ પોપટલાલ પાટડીયા (વાંકાનેરવાળા) દીકરીનું તા.6ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.9ના ખીજડાવાડી નં.1, કોઠારિયા નાકા, રાજકોટ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

રાજકોટ: ઉદયભાઈ જયંતીલાલ જોષી તે જયંતિલાલ ભવાનીશંકર જોષીના પુત્ર, શિલ્પાબેન (રીલાયન્સ નીપોન)ના પતિ, રાશિ, ધૈર્યના પિતાશ્રી, પરેશભાઈ (વડોદરા), તેજસભાઈ (પૂર્વ વોર્ડ પ્રમુખ ભાજપ)ના નાનાભાઈ, સ્વ.મધુભાઈ ઓઝાના જમાઈ, કિન્નરી, દેવાંશી, રોહનના કાકાનું તા.5ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.8ના સાંજે 4થી 6, હરીહર સોસાયટી કોમ્યુનીટી હોલ, સ્વામીનારાયણ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ છે.

રાજકોટ: ગિરિનારાયણ બ્રાહ્મણ મૂળ વતન જૂનાગઢ હાલ રાજકોટ ઉમેશભાઈ કનકરાય પુરોહિત (ઉં.69)(નિવૃત્ત કર્મચારી પાણી પુરવઠા બોર્ડ, જૂનાગઢ), નિરંજનાબેન ઠાકર, સ્વ.ભૂપેન્દ્રભાઈ પુરોહિત, દીપકભાઈ પુરોહિતના ભાઈ, રવિ, કૃતિકા પાઠકના પિતાશ્રીનું તા.7ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.8ના સાંજે 5થી 6, રત્નમ સીટી ક્લબ હાઉસ, એસ.આર.પી. ઘંટેશ્વર, ન્યુ 150 ફુટ રીંગ રોડ, રાજકોટ છે.

રાજકોટ: વીણાબેન દિનેશભાઈ માખેચા (ઉં.65) તે જીતેન્દ્રભાઈ, મનોજભાઈ, અશોકભાઈના માતુશ્રી, સ્વ.યશવંતભાઈ પ્રભુદાસભાઈ માખેચાના ભાભીનું તા.6ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.8ના સાંજે 4થી 5-30, ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ પાસે,

રાજકોટ છે.

રાજકોટ: મૂળ વાંકાનેર નિવાસી હાલ રાજકોટ ચંદુભાઈ નરસીદાસ રાચ્છ (ઉં.69) તે રેખાબેનના પતિ, સ્વ.જયંતિલાલ, સ્વ.વિનુભાઈના ભાઈ, રાજુભાઈ, મિતેષભાઈ, કેતનભાઈના પિતાશ્રી, ઉર્મીબેન, સોનલબેન, પાયલબેનના સસરા, રૂત્વી, ભવ્ય, મહેશ, ભરત, લક્ષ્મણ, ખુશીના દાદા, સ્વ.મહાદેવભાઈ માવજીભાઈ મીરાણીના જમાઈ, રતીભાઈ, જીતુભાઈ, સ્વ.કૌશિકભાઈ, સ્વ.ભુપતભાઈ મીરાણીના બનેવીનું અવસાન થયું છે. બેસણું, પ્રાર્થનાસભા તા.8ના સાંજે 4થી 6, આત્મીય કોલેજ હોલ, કાલાવડ રોડ, રાજકોટ છે.

મોરબી: અશોકભાઈ બળવંતરાય જાની તે જયેશભાઈના મોટાભાઈ, વિજયભાઈ છોટાલાલ પીઠડિયાના બનેવીનું તા.7ના અવસાન થયું છે. બેસણું, શ્વસુર પક્ષની સાદડી તા.8ના 4થી 5, રામકૃષ્ણનગર બ્લોક નં.યુ-3, મોરબી છે.

રાજકોટ: જશવંતીબેન નરેન્દ્રકુમાર દત્તાણી (ઉં.75) (મોઝામ્બિક) આફ્રિકાવાસી તે રવીશભાઈ, શુભેનભાઈ, રીનાબેન મનીષકુમાર ગણાત્રા (મલાડ, મુંબઈ)ના માતુશ્રી, સ્વ.ગોકલદાસ વિઠ્ઠલદાસ રાયઠઠ્ઠા (ધ્રાફાવાળા)ની પુત્રી, સ્વ.હરિલાલ ગોકલદાસ, મુકુંદરાય ગોકલદાસ, અનિલકુમાર ગોકલદાસના બહેનનું અમદાવાદ ખાતે તા.6ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.8ના સાંજે 4થી 5, પંચનાથ મંદિર, શાત્રી મેદાન પાસે, પંચનાથ પ્લોટ, રાજકોટ છે.

રાજકોટ: રશ્મિનભાઈ રમણીકભાઈ નકુમ (ઉં.59)(યુકો બેંક) તે શીતલબેનના પતિ, પ્રિયાંશુ, કિંજલબેનના પિતાશ્રી, રાજેન્દ્રભાઈ, હરેશભાઈ નકુમના ભાઈ, હાર્દિક રાઠોડના સસરાનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.8ના સાંજે 4થી 6, રજપૂતપરા, રામજી મંદિર, રાજકોટ છે.

રાજકોટ: મચ્છુ કઠિયા સઈ સુથાર જ્ઞાતિના રંજનબેન દિનેશભાઈ ખેરડિયા (ઉં.68) તે દિનેશભાઈ જયંતીભાઈ ખેરડિયાના પત્ની, સ્વ.પ્રફુલ્લભાઈ, ભરતભાઈના ભાભી, ડો.ચંદ્રેશભાઈ તથા ઝરણાબેન (જુલીબેન) પીઠડિયાના માતુશ્રી, મિતલબેનના સાસુ, જીતના દાદી, ગોપાલભાઈ દેવરાજભાઈ ટંકારિયાના પુત્રી, રમેશભાઈ ટંકારિયા, પ્રવીણભાઈ ટંકારિયા તથા કંચનબેન પરમારના બહેનનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.8ના સાંજે 4થી 5, સોમેશ્વર મહાદેવ મંદિર, રવિ રત્ન પાર્ક મેઈન રોડ, ઈન્દીરા સર્કલ પાસે, રાજકોટ છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: પરેશભાઈ જમનાદાસ જસાણી (ઉં.55) તે સ્વ.જમનાદાસ જસાણીના પુત્ર, ડિમ્પલબેનના પતિ, વત્સલભાઈ (રામભાઈ(એડવોકેટ) અને નીશીબેનના પિતાશ્રી, દિનેશભાઈ, યશવંતભાઈ (એડવોકેટ), અનીલભાઈ (એડવોકેટ), સ્વ.કિરણભાઈ (એડવોકેટ), સ્વ.ભારતીબેન સેજપાલ (મુંબઈ), મીનાબેન રેશમિયા (રાજકોટ), રીટાબેન નથવાણી (મુંબઈ)ના ભાઈ, પ્રતીભાઈ (એડવોકેટ-અમદાવાદ), આશીષભાઈ, ડો.મીતુલભાઈ અને જયભાઈ (એડવોકેટ)ના કાકા, રાઘવજીભાઈ જમનાદાસ રાજાણી (જનતા રાજાણી ટ્રાન્સપોર્ટ)ના જમાઈ, અનીલભાઈ, અજયભાઈના બનેવીનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.8ના સાંજે 4થી 6, રાષ્ટ્રીય શાળા, રાજકોટ છે. સસરા પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: મંજુલાબેન માર્કંડરાય માંકડ તે સ્વ.માર્કંડરાય હીરાલાલ માંકડના પત્ની, અર્ચનાબેન હેમેન્દ્રભાઈ છાયા, સ્વ.વિભાકરભાઈ, સ્વ.હેમેનભાઈના માતુશ્રી, સ્મીત માંકડ, કહાની રાજેશભાઈ ઉપાધ્યાયના દાદીનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.8ને શનિવારે સાંજે 5થી 6, ‘િસ્મત’, 7-છોટુનગર, રૈયા રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક