• બુધવાર, 12 માર્ચ, 2025

avsan nondh

સ્કીન ડોનેશન, ચક્ષુદાન

રાજકોટ: ભારતીબેન નરેન્દ્રભાઇ મહેતાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 650મું ચક્ષુદાન થયેલ છે. ફેબ્રુઆરી 2025માં બાર મું (12) ચક્ષુદાન તથા 26 સ્કીન ડોનેશન થયેલછે. ચક્ષુદાન વિજયભાઇ ડોબરિયાના સહયોગથી થયેલ છે.રાજકોટ: દેવશીભાઇ એલ. રાચ્છ (એસ.ટી. ટ્રાફિક ઇન્સ્પેક્ટર) ના પુત્ર, બીપીનભાઇ (ઉં.65)તે ચંદ્રકાંતભાઇ ચંદ્રિકાબેન, રશ્મિબેન, અંજનાબેનના ભાઇનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.10ના 5થી 6 રંગીલેશ્વર મહાદેવ મંદિર, રંગીલા હનુમાનજી મંદિર પાસે, 2, હસનવાડી,ગાયત્રીનગર મેઇન રોડ, ગાયત્રીનગર  શાક માર્કેટ પાછળ, રાજકોટ

કોડિનાર: દેવળી દેદાજી નિવાસી અરસીભાઇ અરજનભાઇ બારડ (િનવૃત્ત તાલુકા પંચાયત સર્કલ ઇન્સ્પેક્ટર) (ઉં.90) તે કરશનભાઇ (અંબુજા સિમેન્ટ, કાદુભાઇના પિતાશ્રી, રિતેશભાઇ,  પિન્ટુભાઇના દાદાનું તા.7ના અવસાન થયું છે.

રાજકોટ: ઝાલાવાડ સત્તર તાલુકા બ્રાહ્મણ, મૂળ લીંબડી નિવાસી, હાલ રાજકોટ સ્થિત ઝાલાવાડ, સતર તાલુકા બ્રાહ્મણ વિનોદિનીબેન દિનેશકુમાર  ભટ્ટ (ઉં.81) તે ચૈતન્યભાઇ ભટ્ટ, સુધાબેન ભટ્ટના માતાનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.10ના સાંજે 4-30થી 6-30 તેમના નિવાસસ્થાન “િશવ શક્તિ”, 3- જંક્શન પ્લોટ, રાજકોટ છે.

પોરબંદર: મંજુલાબેન જમનાદાસ મદલાણી (ઉં.80) તે સ્વ. જમનાદાસ સુંદરજી મદલાણીના પત્ની, સ્વ. ભરતભાઇ, હરીશભાઇ (લાલો)ના માતુશ્રી, સ્વ. રૂઘનાથભાઇ, પ્રવીણભાઇના બેનનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, પિયરપક્ષની સાદડી તા.10ના 3-30થી 4 દરમિયાન પોરબંદરની લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા હોલમાં ભાઇ-બહેનોની સંયુક્ત છે.

રાજકોટ: ચા.મ. મોઢ બ્રાહ્મણ મૂળ વચલીઘોડી હાલ, રાજકોટ સ્વ. દેવરામભાઇ જેશંકરભાઇ ભટ્ટના નાના પુત્ર, ઘનશ્યામભાઇ (ઉં.62)તે ભાનુશંકર દેવરામભાઇ ભટ્ટ, સ્વ. હર્ષદભાઇ અને સ્વ. હરેશભાઇના નાના ભાઇ, માલતીબેન, ચારૂબેનના ભાઇ, રૂદ્રેશભાઇ, કલ્પેશભાઇ, અંકિતભાઇ, વિશાલભાઇ ભટ્ટના કાકા, સ્વ. પ્રવીણચંદ્ર રતિલાલ દવે (મૂળ થોરીયાળી)ના જમાઇ, નિલેશભાઇના બનેવીનું તા.7ના અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષનું બેસણું તા.10ના સાંજે 5થી 6, ચા.મ. મોઢ બ્રાહ્મણ બોર્ડિંગ, મિલપરા મેઇન રોડ, રાજકોટ છે.

કોડિનાર: અશોકકુમાર દ્વારકાદાસભાઇ ગંગદેવ (રાજ પેટ્રોલિયમ) (િડરેક્ટર નાગરિક સહકારી બેન્ક, કોડિનાર), પૂર્વ પ્રમુખ લોહાણા મહાજન કોડિનાર) (ઉં.59)તે નીતિભાઇ, પ્રકાશભાઇના મોટાભાઇ, ઉમાબેન દેવેન્દ્રકુમાર રાયઠઠા (વેરાવળ), દક્ષાબેન અતુલકુમાર ગણાત્રા (જૂનાગઢ), નીતાબેન જનકકુમાર ખંઢેડિયા (અમદાવાદ), અનિલાબેન કૌશિકકુમાર સેદાણી (બગસરા), ભારતીબેન પીયૂષકુમાર કોટક (રાજકોટ)ના ભાઇ, રાજ (પાર્થ) અને ભક્તિબેન જયકુમાર રૂપારેલિયા (રાજકોટ)ના પિતાશ્રી, મીરાબેન મિતકુમાર વિઠ્ઠલાણી (કોડિનાર), રાજન, શ્યામલ અને નંદીનીના મોટા પપ્પા, સ્વ. દુર્લભભાઇ વીરચંદભાઇ (કક્કડ) રાજકોટના જમાઇ, હિતેષભાઇ, ડીપેનભાઇ, સ્વ. સંદીપભાઇના બનેવીનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થના સભા તા.10ના સાંજે 4થી 6 જંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે છે.

રાજકોટ: ધુતારપુર નિવાસી, હાલ રાજકોટ સ્વ. ફૂલચંદભાઇ લક્ષ્મીદાસ નથવાણીના પુત્ર, રાજેશભાઇ તે મીનાબેનના પતિ, શાંગભાઇ, જીજ્ઞાબેન શ્યામકુમાર સેજપાલના પિતાશ્રી, અશ્વિનભાઇના મોટાભાઇ, સ્વ. જયંતીભાઇ ગોવિંદજીભાઇ હાલાણીના જમાઇ, નીતિનભાઇ, સ્વ. અનિલભાઇ હાલાણીના બનેવીનું અવસાન થયું છે. બેસણું, શ્વસુર પક્ષની સાદડી તા.10ના 5થી 6 જાગનાથ મંદિર સર્વેશ્વર ચોક, યાજ્ઞિક રોડ, રાજકોટ છે.

રાજકોટ: મોઢવણીક શ્રેષ્ઠી રસિકભાઇ હરકિશનભાઇ મહેતા (ઉં.87) તે જેસિકા જયેશભાઇ સુતરિયા, કૃપા ભરતભાઇ નેતા, સોના જયેશભાઇ કલ્યાણી, મોના પરાગભાઇ ઉદાણીના પિતાશ્રીનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.10ના સોમવારે સાંજે 5થી 6 દરમિયાન ડી-4, સમ્રાટ એપાર્ટમેન્ટ સિસ્ટર નિવેદિતા સ્કૂલ, 2- જલારામ યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે જ્યારે ખિસકોલીઓને મકાઇના ડોડા, કબૂતરને ચણ, કીડીયારું, શ્વાનોને દૂધ રોટલી અર્પણ કરી જીવદયા કાર્ય થકી સદગત માટે પ્રાર્થના કરાશે.

રાજકોટ: ગુર્જર સુથાર સુશીલાબેન હિરાલાલ તલસાણિયા (ઉં.90) તે સ્વ. હિરાલાલ શામજીભાઇ તલસાણિયાના પત્ની, સ્વ. દીપકભાઇ, અરવિંદભાઇ, ભારતીબેન, લતાબેન, ચંદ્રીકાબેન, ભાવનાબેનના માતુશ્રી, સ્વ. કાનજી નાનજી વાળંભીયાના દીકરી, રજની, નીરજ, હાર્દિક, રૂપલ, રાધિકાના દાદીનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.10ના સાંજે 4થી 5-30 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.

મોરબી: વેરાવળ નિવાસી હાલ ગાંધીનગર હિંમતલાલ વલ્લભદાસ રૂપારેલ (ઉં.78) તે સ્વ. વલ્લભભાઇ રણછોડદાસ રૂપારેલના પુત્ર, હર્ષદભાઇ, હિતેશભાઇ પલ્લવીબેન જગદીશકુમાર પોપટ, હીનાબેન જયેશકુમાર માણેક, પારૂલબેન રાજેશકુમારના પિતાશ્રી, દીવિત, મિહિત, ધ્રિયાના દાદા તે કાંતિલાલ નાથુભાઇ ભાયાણી (જૂનાગઢ વાળા)ના જમાઇનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તથા શ્વસુર પક્ષની સાદડી તા.10ના સવારે  9થી 11 તેમના નિવાસસ્થાન સી-404 શાંતિ રેસીડેન્સી, સરગાસણ ચોકડી, ગાંધીનગર છે.

મોરબી: નિવૃત્ત જિલ્લા શિક્ષણ અધિકારી કનુભાઇ કુબાવત તે ટંકારા ઓમ વિદ્યાલય ગાંધીધામના સિનિયર કલાર્ક અતુલભાઇ તેમજ મેહુલ કુબાવત તેમજ મૈત્રી વિદ્યાલય આદિપુરના શિક્ષિકા  ફાલ્ગુની કુબાવતના પિતાશ્રીનું તા.7ના  અવસાન થયું છે. બેસણું તા.10ના 4થી 6 વાઘપરા સથવારા જ્ઞાતિની વાડીમાં છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક