• બુધવાર, 12 માર્ચ, 2025

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: જૈન પરિવાર સ્વ. ભરતભાઇ વસંતરાય બેનાણીનું અવસાન થતાં તેમના પુત્ર, કુણાલભાઇની સહમતીથી અને ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન સંઘના ટ્રસ્ટી દિવ્યેશભાઇ ગાંધીની પ્રેરણાથી તેમના ચક્ષુનું દાન કરાયું છે. જૈન સોશિયલ ગ્રુપની આશ્રય કમિટી ચેરમેન ઉપેનભાઇ મોદી તથા વિવેકાનંદ યુથ કલબનાં માર્ગદર્શક મુકેશભાઇ દોશી અને ચક્ષુદાન અભિયાનના અનુપમભાઇ દોશી દ્વારા કરાયું હતું અને બન્ને સંસ્થાનું આ 151મુ ચક્ષુદાન છે.

રાજકોટ: વત્રાલ-અમદાવાદ ખાતે જશવંતભાઇ શંકરલાલ પટેલનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 651મું ચક્ષુદાન થયેલ છે. ચક્ષુદાન આજીવન સેવક અમદાવાદ ગૌતમભાઇ મજમુદારના સહયોગથી થયેલ છે.

 

 

 

અવસાન નોંધ................................

જોડિયા: નથુ તુલસી ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ મૂળ: હડમતિયા (મતવા) હાલ જોડિયા મંજુલાબેન મુગટલાલ પાઠક (ઉં.88) તે અશ્વિનભાઇ, જીતેશભાઇ, ચંદ્રિકાબેન શૈલેષભાઇ જોષી, હર્ષિદાબેન અજયભાઇ દવેના માતુશ્રી, તેમજ યશ અને શિવમના દાદી, પીઠડ નિવાસી જોષી, વાલજીભાઇ કાલીદાસભાઇના પુત્રીનું અવસાન થયું

કેશોદ: મનસુખલાલ ગીરધરભાઇ વિઠ્ઠલાણી (ઉં.81) તે મનોજભાઇ, રાજુભાઇ, સરોજબેન તથા ભાવનાબેનના પિતાશ્રી, તુલસીભાઇના મોટાભાઇ, માધવના બાપુજી, સ્વ. પીતાંબરદાસ ગોકળદાસ ગોટેચા (કેશોદ)ના જમાઇનું તા.10ના અવસાન થયું છે.

પોરબંદર: મેનાબેન પરસોતમભાઇ રાજાણી (ઉં.86) તે પરસોત્તમભાઇ ગોરધનદાસ રાજાણીના પત્ની, દિલીપભાઇ, કમલેશભાઇ, ઇન્દુબેન ભુપેન્દ્રભાઇ  જટાણીયાના માતુશ્રી, હરિદાસ પુંજાભાઇ સુચકના પુત્રીનું તા.9ના અવસાન થયું છે.

જૂનાગઢ: ધર્મેશ અનિલકુમાર દોશી (ઉં.48) તે અનિલકુમાર રમણીકલાલ દોશી તથા જ્યોત્સનાબેનના પુત્ર, સ્વ. અલ્પેશ અને હેમલના ભાઇ, સ્વ. જયવંતભાઇ અને સ્વ. જયેશભાઇના ભત્રીજા, બિપીનભાઇ કામદાર અને વર્ષાબેન શેઠ (ઉપલેટા વાળા)ના ભાણેજનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું તા.13ના સવારે 10થી 11 પ્રાર્થના સભા 11થી 12 સ્થાનકવાસી જૈન સંઘની વાડી, મહેતા નિદાન કેન્દ્ર, ઉપર કોટ રોડ, રામ મંદિર સામે જૂનાગઢ છે.

જામનગર: કુસુમબેન મનસુખલાલ શુકલ (ઉં.87) તે સ્વ. મનસુખલાલ ઇશ્વરલાલ શુકલના પત્ની, નિલેશભાઇ (પૂર્વ ગુજરાત માહિતી અધિકારી દિલ્હી), શૈલેષભાઇ, કપિલભાઇ, હિતેશભાઇના માતુશ્રી, નરેન્દ્રભાઇ, યોગેશભાઇ, ભરતભાઇના કાકીનું તા.10ના અવસાન થયું છે. અંતિમયાત્રા તા.11ના મંગળવારે સવારે 9 કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. પ્રાર્થના સભા તા.13ના સાંજે 5થી 5-30 દરમિયાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક