ધારીના
ખોજા સમાજના આગેવાન રજબભાઇ ચાવડાનું અવસાન, આજે બેસણું
ધારી,
તા.7: ધારીના ખોજા સમાજના આગેવાન રજબભાઇ વલીભાઇ ચાવડા (ઉં.83)નું તા.2ના અવસાન થયેલ
છે. તેઓ ધારી ખોજા સમાજના માજી મુખી હતા તથા અમીન ન્યૂઝ એજન્સીના સંચાલક હતા, તેમના
પુત્ર, નિજારભાઇ તથા નુરૂદ્દીનભાઇ હાલ પત્રકાર તરીકે કાર્યરત છે. તેમનું બેસણું તા.8ને
શનિવારે ધારી ખાતે તેમના નિવાસસ્થાન નવી વસાહત, યોગીનગર મહિલા હોસ્ટેલની બાજુમાં રાખેલ
છે.
સ્કીનદાન,
ચક્ષુદાન
રાજકોટ:
વસંતલાલ રતિલાલ જસાણી (ઉં.વ.93) તે સ્વ. રતિલાલ માણેકચંદ જસાણીના પુત્ર, સ્વ. ઇન્દિરાબેનના
પતિ, મીના, સંજય, વિનય (શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન)ના પિતાશ્રી, શિલ્પા તથા ચૈતાલીના
સસરા, ડો. પાર્થ (આયુષ્માન મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ), ધ્વની, શ્રેયાના દાદા, ડો.
અશ્વિનીના દાસાજી સસરા, સ્વ. હરિલાલ હેમચંદ ઉદાણીના જમાઇનું તા.7ના અવસાન થયું છે.
ઉઠમણું, પ્રાર્થના સભા સોમવારે તા.10ના સવારે 10-30 વાગ્યે પેસેફીક હાઇટસ, ન્યુએરા
સ્કૂલની સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. સદ્ગતનું ચક્ષુદાન તથા સ્કીન દાન કરેલ
છે.
રાજકોટ:
સ્વ.િપતાબંરભાઈ ધનજીભાઈ બગડાઈના સુપુત્ર મુકુંદભાઈ (ઉં.88) તે મધુસુદનભાઈ, દિનેશભાઈના
મોટાભાઈ, અશોકભાઈ, કૌશિકભાઈ, શોભનાબેન નિલેષકુમાર રાઘુરીયા (જામનગર), કિરણબેન સતિષકુમાર
હિરાણી (મોરબી)ના પિતાશ્રી, માનવ, કૃશાન તથા ધ્રુવીના દાદા, અમૃતલાલ, વ્રજલાલ તથા જગદીશભાઈ
રણછોડદાસ ઓંઘિયા (િવરપુર)ના બનેવીનું તા.7ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.8ના
પથી 6 પટેલવાડી, જલારામ ચોક, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ છે.
રાજકોટ:
સ્વ.શ્રી કરશનદાસ ગણાત્રા અને મુક્તાબેન ગણાત્રાના પુત્ર અશોકભાઈ (ઉં.પ7) તે સોનલબેન
ગણાત્રા (કેકવાળા)ના પતિ, ભાગ્યેશ, રાજના પિતાશ્રી, સ્વ.ભરતભાઈ, કિરીટભાઈ ગણાત્રા
(રીટાયર્ડ પ્રોફેસર, પી.ડી.એમ.કોલેજ), રાજશ્રીબેન પ્રકાશભાઈ રાચ્છ, ચેતનભાઈ (એડીશનલ
કલેકટર, ગાંધીનગર)ના ભાઈ, પ્રકાશકુમાર રાચ્છ (પી.ડી.એમ.કાલેજ)ના સાળા, ડૉ.પ્રીતિબેન
ગણાત્રા (શ્રીમતી જે.જે.કુંડલિયા કોસર્મ કોલેજના પ્રિન્સિપાલ)ના દિયર, સ્વ.બીપીનભાઈ
દાસાણી (જૂનાગઢ)ના જમાઈ, મોન્ટુભાઈ (હરિદ્વાર), શિતલબેન મનિષકુમાર વિઠ્ઠલાણી (જૂનાગઢ)નાં
બનેવીનું તા.7ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તથા શ્વસુરપક્ષની સાદડી તા.8 શનિવારે
સાંજે પથી 6 ગંગેશ્વર મહાદેવ મંદિર, યોગી પાર્ક, પરિશ્રમ સ્કૂલ સામે, રાજકોટ છે.
રાજકોટ:
ત્રિભોવનદાસ અમૃતલાલ પાટડીયા (ઉ.વ.87) (ખાંભાવાળા) તે સ્વ.બહાદુરભાઈ, સ્વ. ગોરધનદાસ,
સ્વ.ચંદ્રકાંતભાઈ, સ્વ.મનહરલાલ ચમનલાલનાં ભાઈ, દિપકભાઈ, કિશોરભાઈ, પદમાબેનનાં પિતાશ્રી,
હાર્દિક, નિલ, હર્ષ, ચાંદનીનાં દાદા, સ્વ.પ્રેમજીભાઈ વનમાળીદાસ આડેસરા (મોરબી)નાં જમાઈનું
તા.7નાં અવસાન થયું છે. બેસણુ તા.8નાં બપોરે 4 થી પ.30 મેઘાણી રંગભવન, ભક્તિનગર સર્કલ,
રાજકોટ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
રાજકોટ:
વાણંદ જશુબેન હરિભાઈ કાંજીયા તે હરિભાઈ લીલાધરભાઈ કાંજીયા (ગર્વમેન્ટ પ્રેસ)નાં પત્ની,
હિતેશભાઈ, સરોજબેન, નયનાબેન, નિશાબેનનાં માતુશ્રી, મિનાક્ષીબેનનાં સાસુ, લજાઈવાળા સ્વ.જીવભાઈ
પ્રેમજીભાઈ વિઠ્ઠાલાપરાની દીકરીનું તા.રનાં અવસાન થયું છે.
માંગરોળ:
સરલાબેન કુબાવત (ઉ.7પ) તે અમૃતલાલના પત્ની, ભાવેશભાઈ, કમલેશભાઈ, નીતાબેન જગદીશકુમાર
નિમાવત (ધોરાજી), જાગૃતિબેન નરેન્દ્રકુમાર નિરંજની (રાજકોટ), તરૂલતાબેનના માતુશ્રીનું
તા.6નાં અવસાન થયું છે.
પોરબંદર:
ભગવાનજીભાઈ દામજીભાઈ ઠકરાર (ઉ.વ.85) તે પદમાબેનના પતિ, અમૃતલાલના મોટાભાઈ, રાકેશભાઈના
પિતાશ્રી, અજયભાઈ મોનાણી અને અશોકભાઈના સસરા, પ્રિન્સ તથા ક્રિશિવના દાદાનું તા.7નાં
અવસાન થયું છે. ઉઠમણુ તા.8નાં 4.1પ થી 4.4પ લોહાણામહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે
ભાઈ-બહેનોનું સંયુક્ત છે.
બગસરા:
લોહાણા ઠા. સ્વ.રતિલાલ ભગવાનજીભાઈ સૂચકના પત્ની રમાબેન (ગોદાવરીબેન) (ઉ.94) તે ગૌ.વા.બળવંતભાઈ,
ચંદુભાઈ (સસ્તા અનાજ), નરેન્દ્રભાઈના માતૃશ્રીનું અવસાન થયું છે. ઉઠમણુ/બેસણુ તા.8નાં
4 થી 6 લોહાણા મહાજનવાડી, અમરેલી રોડ, બગસરા છે.
ઉપલેટા:
સોની જગદીશભાઈ કેશવલાલ માંડલીયા (ઉ.73) તે સુરેશભાઈ, ભૂપતભાઈ, નગીનભાઈનાં મોટાભાઈ અને
હિમાંશુભાઈના પિતાશ્રી, સોની જેઠાલાલ ખીમચંદભાઈ માંડલીયાના જમાઈનું તા.7નાં શુક્રવારે
અવસાન થયું છે. બન્ને પક્ષની સાદડી તા.8નાં બપોરનાં 4 થી 6 સોની જ્ઞાતિની વાડી બડાબજરંગ
રોડ, ‘ડેનીશ હોલ’ ઉપલેટા છે.
ધ્રોલ:
સોની કનકલાલ કલ્યાણજીભાઈ આડેસરા (ઉ.વ.84) તે નિમેશભાઈ, રાજુભાઈ, નિરૂબેન, કુંદનબેનના
પિતાશ્રી, જોડીયાવાળા ત્રંબકભાઈ ઓધવજીભાઈ માંડલીયાના જમાઈ, મહેન્દ્રભાઈ, નટુભાઈ તથા
નરેન્દ્રભાઈના બનેવીનું તા.7નાં અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.8નાં સાંજે
4 થી 6 સોની સમાજની વાડી, ધ્રોલ છે.
તાલાલા
ગિર: જગદીશ અબોટી બ્રાહ્મણ ગૌરીશંકર નંદરામ પંડયા (ઉ.વ.96) તે પ્રવીણભાઈ, નલીનભાઈ,
મહેશકુમાર (ભવાની શીંગ), નિમુબેન ભરતકુમાર પુરોહિત (આજક)ના પિતાશ્રીનું તા.6નાં અવસાન
થયુ છે. ઉઠમણુ તા.10નાં 4 થી 6 બીમલેશ્વર મહાદેવ, નરસિંહ ટેકરી, તાલાલા છે.