• બુધવાર, 12 માર્ચ, 2025

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: નયનાબેન યોગેશભાઇ શાહનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 652મું ચક્ષુદાન થયેલ છે. આ ચક્ષુદાન ડો. હિરેન પટેલના સહયોગથી થયેલ છે.

ચક્ષુદાન

વંથલી: ખેડૂત અગ્રણી વાલજીભાઇ ખીમજીભાઇ વામજા (ઉં.95)નું અવસાન થતા પરિવારજનોએ સ્વ. વાલજીભાઇના ચક્ષુદાન કરવા અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા, સાગર સોલંકીને ડો. જયેશ વેસેટીયન અને મેડીકલ ટીમના પ્રતિક કંડોલિયા અને રોહિત સોંદરવાએ સેવાઓ બજાવી હતી.  આ તકે રસીકભાઇ વામજા, અશ્વિનભાઇ વામજા, મહેન્દ્રભાઇ વામજા, રમણીકભાઇ વામજા, અક્ષયભાઇ વામજા અને પ્રિન્સભાઇ વામજા વગેરેની ઉપસ્થિતિ હતી.

સુરત: મૂળ કેશોદ નિવાસી, હાલ સુરત સ્વ. અરુણકાંત નર્મદાશંકરભાઇ વ્યાસનાં પત્ની, મીનાબેન (ઉં.65)તે કલ્પેશ અને વિશાલનાં માતુશ્રી, માનસી અને રેખાનાં સાસુ તથા ત્રિશા, ફેલિશા અને હેનિલનાં દાદીમાનું સુરત મુકામે તા.11ના અવસાન થયું છે.

જામનગર: શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ ચંદ્રિકાબેન પ્રબોધભાઇ દવે તે ગુરુના પત્ની, વિપુલભાઇ દવે, (આવાસ ફાઇનાન્સ તેમજ બીકેબીએન ના ટ્રસ્ટી), હિનાબેન કમલેશભાઇ દવે, કાજલબેન ધર્મેશભાઇ ત્રિવેદીના માતુશ્રીનું નિમિષાબેન દવે (મોદી સ્કૂલ)ના સાસુ, હિતા વિપુલભાઇ દવેના દાદીનું તા.11ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.13ના 4થી 4-30 દરમિયાન પાબારી હોલ, તળાવની પાળ તે સેલરમાં ભાઇઓ- બહેનો માટે છે.

રાજકોટ: ચા.મ.મોઢ બ્રાહ્મણ મુ.ચાંચાપર (હાલ રાજકોટ) રમેશભાઈ જમનાદાસભાઈ જાની (ઉં.67) તે સ્વ.જમનાદાસભાઈ દામજીભાઈ જાનીના પુત્ર, હર્ષાબેનના પતિ, હર્ષદભાઈ, જયંતિભાઈ, અશોકભાઈ, પુષ્પાબેન, ચંદ્રિકાબેન, સ્વ.મીનાબેનના ભાઈ, રીનાબેન, ભૂમિબેન, હર્ષિતભાઈ જાનીના પિતાશ્રી, સ્વ.ગૌરીશંકર પરસોત્તમભાઈ પંડયા (જાબીડા)ના જમાઈનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું, શ્વસુર પક્ષનું બેસણું તા.14ના સાંજે 4થી 6, રાધાકૃષ્ણ મંદિર, એરપોર્ટ દીવાલ સામે, ગાંધીગ્રામ, રાજકોટ છે.

રાજકોટ: મૂળ બજરંગપુર હાલ રાજકોટ રાજેશભાઈ અમૃતભાઈ દસાડીયા (ઉં.42) તે દીપકભાઈના મોટાભાઈ, રવજીભાઈ બગથરીયાના ભાણેજ, ગિરીશભાઈ તથા શૈલેષભાઈ પરમારના બનેવીનું તા.10ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.13ના સાંજે 4થી 6, બી.ડી.કામદાર સોસાયટી, મવડી ગુરુકુલ પાછળ, મવડી રાજકોટ છે.

રાજકોટ: મોરબી નિવાસી (સોખડાવાળા) સોની છગનલાલ જશરાજભાઈ ફીચડિયાના પુત્ર, ધ્રોલ નિવાસી ઝવેરી જેઠાલાલ ઠાકરશીભાઈના જમાઈ લક્ષ્મીચંદભાઈ (ઉં.86)નું તા.8ના અમેરિકામાં અવસાન થયું છે. પિયર પક્ષનું બેસણું તા.13ના સવારે 10-30થી 11-30, “િગરિરાજ’’, 26-પ્રહલાદ પ્લોટ, દિગ્વિજય રોડ નજીક, રાજકોટ છે.

ગઢડા (સ્વામીના): સ્વ.ઈન્દુભાઈ કાનજીભાઈ મકવાણાના પુત્ર પરેશભાઈ મકવાણા (ઉં.53) તે મનન અને માનસીના પિતાશ્રી, વર્ષાબેન ઈન્દુભાઈ મકવાણા (ભાવનગર નંદકુવરબા), ગીતાબેન મનીષકુમાર મેવાસીયા (જસદણ), હસુભાઈ ઘનશ્યામભાઈ મકવાણા (જેતલસર), વિશાલભાઈ શરદભાઈ મકવાણા (હાલ સુરત)ના ભાઈનું તા.11ના અવસાન થયું છે.

રાજકોટ: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ચંદ્રશંકર ઉમિયાશંકર મહેતા (નિવૃત્ત રેલવે કર્મચારી) (ઉ.79) તે મનસુખભાઇ, મહેન્દ્રભાઇ, અરૂણભાઇ, સ્વ. દિલીપભાઇના ભાઇ, રાજુભાઇ મહેતાના બનેવી, જીતુભાઇના પિતાશ્રી, યશના દાદાનું તા.10ના અવસાન થયું છે. બેસણુ તા.13ના સવારે 9 થી 10 દરમિયાન ગંગોતેશ્વર મહાદેવનું મંદિર ગંગોત્રી પાર્ક, શિલ્પન નોવાની બાજુમાં કિડની હોસ્પિટલ સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.

જામનગર: શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ સ્વ. મનસુખલાલ ઇશ્વરલાલ શુકલના પત્ની, કુસુમબેન મનસુખલાલ શુકલ (ઉ.87) તે નિલેશભાઇ, શૈલેષભાઇ, કપિલભાઇ તથા હિતેશભાઇના માતુશ્રી, નરેન્દ્રભાઇ, યોગેશભાઇ તથા ભરતભાઇના કાકીનું તા.10ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.13ના સાંજે 5 થી 5-30 દરમિયાન પાબારી હોલમાં ભાઇઓ-બહેનો માટે છે.

જામખંભાળિયા: સારસ્વત બ્રાહ્મણ ડો. કેતન સાતા (સરકારી હોસ્પિટલ) અને નિશાંતભાઇ, સનીભાઇના પિતાશ્રી, જામનગર નિવાસી સારસ્વત બ્રાહ્મણ ભૂપતરાય ગિરધરલાલ પસા (જોશી) (ઉ.72)તે જૂનાગઢ નિવાસી, સ્વ. લાભશંકરના જમાઇનું તા.9ના અવસાન થયું છે.

વિસાવદર: કાંતાબેન વાલજીભાઇ ભંડેરી (ઉ.75) તે જગદીશભાઇ, જયંતિભાઇના માતુશ્રી, રાહુલભાઇ અને કિશનભાઇના દાદીનું તા.11ના  અવસાન થયું છે.

રાજકોટ: મુળ પારડી હાલ રાજકોટ ડો. ભરતભાઇ નારણદાસભાઇ દેવમુરારીનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4 થી 6 શિવ મંદિર, શિવનગર, રાજેશ્રી બજાજ શો રૂમ પાછળ, રાજકોટ છે.

ધ્રોલ: સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ મનિષાબેન નિલેશભાઇ ઓઝા (ઉ.45) તે નિલેશભાઇ મુકુંદરાય ઓઝા (તલાટી કમ મંત્રી)ના પત્ની, નિખિલભાઇ, દેવભાઇના માતુશ્રી, સ્વ. મુકુંદરાય ફુલશંકર ઓઝાના પુત્રવધુ, સ્વ. જયસુખભાઇ, ભરતભાઇ અને સ્વ. કિશોરભાઇના ભત્રીજા વહુ, મયંકભાઇ, હિમાંશુભાઇ, મનિષભાઇ, ઉદયભાઇ, રોનકભાઇ તેમજ ઋષિકેશભાઇ તેમજ જીજ્ઞાબેન ગોપાલકુમાર ત્રિવેદીના ભાભી, મુકુંદરાય વિશ્વનાથભાઇ ત્રિવેદી (બોટાદ)નાં દીકરીનું તા.11ના અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષનું બેસણું તા.13ના સાંજે 4 થી 6 રાજપુત સમાજની વાડી, દરબારગઢ પાસે, ધ્રોલ છે.

મોરબી: મુળ ટંકારા હાલ મોરબી નિવાસી ચેતનાબેન પ્રફુલભાઈ ધ્રાંગધરીયા (ઉ.પ0) તે પ્રફુલભાઈ જગજીવનભાઈ ધ્રાંગધરીયાના પત્ની, સ્વ.જગજીવન ધનજીભાઈના પુત્રવધુ, રીંકુ, તરંગ, પ્રિયાંશીના માતુશ્રી, કમલેશભાઈ, પરેશભાઈ, કૈલાષબેન મુકેશકુમાર અખિયાણિયા અને ઈલાબેન ચેતનકુમાર પંચાસરાના ભાભી, જેન્તીભાઈ પરશોતમભાઈ દુધૈયાની દિકરી, રીપનભાઈના બહેનનું તા.11નાં અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.13ના સાંજે 4 થી પ.30 ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, યુનીટ નંબર-1, ઘંટીયા પા, વિશ્વકર્મા મંદિરની પાસે, મોરબી છે.

 

 

ધ્રોલના ન્યૂઝ પેપર એજન્ટ રોહિતભાઈ નેગાંધીના માતુશ્રીનું અવસાન : કાલે ઉઠમણું

ધ્રોલ: નવગામ ભાટિયા ધ્રોલ નિવાસી દીનાબેન રણજીતભાઈ નેગાંધી (ઉં.78) તે રણજીતભાઈ ભાણજીભાઈ નેગાંધીના પત્ની, ભાણજી કરસનદાસ નેગાંધીના પુત્રવધૂ, તુલસીદાસ ઓધવજી આશરના પુત્રી, અનંતભાઈ, લલિતભાઈ, મધુસૂદનભાઈ, જ્યોતિબેન દિલીપસિંહ વેદના બહેન, સંદીપ, રોહીતભાઈ (ન્યૂઝ પેપર એજન્ટ ધ્રોલ, નીતા ભાવિન વેદના માતુશ્રી, તૃપ્તિ રાહુલ સંપટના ભાભુ, તેજલ અને નંદીનીના સાસુ, ધૃતિ, આરવ, આરોહીના દાદીનું તા.11ના અવસાન થયું છે. ઉઠમણું તા.13ના સાંજે 4-30થી 5-30, ભાટિયા મહાજન વાડી, ધ્રોલ ખાતે છે.

ઇ-પેપરના નવા શુલ્ક