ચક્ષુદાન
રાજકોટ:
ભરતભાઈ બેનાણી (ઉં.70) તે સ્વ.વસંતરાય ઝીકુલાલ બેનાણીના મોટા પુત્ર, તે દીપકભાઈ, જયેશભાઈ,
શીલાબેન દડિયા (મુંબઈ)ના મોટાભાઈ, કુણાલના પિતાશ્રી, શ્વેતાના સસરા, વિરાંશીના દાદા,
વનેચંદભાઈ જગજીવન દોશીના જમાઈનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણું તા.10મીએ સવારે 10 વાગ્યે,
મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિર, તિરૂપતિનગર મેઈન રોડ, શેરી નં.6ના ખુણે, મોદી સ્કૂલની
બાજુમાં રાજકોટ છે. સદગતના ચક્ષુઓનું ચક્ષુદાન
કરાયું
છે.
ચક્ષુદાન
રાજકોટ:
જૈન પરિવારના લીલમબેન છબીલભાઈ અજમેરાનું અવસાન થતા તેમના પુત્રો સતીશભાઈ અને વિપુલભાઈની
સહમતીથી અને અર્હમ સેવા યુવા ગ્રુપના કાર્યકર અલ્કેશભાઈ અજમેરાની પ્રેરણાથી લીલમબેનના
ચક્ષુનું દાન કરાયું છે. જૈન સોશિયલ ગ્રુપની આશ્રય કમિટી ચેરમેન ઉપેનભાઈ મોદી તથા વિવેકાનંદ
યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી અને ચક્ષુદાન અભિયાનના અનુપમભાઈ દોશી કાર્યરત
હતા.
રાજકોટ:
ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ અનસુયાબેન ભાનુપ્રસાદ યાજ્ઞિક (ઉ.90) તે સ્વ. ભાનુપ્રસાદ
પ્રભાશંકર યાજ્ઞિકના પત્ની, રમેશભાઇ (જીવન બેંક), હરેશભાઇ (ઉત્સવ સ્ટોર્સ), નયનાબેન
નરેશ શુકલ, રમા જીતેન્દ્ર, પન્ના યોગેશ શુકલ, અલ્પા હિમાંશુ દવેના માતુશ્રી, રીના રમેશભાઇ,
મીના હરેશભાઇના સાસુ, હાર્દિક યાજ્ઞિક (આઇ.એમ.એસ. કું.), મિલોની, રિયાના દાદીનું તા.8ના
અવસાન થયું છે. બેસણું તા.10ના સાંજે 4-30 થી 6-30 અવધેશ્વર મહાદેવ મંદિર, ઓસ્કાર સ્કાય
પાર્ક સામે, નેત્રદિપ આઇ હોસ્પિટલ વાળી શેરી, અયોધ્યા ચોક પાસે, 150 ફૂટ રીંગ રોડ,
રાજકોટ છે.
ડોળાસા:
દેલવાડા તા.ઉના રમાબેન ગોવિંદજી ચાંદ્રાણી (ઉ.82) તે અશોકભાઈ, સ્વ.સુરેશભાઈ, પ્રફુલાબેન,
જયશ્રીબેન, નીતાબેન તથા કિરણબેનના માતુશ્રી, સ્વ.નટુભાઈ, સ્વ.ધીરૂભાઈ, સ્વ.પ્રવીણભાઈ
અને હીતેશભાઈ મજીઠીયા (કાજરડીવાળા)ના બહેનનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા,
પિયર પક્ષની સાદડી તા.10ના સાંજે 4 થી 6, પાતળેશ્વર મહાદેવ, પટેલ સોસાયટી, ઉના છે.
જામનગર:
જયાબેન જયંતિલાલ માણેક (ઉ.75) તે સ્વ.જયંતિલાલ દેવચંદ માણેકના પત્ની, જીગ્નેશભાઈ માણેક
(પત્રકાર-નોબત), હિતેશભાઈ, પ્રતીક્ષાબેનના માતુશ્રી, નયનકુમાર ધોળકીયાના સાસુનું તા.9ના
અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.10ના સાંજે 5 થી 5-30, ભાઈઓ-બહેનો માટે
પાબારી હોલ, તળાવની પાળે, જામનગર છે.
રાજકોટ:
મોઢવણિક શ્રેષ્ઠી રસિકભાઈ હરિદાસભાઈ મહેતા (ઉ.87) તે જેસિકા જયેશભાઈ સુતરીયા, રૂપા
ભરતભાઈ મહેતા, સોના જયેશભાઈ કલ્યાણી, મોના પરાગભાઈ ઉદાણીના પિતાશ્રી, મુળરાજભાઈ, ડો.જગદીશભાઈ,
રેખાબેન રમેશભાઈ ગાંધી, કુસુમબેન રજનીભાઈ છાપીયાના ભાઈ, રિશિરાજ, રાધિકા, પૂજા, પાર્થ,
નમ્રતા, અમનના નાનાનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.10ના 5 થી 6, ડી-4, સમ્રાટ
એપાર્ટમેન્ટ, સીસ્ટર નિવેદીતા સ્કૂલની સામે, જલારામ-1, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.
રાજકોટ:
સ્થાનકવાસી જૈન સરલાબેન પારૂલકુમાર મોદી (ઉ.66) તે પારૂલકુમાર મનહરલાલ મોદીના પત્ની,
ઉમરાળીવાળા મોહનલાલ ગોવિંદજીભાઈ પારેખના પુત્રી, ઉમેદભાઈ, હીરાભાઈ, કનુભાઈ, નવનીતભાઈ,
ચંદ્રકાંતભાઈ, દિલીપભાઈ, સ્વ.નિર્મળાબેન જયંતિલાલ શાહ, દીનાબેન ભૂપેન્દ્રભાઈ ઘંઘુના
બહેન, નિશાંત, જયના માતુશ્રી, હેમાલી અને મીરાના સાસુ, આદિત્ય અને જીયાના દાદીનું અવસાન
થયું છે. ઉઠમણું તા.10ના સવારે 10 કલાકે વિરાણી પૌષધશાળા સ્થાનકવાસી જૈન મોટા સંઘ ઉપાશ્રય,
પેલેસ રોડ, રાજકોટ છે.
ઉના:
રમાબેન ગોવિંદજી ચાંદ્રાણી (દેલવાડાવાળા)(ઉ.82) તે અશોકભાઈ, સ્વ.સુરેશભાઈ, પ્રફુલાબેન,
જયશ્રીબેન, નીતાબેન, કિરણબેનના માતુશ્રી, સ્વ.નટુભાઈ, સ્વ.ધીરૂભાઈ, સ્વ.પ્રવીણભાઈ,
હિતેશભાઈ મજીઠીયા (કાજરડીવાળા)ના બહેનનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયર
પક્ષની સાદડી તા.10ના સાંજે 4 થી 6, પાતાળેશ્વર મહાદેવ, પટેલ સોસાયટી, ઉના છે.
ભેસાણ:
પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ ભાવેશભાઈ (ઉ.55) તે સ્વ.ડો.સુરેશચંદ્ર એસ.વ્યાસના પુત્ર, જસવંતભાઈ
(ચીકાભાઈ)ના મોટાભાઈનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.10ના સાંજે 4 થી 6, તેમના
નિવાસ સ્થાન, વૃંદાવન સોસાયટી, ઠુંમરવાડી મંદિરના ગેઈટ પાસે ભેસાણ છે.
સાવરકુંડલા:
મહેશભાઈ વાલજીભાઈ કારેલીયા (ઉ.57)નું તા.4ના અવસાન થયું છે. સાદડી તા.10ના સાંજે 4
થી 6, 42-અંજુ પેલેસ, મધુવન સોસાયટી, જેસર રોડ, સાવરકુંડલા મોસાળ પક્ષની સાદડી સાથે
છે.
બોટાદ:
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ હરેશભાઈ દિનકરરાય પાઠક (ઉ.60)(સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા બોટાદ
શાખાના કર્મચારી) તે સ્વ.દિનકરરાય પરસોત્તમભાઈ પાઠકના પુત્ર, દક્ષાબેનના પતિ, અમરીશભાઈ,
જીગ્નેશભાઈ પાઠક, માધવીબેન દિનેશકુમાર ગર્ગ (જૂનાગઢ), પ્રતિભાબેન વાસુદેવભાઈ ભટ્ટ (બોટાદ),
શૈલેષભાઈ બંસીભાઈ પાઠક, કૌશિકભાઈ મધુસૂદનભાઈ પાઠકના ભાઈ, પ્રિયંકા હિમાલય રાવલ (ધોરાજી),
સુમન, કિશન પાઠકના પિતાશ્રીનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.10ના તેમના નિવાસ સ્થાને
“ચંદ્રમૌલિ’’, મીરા પાર્કની ટાંકી પાસે, પાંચપડા ખાતે છે.
પોરબંદર:
જયશ્રીબેન જયેન્દ્રભાઈ ધનરાજ (ઉ.62) તે જયેન્દ્રભાઈ છોટાલાલ ધનરાજના પત્ની, તેજસભાઈ,
આશિષભાઈના માતુશ્રી, અમરશીભાઈ મોહનલાલ કારીયા (બાટવાવાળા)ના પુત્રીનું તા.8ના અવસાન
થયું છે. પ્રાર્થનાસભા તા.10ના સાંજે 5 થી 5-30, પોરબંદરની લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા
હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત પિયર પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ:
ત્રંબકભાઈ હરિશંકર જોષી (નિવૃત્ત શિક્ષક)ના પત્ની હેમીબેન (હેમકુંવરબેન)(ઉ.99) તે પ્રફુલભાઈ,
મહેન્દ્રભાઈ, દિનેશભાઈ, લલીતભાઈ, જસુમતીબેન, ભારતીબેન, જ્યોતીબેનના માતુશ્રી અને હર્ષિલના
દાદીનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.10ના 4 થી 6, “હર્ષિલ’’, 1-માધવ પાર્ક, બાપાસીતારામ
ચોક, મવડી રોડ, રાજકોટ છે.
જૂનાગઢ:
હરેશભાઈ પુરૂષોત્તમ પ્રસાદ વસાવડાના પત્ની મનીષાબેન (ઉ.54) તે ઈશા અને પ્રેક્ષાના માતુશ્રી,
પ્રતીક્ષા (ધુના) રવિન્દ્ર વૈશ્નવ, મીનાક્ષી હરેશ દેસાઈ અને સ્વ.રઘુવીર તથા સુભાષના
ભાભી, હાર્દિક ધોળકીયા (જામનગર)ના બહેનનું તા.9ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.10ના
સાંજે 5 થી 6, શ્રી હાટકેશ શિવાલય, જૂનાગઢ ખાતે છે.