• બુધવાર, 12 માર્ચ, 2025

avsan nondh

સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમાના પિતાનું અવસાન : કાલે એક જ દિવસ બેસણું

વેરાવળ: સોમનાથ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના પિતાશ્રી કાનાભાઈ હીરાભાઈ ચુડાસમાનું તા.5ના દુ:ખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.8ને શનિવારે સવારે 9થી સાંજે 5 સુધી રાખેલ છે. સામાન્ય રીતે મૃત્યુ પામ્યાથી ઉત્તરક્રિયા સુધી દરરોજ બેસણું રાખવામાં આવતું હોય છે. સમાજમાં સમય અને આર્થિક રીતે લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે માટે સમાજમાં એક ઉપદેશ રૂપી અમારા સ્વજનનું બેસણું એક જ દિવસ રાખેલ છે. ઉત્તરક્રિયા ફાગણ સુદ-11ને સોમવારે તા.10ના દિવસે ટુંકા સમયમાં રાખેલ છે. સોમનાથ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા સમાજમાંથી કુરીવાજ દૂર થાય, સમાજને એક સાચો ઉપદેશ મળે તે હેતુથી એક પહેલ કરવામાં આવી છે.

 

ચક્ષુદાન

રાજકોટ: લાભુબેન નાનુભાઈ મઢવીનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 649મું ચક્ષુદાન થયેલ છે. ફેબ્રુઆરી 2025માં અગિયારમું (11) ચક્ષુદાન થયેલ છે.

 

પડધરી: પડધરી વાળા હાલ રાજકોટ ઠા.શશીકાંતભાઈ ગિરધરલાલ કોટક (ઉં.86) તે ગિરધરલાલ ગોરધનદાસ કોટકના પુત્ર, વિપુલભાઈ, મોનાલીબેન રાજેશકુમાર નાગ્રેચા, જુલીબેન રોમિતકુમાર રાજદેવના પિતાશ્રી, સોનલબેનના સસરા, વિરલના દાદા, સ્વ.ચુનીલાલ જેઠાલાલ ઘેલાણી (ધ્રાંગધ્રા)ના જમાઈનું તા.6ના અવસાન થયું છે. સસુર પક્ષની સાદડી તા.7ના સાંજે પથી 6 જાગનાથ મહાદેવ મંદિર, યાજ્ઞિક રોડ, રાજકોટ છે.

ગળોદર: લીલાબેન જોશી (ઉં.78) તે સ્વ.નર્મદાશંકરના પત્ની, કમલેશભાઈ, અશોકભાઈ, ભરતભાઈ, ભૂપેન્દ્રભાઈના માતુશ્રીનું તા.પના અવસાન થયું છે. બેસણું તા.10નાં સોમવારે ગળોદર મુકામે તેઓના નિવાસ સ્થાને છે.

વેરાવળ: જયાબેન રાજપોપટ (ઉં.81) તે સ્વ.પરસોત્તમ હીરજીભાઈ રાજપોપટના પત્ની, જીતુભાઈ, પ્રફુલ્લભાઈ, અતુલભાઈ, સ્વ.સુધાબેન રમેશભાઈ નથવાણી (કેશોદ)ના માતુશ્રી, નટુભાઈ (જેપી સ્કૂલ)ના કાકી, સ્વ.દુલભજી તુલસીદાસ કારિયાની દીકરીનું તા.6નાં અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.7ના સાંજે 4થી પ બિલેશ્વર મંદિરે, શિક્ષક કોલોની ખાતે છે.

રાજકોટ: મહેન્દ્રસિંહ સિદ્ધરાજસિંહ પરમાર (ઉ.પ0) તે કૃષ્ણસિંહના નાનાભાઈ, મિતરાજસિંહના પિતાશ્રીનું તા.પના અવસાન થયું છે.

ગોંડલ: ચંદ્રિકાબેન અરુણભાઈ ભટ્ટ (ઉ.80) તે સ્વ.અરુણભાઈ હિંમતલાલ ભટ્ટના પત્ની, હિતેષભાઈ, જ્યોતિ અજયભાઈ જોશી અને જીજ્ઞાસા સંજયકુમાર રાજ્યગુરુના માતુશ્રીનું તા.પનાં અવસાન થયું છે. બેસણુ તા.7નાં સાંજે 4 થી 6 કોટડા સાંગાણી રોડ, ભગવતપરા રઘુવીર સોસાયટી, મારુતિધામ બગીચાની સામે રાજખોડલ પાનવાળી શેરી, ગોંડલ છે.

અમરેલી: સંજયભાઈના પત્ની હીનાબેન સંજયભાઈ જોશી (ઉં.56) તે ઋત્વિકભાઈ માતૃશ્રી, ધર્મેન્દ્રભાઈના ભાભી, સરોજબેનના સાસુનું તા.પના અવસાન થયું છે. બેસણુ તા.7ના સાંજે 4 થી 6 શશાંક મહાજન, પાર્ટી પ્લોટ, સ્ટેશન રોડ, અમરેલી છે.

જેતપુર: દેવકીગાલોળ નિવાસી ડૉ.કેશુભાઈ મોહનભાઈ પરમારના પત્ની લાભુબેન તે જયસુખભાઈ, સુરેશભાઈ, કિરીટભાઈ, સંજયભાઈના માતૃશ્રીનું તા.પના અવસાન થયું છે.

મોરબી: દિલીપભાઈ ઘેલાભાઈ સોલંકી (ઉ.66) તે સ્વ.વાણંદ ઘેલાભાઈ મોતીભાઈ સોલંકીના નાના પુત્ર, વિનુભાઈ અને કિશોરભાઈના નાના ભાઈ, મિલન, જયના પિતાશ્રી, ખોરાણા નિવાસી લાલજીભાઈ વેલજીભાઈ ભટ્ટીના જમાઈ, રાજેશભાઈ તથા નિલેશભાઈના બનેવીનું તા.4નાં અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.7નાં સાંજે 4 થી 6 વાણંદ જ્ઞાતિની વાડી, જવેરી શેરી, લખધીરવાસ, વાંકાનેર દરવાજા પાસે, સેન જ્ઞાતિ માર્ગ, મોરબી છે.

ટંકારા: સરલાબેન ભોગીલાલ મણીયાર (ઉં.74) તે ભોગીલાલ રતિલાલ મણિયારના પત્ની, સ્વ.ચમનલાલ, સ્વ.રસિકભાઈ, સ્વ.કનૈયાલાલ, સ્વ.કેશવલાલ, સ્વ.જશવંતરાયના ભાઈના પત્ની, સ્વ.છોટાલાલ, કિશનભાઈના ભાભી, મીરાબેન ભરતકુમાર પડિયા (મહુવા), ચારમીબેન કૌશિકકુમાર પડિયા (મહુવા) તથા રીટાબેન ભાવેશકુમાર બોસમીયા (રાજકોટ)ના માતુશ્રી, વાસાવડવાળા સ્વ.વનમાળીદાસ ભીમજીભાઈ જોગીના દીકરીનું તા.પનાં અવસાન થયું છે. સાદડી તા.8નાં સાંજે પ થી 6, બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી, પેડક રોડ, સામે કાંઠે રાજકોટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક