• બુધવાર, 12 માર્ચ, 2025

avsan nondh

મોરબી મેડિકલ કોલેજને હળવદ તાલુકાનું પ્રથમ દેહદાન

હળવદ, તા.8: હળવદ શહેરમાં રહેતા અને મૂળ સૂરવદર ગામના રહેવાસી જયાબેન ઠાકરશીભાઈ દેત્રોજાનું તા.6ના અવસાન થતાં મોરબી મેડિકલ કોલેજમાં દેહદાન કરાયું હતું. જયાબેન જીવિત હતા ત્યારે તેઓએ સંકલ્પ કર્યો હતો. પરિવારજનોને કહ્યું હતું મારા મૃત્યુ પછી મારા પાર્થિવ દેહને મેડિકલ કોલેજમાં દેહદાન કરશો. તેથી તેમના પરિવારજનોએ તેઓ જીવિત હતા ત્યારે જ દેહદાનનો સંકલ્પ કરી દેહદાન માટે સંકલ્પ પત્ર ભરી મેડિકલ કોલેજમાં સુપ્રત કર્યુ હતું. તેઓનું અવસાન થતાં પરિવારના મોભી ઠાકરશીભાઈ, પુત્ર નયનભાઈ દેત્રોજા (પ્રદેશ યુવા ભાજપ કારોબારી સભ્ય)એ મોરબી મેડિકલ કોલેજનો સંપર્ક કરી અને દેહદાન કર્યુ હતું. મોરબી મેડિકલ કોલેજ બન્યા બાદ હળવદ તાલુકાનું આ પ્રથમ દેહદાન હતું.

 

 

સીટીઝન્સ કો.ઓ. બેંકના સ્થાપક અશ્વિનભાઇ મહેતાના પત્ની રસીલાબેનનું નિધન : સોમવારે પ્રાર્થના સભા

રાજકોટ: સીટીઝન્સ કો.ઓ. બેંકના સ્થાપક સ્વ. અશ્વિનભાઇ મહેતાના પત્ની, રસિલાબેન (ઉ.વ.85) તે સલીલભાઇ અને હારિતભાઇના માતુશ્રી, રાગીણીબેન તથા ગીતાબેનના સાસુ, મનન, ચિંતન, આયુષી, ઇશ્વાના દાદીનું તા.8મીએ અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.10-2-2025 સોમવારે સાંજે 4-30 થી 6 બાલભવન, રેસકોર્ષ, રાજકોટ ખાતે રાખેલ છે.

 

ચક્ષુદાન

રાજકોટ: વેરાવળ તાલુકાના ભાલપર ગામના આહીર સમાજના ભગવાનજી નાથાભાઇ સોલંકીનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 631મું ચક્ષુદાન થયું છે. જાન્યુઆરી 2025 મહિનામાં અઢારમું (18) ચક્ષુદાન થયું છે. આ ચક્ષુદાન વેરાવળના પ્રતિનિધિ પરબતભાઇ સોલંકી (108)ના સહયોગથી થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ મહેતા-મો. 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.

 

 

પોરબંદર: રમેશભાઇ ગોપાલભાઇ લાખાણી (ઉ.68) તે વિશાલભાઇ તથા મિલાપભાઇના પિતાશ્રી તથા અશોકભાઇના મોટાભાઇનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.10ને સોમવારે બપોરે 3-30 થી 4 પોરબંદરની લોહાણા મહાજન વાડીના, પ્રાર્થના સભા હોલ ખાતે રાખેલ છે.

રાજકોટ: જયેશભાઇ દોશી (ઉ.58) તે  સ્વ. જયંતીલાલ રતિલાલ દોશીનાં પુત્ર, દિવ્યેશભાઇ, કવિતાબેન, લતાબેન, જયશ્રીબેન, દક્ષાબેનનાં ભાઇ, હિનાબેનના પતિ, તે અંકિત તથા દર્શનના પિતાનું તા.7ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.10ને સોમવારે સવારે 10 વાગ્યે મણીયા દેરાસર (મણીભદ્ર આરાધના ભવન), રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: સોની નવીનચંદ્ર કાન્તીલાલ પારેખના પત્ની ઇન્દુબેન (ઉ.75)તે નરેશભાઇ (કાનાભાઇ), નિતા પ્રણવકુમાર પાટડીયા, નિશા મનીષકુમાર રાણપરાના માતુશ્રી તથા રીશી અને જશના દાદી તથા કિશોરભાઇ, હસમુખભાઇ, કમલેશભાઇના બહેનનું તા.8ના રોજ અવસાન થયું છે. બેસણુ: સોમવારે તા.10મીએ બપોરે 3-30 થી 5 વાઘેશ્વરીની વાડી, યુનિટ નં.3, રામનાથપરા ખાતે બંને પક્ષનું સાથે રાખેલ છે.

ઉપલેટા: સુપેડીના વિજયાબેન લક્ષમીદાસ ગોવાણી (ઉં.91) તે સુભાષભાઇ, દિનેશભાઇ (બીએસએનએલ) અને સ્વ. રમેશભાઇ ગોવાણીના માતુશ્રીનું તા.7ના સુપેડી મુકામે અવસાન થયું છે. બેસણુ: તા.10ને સોમવારે 8થી 11 કડવા પટેલ સમાજ, તાલુકા શાળા પાસે, સુપેડી મુકામે રાખેલ છે.

રાજકોટ: મધુસુદન મોહનલાલ રાવલના પત્ની, ઉષાબેન તે નીલેશભાઇ અને જયેશભાઇ રાવલના માતુશ્રીનું તા.8ના રોજ અવસાન થયું છે. બેસણુ: તા.10ને સોમવારે અલ્કેશ્વર મહાદેવ મંદિર, અલકાપુરી મેઇન રોડ, સદ્ગુરુ તિર્થધામ પાછળ, રૈયા રોડ, રાજકોટ ખાતે સાંજે 4થી 6 રાખેલ છે.

રાજકોટ: મયાકુંવરબેન ધરમશીભાઇ પરમાર તે શશીકાંતભાઇ, રજનીકાંતભાઇ અને અશોકભાઇ પરમાર (ડે. કમિશનર ઓફ ઇન્કમ ટેક્ષ-િનવૃત્ત)ના માતુશ્રીનું તા.7ના રોજ અવસાન થયું છે. બેસણુ: તા.10ને સોમવારે સાંજે 4થી 6 ઓમકારેશ્વર મહાદેવ મંદિર, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, પારસ કોમ્યુનિટી હોલ પાસે, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: મૂળ રાજકોટ, હાલ મુંબઇના રહેવાસી જગદીશભાઇ ધીરજલાલ કાનાણી (ઉં.64)તે ચેતનાબેનના પતિ, જીતુભાઇ, ધર્મિષ્ઠાબેન હ. ભીમજયાણી અને વીણાબેન હર્ષદકુમાર કોટકના ભાઇ, ગુરુના પિતાનું તા.8ના રોજ અવસાન થયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક