દેહદાન,
ત્વચાદાન
પોરબંદર:
ભારતીબેન રાયઠઠ્ઠા (ઉં.55) તે કમલેશભાઇ રાયઠઠ્ઠાના પત્ની, ધનંજય, બ્રિન્દાના માતુશ્રી,
ડોક્ટર લાભુભાઇ હરિદાસ કક્કડના પુત્રી, ડોક્ટર અશોકભાઇ કક્કડના બહેનનું તા.7ના અવસાન
થયું છે. પ્રાર્થના સભા, પિયર પક્ષની સાદડી તા.10ના 4-15થી 4-45 દરમિયાન લોહાણા મહાજન
વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ-બહેનોની સંયુક્ત છે. સદગતનું ચક્ષુદાન, ચામડી દાન,
દેહદાન કરવામાં આવેલ છે.
ચક્ષુદાન
કુકસવાડા:
માંગરોળ તાલુકાના સિંધી સમાજના (માધવ કરિયાણા વાળા), રૂપવતીબેન કુંદનદાસ તન્ના ( કારેમાં
મુખ્યાણી) (ઉં.85) તે પરસોત્તમભાઇ, ઇશ્વરભાઇ, લચ્છભાઇ, મુરલીધરભાઇના માતુશ્રીનું અવસાન
થતાં તેમના પરિવાર દ્વારા મૃતકના બન્ને ચક્ષુનું દાન કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં નવયુવક
મંડળ માંગરોળના પ્રમુખશ્રી, પ્રકાશભાઇ લાલવાણીએ શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલક નાથાભાઇ
નંદાણીયાને જાણ કરતા લોએજના રાજેશભાઇ સોલંકીએ મૃતકના બન્ને ચક્ષુ લઇ મુનિ સંત બાલાજી
આઇ બેંક, હોસ્પિટલ વેરાવળ, જિ. ગીર સોમનાથને વિજયભાઇ વી. જોટવાને પહોંચાડવામાં આવ્યાં
હતાં.
વેરાવળ:
સીડોકર નિવાસી રજનીકાન્ત વિઠ્ઠલદાસ સુબાના પત્ની મંજૂબેન (ઉ.77)તે અનીલભાઇ, સ્વ. મેનાબેન
(પ્રાંચી), ભાનુબેન (રાજકોટ), ભારતીબેન (રાજકોટ), પ્રફુલાબેન (રાજકોટ)ના માતુશ્રીનું
તા.9ના અવસાન થયું છે. બેસણું તા.13ના શિવ મંદિર, સીડોકર મુકામે છે.
ચક્ષુદાન
ધોરાજી:
કોટડાસાંગાણી તાલુકાના ચાપાબેડા ગામે ધાર્મિક કાર્યક્રમમાં રાસ લેતી વેળાએ ગીરેન્દ્રસિંહ
ભરતસિંહ જાડેજા એકા એક પડી જતા અને બેભાન થઇ જતા તેમને લોધીકાના સરકારી હોસ્પિટલમાં
ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું ત્યારે જાડેજા પરીવારે દૃઢ
મનોબળથી અવસાન પામેલા વડીલ ગીરેન્દ્રસિંહ જાડેજાના ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય લીધો.
આ માટે ધોરાજીના માનવસેવા યુવક મંડળનાં ધર્મેન્દ્ર બાબરિયા, સાગર સોલંકીનો ફોનથી સંપર્ક
કરાતા ધોરાજી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર જયેશ વસેટીયન, મેડિકલ ટીમનાં
દીપક પારધી, નીતિન ચુડાસમા સાથે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા, સાગર સોલંકી
સહિતના લોધીકાની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સ્વ. ગીરેન્દ્રસિંહ જાડેજાના ચક્ષુઓ
લેવાયા હતા. આ તકે જાડેજા પરિવારના ધર્મેન્દ્રસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, દિલીપસિંહ
જાડેજા, દિવ્યરાજસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ જાડેજા, ધર્મરાજસિંહ ઝાલા, ઇન્દ્રવિરસિંહ
જાડેજા, વિરભદ્રસિંહ જાડેજા વગેરેની ઉપસ્થિતિ હતી.
મીઠાપુર:
મંગલાબેન મણિલાલ મોદી (અમીબેન)(ઉં.96) તે સ્વ.મણીલાલ પોપટલાલ મોદીના પત્ની, સ્વ.િગરીશભાઈ,
ભરતભાઈ, ધનસુખભાઈ મોદી, પુષ્પાબેન, જ્યોતિબેન, ગીતાબેનના માતુશ્રીનું તા.8ના અવસાન
થયું છે.
મીઠાપુર:
દેવભૂમિ દ્વારકાના હમસુર ગામના વાઘેર સમાજ અગ્રણી, ગાયોના સેવક તરીકે ઓળખાતા તેજાભા
લખુભા હાથલનું અવસાન થયું છે. અંતિમયાત્રા તા.10ના તેમના નિવાસ સ્થાન હમસુર ગામેથી
નીકળશે.
કેશોદ:
મનસુખલાલ વૃંદાવનદાસ કાનાબારની પુત્રી ક્રિષ્નાબેન (ઉં.44) તે નાગેશભાઈ, ભાવિકભાઈ,
અલકાબેન જીમુલિયા, કિરણબેન પટેલિયાના બહેન, રીતિકના માતુશ્રીનું તા.9ના અવસાન થયું
છે. અંતિમયાત્રા તા.10ને સોમવારે સવારે 8 કલાકે જાગનાથ, 3-ગોપાલનગર રોડ ખાતેથી નીકળશે.
ઉઠમણું આજ દિવસે સાંજે 4 થી 6, નીલકંઠ મહાદેવ, શરદ ચોક, કેશોદ છે.
લોઢવા:
દરશાલી નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ શારદાબેન ગૌરીશંકર ઠાકર (ઉં.82) તે મનીષભાઇના
માતુશ્રી, ચંદુભાઇ અને અનંતરાય ઠાકર (જૂનાગઢ)ના કાકી, કિશોરભાઇ (જૂનાગઢ)ના મોટા બાનું
તા.8ના અવસાન થયું છે. બેસણું તા.13ના 3થી 5 તેમના નિવાસસ્થાને છે.
રાજકોટ:
જામવાડી નિવાસી, હાલ રાજકોટ સ્વ. હરેશભાઇ અમૃતલાલ જોશી (ઉં.63)તે સ્વ. ભીખુભાઇ, ભાવેશભાઇ,
મધુબેન, વર્ષાબેન, હંસાબેનના ભાઇ, નયનાબેનના પતિ, મહેશ્વરીના પિતાશ્રી, શનિભાઇના સસરાનું
તા.8ના અવસાન થયું છે. બેસણું તા.10ના સાંજે 4થી 6 સીટી સિલ્વર એપાર્ટમેન્ટ, અંકુર
વિદ્યાલય સામે, અંકુરનગર મેઇન રોડ, રાજકોટ છે.
રાજકોટ:
શ્રી ગુજરાતી શ્રીગૌડ માળવિયા બ્રહ્મ પરિવારના
કોઠારિયા નિવાસી, હાલ રાજકોટ સ્વ. મનસુખલાલ શાંતિલાલ જોષીના પુત્ર, નૈષદભાઇ (ઉં.59)
તે માલતીબેન નૈષદભાઇ જોષીના પતિ, હેલીબેનના પિતાશ્રી, ભાવેશભાઇ મનસુખલાલ જોષી તેમજ
અર્ચનાબેન પ્રદીપકુમાર જોષીના મોટા ભાઇ, સ્વ. વસંતરાય રતિલાલ ભટ્ટ, સ્વ. હર્ષદરાઇ, સ્વ. કિરીટભાઇ, સ્વ.
અનિલભાઇ (ત્રંબા)ના ભાણેજનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું/બેસણું તા.10ના સાંજે 4થી
6 મહાકાલેશ્વર મંદિર માલવિયા પેટ્રોલ પંપ સામે, ગોંડલ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
જ્યોત્સનાબેન શિવલાલભાઇ તન્ના તે સ્વ. શિવલાલભાઇ રણછોડદાસભાઇ તન્નાના પત્ની, સ્વ. દિલીપભાઇ,
હિતેશભાઇ, જયશ્રીબેન, સંધ્યાબેન તન્નાના માતુશ્રી, આરતીબેન દિલીપભાઇ તન્નાના સાસુ,
ભવ્યના દાદીનું તા.9ના અવસાન થયું છે. ગોકળદાસ હંસરાજભાઇ બાટવિયાના દીકરીનું તા.9ના
અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી, સાથે બેસણું તા.10ના સાંજે 4-30થી ભ-30 પંચનાથ મંદિર
રાજકોટ છે.
ભાવનગર:
મર્હૂમ સૈયદ બચુભાઇના દીકરા, સૈયદ રહીમભાઇ બચુભાઇ (ઉં.72) તે સૈયદ પીરભાઇ (જીઇબી)ના
નાના ભાઇ, જુબેરભાઇ, જાવેદભાઇના વાલીદ, ઇરફાનભાઇ, ઇમરાનભાઇ સૈયદના કાકા, કૌશરભાઇ શમા,
સદ્દામભાઇ, મોહસીનભાઇ પઠાણના સસરા, સિકંદરભાઇ કુરેશી, રફીકભાઇ શમા, અજીજભાઇ શમાના સાળા,
યુનુસભાઇના બનેવીનું તા.9ના અવસાન થયું છે. જીયારત મર્દો માટે તા.11ના અમીપરા મસ્જિદમાં
સવારે 8 કલાકે તથા બહેનો માટેની જિયારત અમીપરા સિપાઇ જમાત ખાન હોલમાં સવારે 10 કલાકે
છે.