• બુધવાર, 12 માર્ચ, 2025

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: પ્રવીણભાઈ જીવરાજભાઈ રૂપારેલિયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 633મું ચક્ષુદાન થયેલ છે. આ ચક્ષુદાન સિવિલ ચોકીના એ.એસ.આઈ રામશીભાઈ જે.વરુના સહયોગથી થયેલ છે.

તાલાલા ગિર: હરિદાસ ગિરધરદાસ ખખ્ખર (ઉં.75)(હાલ વડોદરા) તે તુષારભાઈ, જીજ્ઞાબેન, ડોલીબેન, કોમલબેનના પિતાશ્રી, જમનાદાસભાઈ તથા રસિકભાઈ તથા દિનેશભાઈ તથા હસમુખભાઈ તથા પંકજભાઈના ભાઈ તથા સ્વ.પ્રભુદાસભાઈ પ્રાગજીભાઈ સોમૈયા (ખાંભાવાળા) હાલ સુરતના જમાઈનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.15ના સાંજે 5થી 6, લોહાણા મહાજન વાડી, સ્ટેશન રોડ, તાલાલા ગિર છે.

રાજકોટ: રીબડા નિવાસી હાલ રાજકોટ દુષ્યતંસિંહજી ભીમસિંહજી જાડેજા તે રાજેન્દ્રસિંહના મોટાભાઈ, છત્રપાલસિંહ, હરપાલસિંહ, પ્રતિપાલસિંહ, મેઘરાજસિંહના ભત્રીજા તથા ગોપાલસિંહના પિતાશ્રીનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.14ના સાંજે 4થી 6, ‘ધૈર્ય નિવાસ’, 12-લક્ષ્મીવાડી મેઈન રોડ, રાજકોટ છે.

સાવરકુંડલા: ધનગૌરીબેન કૌશિકભાઈ ભટ્ટ (ઉં.90) તે જિતેન્દ્રભાઈ, જગદીશભાઈ, હિંમતભાઈના માતુશ્રીનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.13ના સવારે 9થી 6, શિવશક્તિ સોસાયટી, હાથસણી રોડ, બ્લોક નં.50,

સાવરકુંડલા છે.

સાવરકુંડલા: લીલાબેન બાબુભાઈ મકવાણા (ઉં.86) તે રંજનબેન વિનોદભાઈ ડોડિયા, નિર્મળાબેન અરવિંદભાઈ પરમારના માતુશ્રીનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4થી 6, “ઓમ’’, મધુવન સોસાયટી, સરદારભવન પાસે, પિકઅપ બસ સ્ટેન્ડ, જેસર રોડ, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: શાંતાબેન દુર્લભજીભાઈ મુંજાણી (ઉં.84) તે મુકેશભાઈ દુર્લભજીભાઈ મુંજાણીના માતુશ્રીનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4થી 6, જલારામ સોસાયટી, જેસર રોડ, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: પરસોત્તમભાઈ નારાયણભાઈ ગાજીપરા તે મધુભાઈ, કાળુભાઈ, હિંમતભાઈ, રતિભાઈના ભાઈનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સવારે 9થી 6, 129 નિર્દોષાનંદ વાટિકા મહુવા રોડ, સાવરકુંડલા છે.

રાજકોટ: દશા સોરઠિયા વણિક બગસરા નિવાસી તથા હાલ મુંબઈ રહેતા પ્રભુદાસભાઈ વિરજીભાઈ ધોળકિયા (ઉં.103) (જનતા બેકરી તથા જનતા હોટલવાળા)બગસરા નિવાસી જયસુખભાઈ, હસમુખભાઈ, જયેશભાઈ તથા રેખાબેન જગદીશભાઈ વખારિયાના પિતાશ્રી ગોકળદાસ નરસીદાસ ભુપતાણી તથા નટવરલાલ શામળજી ભુપતાણી તથા સ્વ.નટવરલાલ જમનાદાસ ગોરસિયાના બનેવી, કૃણાલ, ચિંતન, અંકીતના દાદાનું તા.10ના મુંબઈ મુકામે અવસાન થયું છે. સાદડી તા.17ના 4થી 6, સોરઠીયા વણિક જ્ઞાતિની વાડી, શિવાજી ચોક, બગસરા છે.

રાજકોટ: મુંબઈ નિવાસી સ્વ.ભગવાનદાસ માધવદાસ મદલાણીના પુત્રી હંસાબેન ગણાત્રા તે હેમલતાબેન મશરૂના નાના બેન, સરલાબેન કોટકના મોટા બેન, ચંદુભાઈ, પ્રવીણચંદ્ર મદલાણીના બેન, જોલીભાઈ, મુકેશભાઈ, સમીરભાઈ, ડોલીબેનના માતુશ્રીનું મુંબઈ ખાતે અવસાન થયું છે.

બોટાદ: લાઠીદડ નિવાસી સ્વ.મુક્તાબેન રઘુરામજી દિવાકર તે વિપુલભાઈ, અનિલભાઈ, સ્વ.રેખાબેન પીયૂષકુમાર દેવમોરારી, રસીલાબેન રમેશકુમાર દેવમોરારી, અનિલાબેન દિનેશકુમાર કુબાવત, પ્રફુલ્લાબેન કિરણકુમાર નિમાવત, કુંદનબેન હિંમતરામ કુબાવતના માતુશ્રી, રાજેશભાઈ, જીતેન્દ્રભાઈ, ઈલાબેન સુખદેવકુમાર દેવમોરારીના ભાભુ, પાટણા ભાલના સ્વ.હરિરામ તુલસીદાસ નિમ્બાર્ક દીકરીનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.14ના તેમના નિવાસ સ્થાને લાઠીદડ મુકામે સવારના 8-30 કલાકે છે.

રાજકોટ: કંટાળા નિવાસી હાલ રાજકોટ રાજગોર બ્રાહ્મણ પંડયા જટાશંકર જાદવજી (ઉં.82) તે ઈન્દુમતીબેનના પતિ, સ્વ.જયેન્દ્રભાઈ, તુષારભાઈ, ભાવનાબેન હર્ષદરાય જાનીના પિતાશ્રી, દૃષ્ટિ, મૈત્રીના દાદા, સ્વ.પ્રેમશંકરભાઈ, ગુણવંતભાઈ, નૌતમભાઈ, હસમુખભાઈના ભાઈનું તા.11ના અવસાન થયું છે. બેસણું શુક્રવાર તા.14ના સાંજે 4થી 6, ધર્મનાથ એપાર્ટમેન્ટ, 6-વૈશાલીનગર, સિટી સેન્ટર સામે, રૈયા રોડ, રાજકોટ છે.

રાજકોટ: જશવંતરાય હરજીવનદાસ આડેસરા તે પુષ્પાબેન જશવંતરાય આડેસરાના પતિ, શૈલેષભાઈ, દિલીપભાઈ, પદ્માબેન, કિરણબેન, શીલાબેનના પિતાશ્રીનું તા.9ના અવસાન થયું છે. બેસણું (બન્ને પક્ષનું) તથા શાંતિ સંગીત તા.13ના 3-30થી 5-30, 6/11 પંચનાથ પ્લોટ, ભગવાન ભુવન વાડી, રાજકોટ છે.

રાજકોટ: કારડિયા રાજપુત મંજુલાબેન છગનભાઈ ગોહેલ તે સ્વ.જયેશભાઈ, ભરતભાઈ, નીતાબેન રાઠોડના માતુશ્રી, દીપ, હેમાંગના દાદીનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.14ના 4થી 6, લક્ષ્મીનગર-1 મેઈન રોડ, ખોડિયાર મંદિરે, રાજકોટ છે.

બોટાદ: અબ્દુલ અજીજભાઈ સુલેમાનભાઈ (અ.સુ.શાહ નિવૃત્ત શિક્ષક) તે વહિદભાઈ શાહ અને સુહેલભાઈ શાહના પિતાનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.14ના 4થી 6, હરણકુલ, કૌષર મસ્જિદ પાસે રાખેલ છે.

અમરેલી: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મનસુખરાય નરભેરામ જોષી (કેરાળા) તે મધુબેનના પતિ, જગદીશભાઈ મહેતા (કોટડાપીઠા)ના બનેવી, સુરેશભાઈ, દીપકભાઈ, પ્રજ્ઞાબેન મહેતાના પિતાશ્રી, ભરતભાઈ મહેતા (ધારી)ના સસરા, આદિત્ય અને કૃપાના દાદાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4થી 6, બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર, બ્રાહ્મણ સોસાયટી, અમરેલી ખાતે છે. મો.નં.94261 87655, 96876 15704

ભાવનગર: ગજુભાઈ (ગજેન્દ્રભાઈ) રતિલાલ ત્રિવેદી (ઉં.72) પચ્છેગામ (તા.ગારિયાધાર) તે ગાયત્રીબેનના પતિ, તેજસભાઈ (સુરત), દીપુબેન મનીષકુમાર ત્રિવેદી (સુરત), કિંજલબેન પ્રણવકુમાર ત્રિવેદી (સુરત)ના પિતાશ્રી, રીપાબેન તેજસભાઈ ત્રિવેદીના સસરા, સ્વ.પ્રવીણભાઈ (સુરત), શાંતિલાલભાઈ (સુરત), ભાસ્કરભાઈ (સુરત-ગાંધીનગર), સ્વ.અનુબેન મહેશકુમાર જાની (ભાવનગર)ના ભાઈ, સ્વ.હરગોવિંદદાસ, સ્વ.રમણીકલાલના ભત્રીજા, સ્વ.ભાનુશંકરભાઈ કેશવભાઈ પાઠક (વરતેજ)ના જમાઈ, મહેશભાઈ, અશોકકુમાર, ગજેન્દ્રભાઈ, શરદભાઈ, બિંદુબેન કમલેશભાઈ ત્રિવેદી (આદપુર), દક્ષાબેન કીર્તિકુમાર ત્રિવેદી (ભાવનગર)ના બનેવીનું તા.12ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.13ના સવારે 9થી સાંજે 5 સુધી પચ્છેગામ (તા.ગારિયાધાર) બન્ને પક્ષની સાદડી સાથે છે.

ઇ-પેપરના નવા શુલ્ક