પત્રકાર ભરત બારાઈની આજે પ્રાર્થનાસભા
રાજકોટ: રાજકોટના વેપારી અગ્રણી,
પત્રકારત્વ સાથે સંકળાયેલા ભરતભાઈ મનસુખભાઈ બારાઈ તે ઓખા (દ્વારકા)ના નગરશ્રેષ્ઠી સ્વ.મનસુખભાઈ
એન.બારાઈના પુત્રનું તા.12ના રાજકોટ ખાતે અવસાન થયું છે. સમાજને સ્પર્શતા દરેક મુદ્દાઓ
પર તેઓનું રિપોર્ટિંગ એક આદર્શ પત્રકારત્વની છાપ છોડી જતું. નીડરતા, ધૈર્ય, સમજણ, દુરંદેશીપણુ,
યોગ્ય માહિતી અને મુદ્દાઓની ખરાઈ થકી તેઓ હંમેશાં જર્નાલીઝમના એથિક્સને વરીને રહ્યા.
તેઓ રાજકોટમાં ઓટોમોબાઈલ ક્ષેત્રે પણ તેઓ ખુબ મોટી ઓળખ ધરાવતા હતા. રાજકોટ ઓટોમોબાઈલ
ડીલર એસોસિયેશન (RADA), ફેડરેશન ઓફ ગુજરાત ઓટોમોબાઈલ ડીલર એસોસીએશન (FADA)ના સક્રિય સભ્ય તરીકે સેવા આપતા
રહ્યા હતા. ભરતભાઈની પ્રાર્થનાસભા તા.14ને શુક્રવારે સાંજે 4થી 6, જનકલ્યા કોમ્યુનિટી
હોલ, એસ્ટ્રોન ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજયોગીની બ્રહ્માકુમારી ડો.નલિની
દીદીનું મુંબઈમાં અવસાન
રાજકોટ, તા.13: રાજયોગીની બ્રહ્માકુમારી
ડો.નલિનીદીદી (ઉં.83)) તેઓ બ્રહ્માકુમારીના વરિષ્ઠ દીદી, જાણીતા કટાર લેખક, આધ્યાત્મિક
પ્રેરક વક્તા રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજીના આધ્યાત્મિક શિક્ષકનું તા.9ના મુંબઈમાં
અવસાન થયું છે. નલિની દીદી એક મહાન આધ્યાત્મિક વ્યક્તિત્વ હતા. જેમણે પોતાના દિવ્ય
શબ્દો દ્વારા લાખો આત્માઓને આધ્યાત્મિક જ્ઞાનનો માર્ગ બતાવ્યો હતો. દીદીએ રાજયોગી નિકુંજજજીના
વિચારોને પ્રેરિત કરવામાં અને તેમને આધ્યાત્મિક માર્ગ પર લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા
ભજવી હતી. તેમની અંતિમ યાત્રામાં હજારો ભક્તોએ હાજરી આપી દિવંગત આત્માને શાંતિની પ્રાર્થના
સાથે શ્રદ્ધાંજલિ અર્પી હતી.
કેનેડી રામધણ ગૌ સેવાના પ્રમુખનું
અવસાન
ભાટીયા, તા.13: ભાટીયા પાસે આવેલ
કેનેડી ગામનાં ગૌ સેવક, કેનેડી રામધણ ગૌ સેવાના પ્રમુખ પરબતભાઈ ડાભીને હૃદયરોગનો ઓચિંતો
હુમલો આવતા તેમનું અવસાન થયું છે. સ્વ.પરબતભાઈ છેલ્લા ઘણા વર્ષોથી ગાયોની નિ:સ્વાર્થ
ભાવે સેવા કરતા હતા. તેઓના અવસાનના સમાચાર મળતા ગૌ ભક્તો અને સતવારા સમાજમાં ભારે શોકની
લાગણી ફેલાઈ હતી.
ચક્ષુદાન
રાજકોટ: જૈન પરિવારના સ્વ.જીતેન્દ્રભાઈ
જેઠાલાલ દોશીનું અવસાન થતા તેમના પુત્રો આશિત દોશી અને જૈન સોશિયલ ગ્રુપના યુવાના મંત્રી,
જી.આર.સી.સી.આઈના કમિટી મેમ્બર કુશાંગ દોશી સહમતી, પ્રેરણાથી સ્વ.જીતેન્દ્રભાઈ દોશીના
ચક્ષુઓનું દાન જૈન સોશિયલ ગ્રુપની આશ્રય કમિટી ચેરમેન ઉપેનભાઈ મોદી તથા વિવેકાનંદ યુથ
ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી અને ચક્ષુદાન અભિયાનના અનુપમભાઈ દોશી દ્વારા કરાવાયું
હતું. ડો.ધર્મેશ શાહે સ્વીકાર કરેલ. બન્ને સંસ્થાઓનું આ 148મું ચક્ષુદાન છે.
જેતપુર: બ્રહ્મક્ષત્રિય મનહરલાલ
પીતાંબરભાઈ પડીઆ (ઉ.73) તે દેવેન્દ્ર, હિરેન, દર્શનાબેન આશરા, હેમાક્ષી કકૈયાના પિતાશ્રી,
ભાવનગરવાળા પ્રભુદાસ જગજીવન શનિશ્ચરાના જમાઈનું તા.13ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તા.14ના સાંજે 4-30 થી 6, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, ફૂલવાડી, ભાદર રોડ, જેતપુર
છે.
ધ્રોલ: ધ્રોલ રાજપુત સમાજના અગ્રણી,
કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના જિલ્લાના કાર્યાલય સંભાળતા નરેન્દ્રસિંહ જામસંગ જાડેજાના
નાનાભાઈ દશરથસિંહ જામસંગ જાડેજા (ઉ.54)નું તા.13ના સીવીઅર હાર્ટ એટેકથી અવસાન થયું
છે. સ્વ.દશરથસિંહ જાડેજા ધ્રોલ ખાતે પ્રીન્ટીંગ પ્રેસના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.
સંતાનમાં તેમને બે બાળકો છે. તાજેતરમાં જ ધ્રોલ નગરપાલિકાની યોજાયેલ ચૂંટણીમાં તેઓએ
કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. સ્મશાન યાત્રામાં સમગ્ર રાજપૂત આગેવાનો,
મિત્રો રાજકીય આગેવાનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.
રાજકોટ: જીતેન્દ્રભાઈ જેઠાલાલ
દોશી (ઉં.8ર) તે સ્વ.જેઠાલાલ અંબાવીદાસ દોશીના પુત્ર, સ્વ.મધુબેનના પતિ, આશિત, કુશાંગ,
ડિમ્પલબેનના પિતાશ્રી, દર્શનાબેન, અલ્પાબેન, અલ્પેશભાઈના સસરા, યશ, દેવાંશ, પ્રીત,
જેનીલના દાદાનું તા.13ના અવસાન થયું છે.
રાજકોટ: પરજીયા સોની વસંતભાઈ
પરસોત્તમભાઈ ઘઘડા (મૂળ-કુતિયાળાવાળા, હાજ રાજકોટ) તે હંસાબેનના પતિ, ખુશાલીબેન આશુતોષ
ધોળકિયાના પિતાશ્રી, સ્વ.ડાયાભાઈ નરસીભાઈ વાયા (કલ્યાણપુર)ના જમાઈનું તા.1રના અવસાન
થયું છે. પ્રાર્થનાસભા તા.14ના સાંજે 4થી 6, શાલીગ્રામ એપાર્ટમેન્ટ, ભૂપેન્દ્ર રોડ,
સ્વામીનારાયણ મંદિર પાસે, રાજકોટ છે.
જેતપુર: સ્વ. વીણાબેન મુકેશભાઈ
વસા (ઉં.73) તે મુકેશભાઈ મનસુખલાલ વસાના પત્ની, બ્રિજેશ, પૂજાના માતુશ્રી, સેજલબેન
વસાના સાસુ, રતિલાલ સાકરચંદ શાહ (ભાવનગર)ની દીકરીનું તા.13ના અવસાન
થયું છે.
રાજકોટ: પરજીયા સોની હિતેશભાઈ
રસિકલાલ ધકાણ (ઉં.પ4) તે સ્વ.રસિકલાલ નારણભાઈ ધકાણ (વીરનગર)ના પુત્ર, મનિષાબેનના પતી,
સ્વ.દોલતભાઈ સોજાભાઈ સાગર (મહુવા)ના જમાઈ, વિપુલભાઈ, હિરેનભાઈ, યોગીતાબેનના ભાઈ, નિકુંજભાઈ,
દિપેનભાઈ તથા ટ્વિન્કલબેનના પિતાશ્રીનું તા.13ના અવસાન થયું છે. બેસણુ તા.14ના સાંજે
4થી 6, પારસ હોલ, નિર્મળા રોડ, રાજકોટ છે.
ધોરાજી: હરેશભાઈ જયંતીલાલ ગણાત્રા
તે કિશોરભાઈના નાનાભાઈ, અશોકભાઈ, કાનાભાઈનાં મોટા ભાઈ, કેલ્વિન/નીખીલના કાકાનું તા.13ના
અવસાન થયું છે. બેસણુ તા.14ના જાગનાથ મહાદેવ મંદિર, બાલધા ચોરા પાસે, ધોરાજી છે.
વીસાવદર: જેતલવડ સ્વ.નાનુબેન
શામજીભાઈ ભાયાણી (ઉં.108) તે પરસોત્તમભાઈના માતુશ્રી, વિનુભાઈ પોપટભાઈ પોકિયાના નાનીનું
તા.1રના અવસાન થયું છે.
ગોંડલ: પાટિયાળી નિવાસી સ્વ.વિરભદ્રસિંહ
હીંમતસિંહ જાડેજા (ઉં.60) તે ભોજરાજસિંહ, વિજયસિંહ, રાજેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહના
ભાઈ, ભાર્ગવસિંહના કાકા, યશપાલસિંહના મોટાબાપુ, ચિત્રરાજસિંહ વિરભદ્રસિંહ જાડેજા, શિવાનીબા
સંજયસિંહ ગોહિલ, મહેશ્વરીબા જીતેન્દ્રસિંહ ઝાલાના પિતાશ્રીનું તા.1રના અવસાન થયું છે.
પ્રાર્થનાસભા તા.14ના સાંજે 4થી 6 મહાકાળીનગર શેરી નં.ર, ટી-પોસ્ટની પાછળની શેરી,
ગોંડલ છે.
રાજકોટ: મૂળ ગામ વચલીઘોડી હાલ
રાજકોટ સ્વ.દેવરામભાઈ જયશંકરભાઈ ભટ્ટના પુત્ર હરેશભાઈ (ઉં.69) તે મંજુબેન (હીનાબેન)ના
પતિ, અંકિત, વિશાલના પિતાશ્રી, ભાનુશંકરભાઈ, સ્વ.હર્ષદભાઈ, માલતીબેનના નાના ભાઈ, ઘનશ્યામભાઈ,
ચારૂબેન હસમુખભાઈ ત્રિવેદીના મોટાભાઈ, ત્રિશાનના દાદા, અંજનાબેન અંકિતભાઈના સસરા તથા
રૂદ્રેશ, કલ્પેશભાઈના કાકા, સ્વ.બાલાશંકર નાનજીભાઈ ત્રિવેદી (મોરબી)ના જમાઈ તા.13નાં
અવસાન થયું છે. ઉઠમણું/પિયર પક્ષનું બેસણુ તા.1પના સાંજે 4થી પ ઓમકારેશ્વર મહાદેવ મંદિર,
શ્રીજી પાર્ક મેઈન રોડ, પતાશા રેસ્ટોરન્ટ સામેની શેરી, રૈયા રોડ, રાજકોટ ખાતે છે.
વંથલી (સોરઠ): ધીરજબેન મનસુખલાલ
ફીચડિયા તે સ્વ.મનસુખભાઈ અમરચંદ ફીચડિયાના પત્ની, લલિતભાઈના માતુશ્રી, અક્ષયભાઈના દાદી,
હિરેનભાઈનાં નાની, લવચંદ, ન્યાલચંદ તેમજ કેશવભાઈ વલ્લભદાસ રાજપરાના બેનનું તા.13ના
અવસાન થયું છે. બેસણું, પિયરપક્ષની સાદડી તા.14ના બપોરે 4થી 6 ભાણાવાવ, રામ મંદિર,
વંથલી (સોરઠ) છે.
રાજકોટ: કે.જે.કોટેચા ગર્લ્સ
હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ, ઉદયાચલ ચેરીટેબલ ટ્રસ્ટનાં સ્થાપક મેનેજિંગ ટ્રસ્ટી
વત્સલાબેન ચિતરંજનભાઈ મહેતાનું તા.1રનાં 9પ વર્ષની જૈફ વયે અવસાન થયું છે. શાળા પરિવાર
દ્વારા શ્રદ્ધાંજલિ સભા તા.14ના સાંજે 4 કલાક શાળાના મધ્યસ્થખંડમા રાખેલ છે.
રાજકોટ: ગુર્જર સુથાર મૂળગામ
ચોટીલા, હાલ રાજકોટ, ભાવનાબેન રાજેશભાઈ જાદવાણી, સ્વ.વ્રજલાલભાઈ પોપટલાલ જાદવાણીના
પુત્રવધૂ, રાજેશભાઈના પત્ની, નાથાભાઈ, માવજીભાઈ અખીયાણિયા (કણકોટવાળા)ના દીકરી, વિનોદભાઈ
અને સુરેશભાઈના બહેન, રવી, વત્સલ અને દર્શીતાના માતુશ્રી, દર્શનાબેન નીતિનકુમાર ધ્રાંગધરિયા,
અંજુબેન ધર્મેશકુમાર સાંકડેચાના ભાભીનું તા.1રના અવસાન થયું છે. બેસણું તા.14ના સાંજે
4થી પ.30 જીગિયા હનુમાન મંદિર, મવડી ચોક પાસે, મવડી રોડ, રાજકોટ છે.
કોટડા સાંગાણી: કાંતાબેન બાવાભાઈ
આંબલીયા તે રાજુભાઈ અને સ્વ.કમલેશભાઈ અને મહેશભાઈનાં માતુશ્રીનું તા.1રના અવસાન થયું
છે. બેસણું તા.14ના સાંજે સમય 4થી 6 રામાપીરના મંદિર પાસે, ભાડવા રોડ, કોટડા સાંગાણી
છે.
લીલાખા: પ્રાગજીભાઈ ટપુભાઈ વાડોદરીયા
(ઉં.70) તે મંજુલાબેનના પતિ, દેવલભાઈ પ્રાગજીભાઈ વાડોદરિયા, જીગુબેન રાજકુમાર જેતાણી
(વાછરા), ભારતીબેન રજનીભાઈ ભાલાળા (વિરપુર જલારામ), પાયલબેન, સંદિપભાઈ ફાસરા (નાના માંડવા)ના પિતાશ્રી,
વિઠ્ઠલભાઈ, રમેશભાઈ, વિનુભાઈના ભાઈ, મનિષભાઈ, રાજેશભાઈના કાકા, અલ્પેશભાઈ, હર્ષદભાઈનાં
દાદાનું તા.13ના અવસાન થયું છે.