• બુધવાર, 12 માર્ચ, 2025

અવસાન નોંધ

વિસાવદર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અરવિંદભાઈ મહેતાના પત્નીનું અવસાન

વિસાવદર: વિસાવદર તાલુકાના જેતલવડ ગામના સિનિયર કોંગ્રેસી આગેવાન નાથાલાલ હરજીવનભાઈ મહેતાના પુત્રવધૂ અને વિસાવદર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા, જેતલવડ સ્કૂલવાળા અરવિંદભાઈ મહેતાના પત્ની તૃપ્તિબેન અરવિંદભાઈ મહેતા (ઉં.42)(ઔદિત્ય ઝાલાવાડી બ્રાહ્મણ)નું અવસાન થયેલ છે. તેઓ નાથાલાલ હરજીવનભાઈ મહેતાના પુત્રવધૂ તથા ધર્મેન્દ્રભાઈ તથા જીતેન્દ્રભાઈના નાનાભાઈ અરવિંદભાઈના પત્ની થતા હતા. તેમની સ્મશન યાત્રા તા.6ના સવારે 8 કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.

 

ચક્ષુદાન

રાજકોટ: ખખ્ખર નવિનચંદ્ર ચત્રભુજભાઈ લીલાપુર નિવાસી હાલ રાજકોટ તે સ્વ.કાકુભાઈ, સ્વ.બાલકૃષ્ણભાઈ, સ્વ.બટુકભાઈ, સ્વ.ભુપતભાઈના નાનાભાઈ, ખખ્ખર જીજ્ઞેશભાઈ, આશિષભાઈ, દીપકભાઈ, અંજનાબેન, ડિમ્પલબેનના પિતાશ્રી, અશ્વિનભાઈ, અશોકભાઈના સસરા, કુંડલિયા સ્વ.કાન્તીલાલ, મનસુખભાઈના બનેવીનું તા.5ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી સાથે ઉઠમણું તા.6ના સાંજે 4થી 5, એ-1302, સોપાન લક્ઝરીયસ ડ્રીમ સીટીની પાછળ, રૈયા ધાર, રાજકોટ ખાતે રાખેલ છે. સ્વર્ગસ્થના ચક્ષુઓનું દાન કરાયું છે.

ચક્ષુદાન

રાજકોટ: વેરશીભાઇ અભુભાઇ માનાણીનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે, તે જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 648મું ચક્ષુદાન થયેલ છે.

જામનગર: દલ દેવરિયા નિવાસી હાલ જામનગર ચુનીલાલ મોહનલાલ ઠક્કર તે હરીશભાઈ તથા રસિકભાઈ, છાયાબેન, કિરણભાઈ મહેતા, વર્ષાબેન હરીશભાઈ વોરા, જયશ્રીબેન પિયુષભાઈ સોલાણી, ભાવનાબેન ભાવેશભાઈ મહેતા, ઈલાબેન ભાવેશભાઈ વોરાના પિતાશ્રી તથા સ્વ. નવલચંદભાઈ અને સ્વ.મધુકાંતભાઈના મોટાભાઈ તથા સ્વ.અમુલખભાઈ નારાણજી મહેતા (મોટી ભલસાણ)ના જમાઈનું અવસાન થયું છે. ઉઠમણુ તા.6ને સવારે 10 કલાકે મોહન વિજય જૈન પાઠશાળા, મોટી પોસ્ટ ઓફિસની સામે, ચાંદી બજાર ખાતે છે. પ્રાર્થનાસભા તા.6નાં સવારે 11 કલાકે અમૃત હોલ, શ્રી અમૃતવાડી, નાગનાથ ગેઈટ, જામનગર છે.

ગોંડલ: હીનાબેન (ઉં.પ4) તે સ્વ.મગનલાલ શિવશંકરભાઈ જોશીના પુત્રી, સંજયભાઈ જોશી (અધિક્ષક એસપી ઓફિસ અમરેલી)ના પત્ની, ઋત્વિકભાઈના માતા, ધર્મેશભાઈ જોશીના ભાભીનું તા.4નાં અવસાન થયું છે, પિયર પક્ષનું બેસણ તા.6નાં સાંજે 4 થી 6 ગણેશ મંદિર પંચવટી, સોસાયટી, ગોંડલ છે.

જેતલસર જં.: નયનાબેન કિશોરભાઈ સંઘવી (એડવોકેટ) તે કિશોરભાઈ જયંતિલાલ સંઘવી (રિટાયર્ડ મેનેજર-એસબીઆઈ)ના પત્ની, સ્વ.શાંતિલાલ ટી. કોઠારીના પુત્રી, કીશોરભાઈ, બીપીનભાઈ, રમેશભાઈ તથા ઈલાબેન અને રેખાબેનના મોટા બહેનનું તા.3નાં અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.7નાં 4 થી 6 જેતલસર જંક્શન જૈન ઉપાશ્રયમાં છે.

રાજકોટ: મુળ કેશોદ નિવાસી હાલ રાજકોટ હરગોવિંદભાઈ કલ્યાણજીભાઈ ધનેશા (રિટા. એસબીઆઈ ચીફ મેનેજર), તે પ્રમિલાબેનના પતિ, સ્વ.આર.કે.પંડતના જમાઈ, વિનોદભાઈ, શારદાબેન પરષોતમભાઈ ભાટે (કોલ્હાપુર)ના ભાઈ, બિમલ, નિરજ, કેતનબેન મનોજભાઈ ઠક્કરના પિતાશ્રી, નિર્વિષા ધનેશા તથા નેહા ધનેશાના સસરા, વિશ્વા, અમન અને સૌમ્યના દાદાનું તા.4નાં અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.6નાં સાંજે 4.30 થી 6 દરમિયાન રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, ગીત ગુર્જરી સોસાયટી મેઈન રોડ, એરપોર્ટ રોડ પાસે, રાજકોટ છે.

ધોરાજી: નવીનચંદ્ર અમૃતલાલ ગોહેલ (ઉ.6ર) તે કિશોરભાઈ, અશ્વિનભાઈના ભાઈ, શૈલેષ તથા પિન્ટુના પિતાશ્રીનું તા.પનાં અવસાન થયું છે. અંતિમયાત્રા તા.6નાં સવારે 9.30 કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે. બેસણુ તા.6નાં સાંજે 4 થી 6 મચ્છુ કાઠિયા દરજી સુથારની વાડી, ચામડીયા કુવા પાસે, ધોરાજી છે.

ગોંડલ: સ્વ.હરેશભાઈ નંદલાલ પોપટ (ગંગા સાગર)ના પુત્ર અને રાજુભાઈ પોપટના ભત્રીજા વિવેકભાઈ પોપટના પત્ની પુજાબેન (ઉ.31) તે કાશ્મીરા હરેશકુમાર જીવરાજાની, સોનલબેન આશીષકુમારનાં ભાભી, જૂનાગઢ નિવાસી કિશોરભાઈ એમ. નથવાણીના પુત્રીનું તા.4નાં અવસાન થયું છે. ઉઠમણુ, પિયર સાદડી તા.6નાં સાંજે 4 થી 6 લોહાણા મહાજનવાડી, મહાદેવ વાડીમાં છે.

રાજકોટ: કાન્તાબેન હરિલાલ મચ્છર, અમદાવાદ નિવાસી તે સ્વ.નાનજીભાઈ જાદવજીભાઈ બોસમીયાની દીકરી, મણીલાલ, હરિલાલ, કાંતિલાલ તથા હેમતલાલના બેનનું તા.4ના અવસાન થયું છે. સાદડી રાજકોટ મુકામે તા.7નાં સાંજે પ થી 6 બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિની વાડી, પેડક રોડ, રાજકોટ છે.

ચલાલા: જૂનાગઢ નિવાસી જયશ્રીબેન ઈશ્વરભાઈ બાટવીયા તે સ્વ. ઈશ્વરલાલના પત્ની, સ્વ.કલ્પેશભાઈ, સંદિપભાઈના માતુશ્રી, આર્યનના દાદી, સ્વ.ભગવાનજીભાઈ ગોરધનદાસ બલદેવ, રાજકોટના દિકરીનું તા.4નાં અવસાન થયું છે. બેસણુ, પિયર પક્ષની સાદડી તા.6નાં સાંજે પ થી 6 તેમના નિવાસ સ્થાને ગીરીરાજ સોસાયટી, નટરાજ એપાર્ટમેન્ટ, જૂનાગઢ છે.

રાજકોટ: કારડીયા રાજપુત સ્વ.બાબુભાઈ રામસીંગભાઈ વાઘેલા (ઉ.વ.56) તે દેવસીંગભાઈ, દાનસીંગભાઈના નાનાભાઈ, કરણભાઈ, પરાગભાઈના પિતાશ્રીનું 3નાં અવસાન થયું છે. બેસણુ તા.7નાં સાંજે 4 થી 6 ખોડિયાર મંદિર, લક્ષ્મીનગર શેરી નં.ર, નાના મવા મેઈન રોડ, રાજકોટ છે.

સાવરકુંડલા: રમીલાબેન બીપીનકુમાર મશરૂ (ઉ.77) તે ધીરજલાલ, ચુનીલાલ, રમેશચંદ્ર બાવચંદભાઈ નથવાણી (તાતણીયાવાળા)ના બેનનું તા.રના અવસાન થયુ છે. સાદડી તા.6નાં સાંજે 4 થી 6 લોહાણા વિદ્યાર્થીભવન મહુવા રોડ, સાવરકુંડલા છે.

રાજકોટ: ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ ગામ કોટડા નાયાણી હાલ રાજકોટ સ્વ.ભગવાનજીભાઈ મણિશંકર પંડયાના પત્ની પ્રભાબેન (ઉં.85) તે ગીતાબેન, કિરીટભાઈ, સ્વ.મનોજભાઈ, મુકેશભાઈ, સ્વ.હસમુખભાઈ, જીતેશભાઈના માતુશ્રી, બાલાશંકર ચુનીલાલ જોશી (રફાળેશ્વર), સ્વ.કાંતિલાલ સી. જોશીનાં બેનનું અવસાન થયું છે. બેસણુ તા.6નાં સાંજે 4 થી 6, મધુવન એપાર્ટમેન્ટ, બજરંગવાડી સર્કલ પાસે, શેરી નં-13ના

ખૂણે છે.

રાજકોટ: સ્વ.જયાબેન વિનોદરાય સોઢા (ઉ.83) તે ભદ્રેશભાઈ સોઢા (ભાવનગર), અતુલભાઈ સોઢા (હાલ બરોડા), પરેશભાઈ સોઢા (રાજકોટ), જયેશભાઈ સોઢા (રાજકોટ)ના માતુશ્રી, સ્વ.નાથાલાલ મકનજી હીંડોચાના દીકરી, સ્વ.ચંદુલાલ હીંડોચા, ભુપતભાઈ હીંડોચા તેમજ સ્વ.નાનુભાઈ હીંડોચા (ઠા.ચંદુભાઈ ભેળવાળા)ના મોટા બહેનનું અવસાન થયું છે. બેસણુ, પિયર પક્ષની સાદડી તા.6નાં સાંજે 4.30 થી પ.30 ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર રોડ, ગંગોત્રી ડેરીવાળો રોડ, સાધુ વાસવાણી રોડ, રાજકોટ છે.

રાજુલા: સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્યોતિબેન ભરતભાઈ વ્યાસ (ઉ.69) તે ભરતભાઈ જસવંતભાઈ વ્યાસ (મૂળ કસાણ હાલ-રાજુલા)ના પત્ની, દેવાંગભાઈ ત્રિવેદી-ડુંગર, વિભાકરભાઈ ભરતકુમાર પંડયા-મહુવા, આકાશભાઈ જુગલકિશોરભાઈ ત્રિવેદી-નવા આગરિયા, પ્રણવભાઈ શરદભાઈ ત્રિવેદી-ડુંગરના સાસુનું તા.પના અવસાન થયું છે. બેસણુક્ષ તા.6ના 4 થી 6 તેમના નિવાસ સ્થાન ‘િશવમ’ ઘનશ્યામ નગર ભેરાઈ, રાજુલા ખાતે છે.

ઇ-પેપરના નવા શુલ્ક